ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હિઝબુલ્લાહનો વળતો જવાબ, મોસાદના હેડક્વાર્ટર પર કર્યો મિસાઈલ હુમલો

હિઝબુલ્લાહનો પ્રથમ મિસાઇલ હુમલો ઇઝરાયલની સુરક્ષા માટે ચિંતાનો વિષય હિઝબુલ્લાએ ઇઝરાયેલની રાજધાની Tel Aviv પર પ્રથમવાર હુમલો કર્યો Missile Attack on Mossad Headquarters : ઇઝરાયેલે એક પછી એક હુમલા કરી લેબનોનમાં રહેતા આતંકી સંગઠન હિઝબુલ્લાહને મોટી ઈજા પહોંચાડી છે....
09:04 AM Sep 26, 2024 IST | Hardik Shah
Missile Attack on Mossad Headquarters

Missile Attack on Mossad Headquarters : ઇઝરાયેલે એક પછી એક હુમલા કરી લેબનોનમાં રહેતા આતંકી સંગઠન હિઝબુલ્લાહને મોટી ઈજા પહોંચાડી છે. મળી રહેલી માહિતી અનુસાર, આ યુદ્ધ આવનારા સમયમાં વધુ ઉગ્ર સ્વરૂપ લઇ શકે છે. જોકે, આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે આતંકી સંગઠન હિઝબુલ્લાએ ઇઝરાયેલની રાજધાની Tel Aviv પર પ્રથમવાર હુમલો કર્યો છે. જેમા તેમણે મોસાદ હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું હતું.

કાદિર 1 બેલેસ્ટિક મિસાઈલથી હુમલો

આતંકી સંગઠન હિઝબુલ્લાએ જે મિસાઇલથી હુમલો કર્યો હતો તેને “કાદિર 1” બેલેસ્ટિક મિસાઈલ તરીકે ઓળખવામાં આવે છે. આ મિસાઈલ છોડવાનો હેતુ ઇઝરાયેલી મોસાદ હેડક્વાર્ટર હતું. જોકે, ઈઝરાયેલે જણાવ્યું કે આ મિસાઈલને તેમની ડિફેન્સ સિસ્ટમ દ્વારા સફળતાપૂર્વક નષ્ટ કરવામાં આવી હતી. આ હુમલો, જે લેબનાની પ્રતિકાર ચળવળના બળવાન મિસાઈલ હુમલાઓમાંની એક ગણાય છે, જે લેબનાની અસામાન્ય યોદ્ધા ક્ષમતાને દર્શાવે છે. ઇઝરાયેલી મીડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, Tel Aviv માં 100,000થી વધુ ઝિઓનિસ્ટો સાયરન વાગવાની મિનિટોમાં આશ્રયસ્થાનો માટે ભાગી ગયા હતા, Tel Avivના ઉત્તર વિસ્તારોમાં પણ સાયરન વાગવાની સ્થિતિ રહી, જે આશંકા અને ભયને વધુ પ્રગટ કરે છે.

હિજબુલ્લાહની મિસાઈલ ક્ષમતા

પેલેસ્ટિનિયન શિહાબ સમાચાર એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે હિજબુલ્લાએ જે "કાદિર 1" મિસાઈલ છોડી હતી, તે 15.5 થી 16.58 મીટર લાંબી અને 1.25 મીટર વ્યાસની હતી. આ લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલ માનવામાં આવે છે. આ મિસાઈલની વજન ક્ષમતા 15 થી 17.5 ટન વચ્ચે છે, જ્યારે તેનું વોરહેડનું વજન 700 થી 1,000 કિગ્રા કિગ્રા છે. તેની રેન્જ 1,350 કિમી થી 1,950 કિમી સુધીની છે, જે ઇઝરાયલ માટે એક ગંભીર ચિંતાનો વિષય બની રહ્યું છે.

ઇઝરાયેલી હુમલાઓની તૈયારી

જવાબમાં, ઇઝરાયેલી દળોએ લેબનોન પર નવા હુમલાઓ શરૂ કર્યા છે. ગઈકાલે, 250 ફાઇટર પ્લેન્સ દ્વારા 2,000 થી વધુ બોમ્બ ફેંકાયા છે, જેના પરિણામે લેબનોનમાં ભારે નુકસાન થયું છે. આ હુમલાના પરિણામે મૃત્યુઆંક 600 પર પહોંચી ગયો છે, અને 1,800થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વધતા જતાં હુમલાએ પરિસ્થિતિને વધુ તંગ બનાવી દીધી છે.

આ પણ વાંચો:  Israel-Lebanon war ના તણાવ વચ્ચે ભારતીય નાગરિકોને લેબનોન જલ્દી છોડી દેવાની સલાહ

Tags :
Air raid sirensballistic missilecasualtiesConflict EscalationDefense SystemGujarat FirstHardik ShahHezbollahHezbollah-First-AttackHizbullahIsraelIsrael-Hezbollah WarKadir 1LebanonMilitary CapabilityMissile AttackMossad-HeadquartersRegional TensionResponse AttacksTel Aviv
Next Article
Home Shorts Stories Videos