GAUTAM ADANI ની હવે ભૂટાનમાં એન્ટ્રી, આ ખાસ MOU પર કર્યા હસ્તાક્ષર
GAUTAM ADANI IN BHUTAN: એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન GAUTAM ADANI હાલ ભૂટાનના પ્રવાસે છે. GAUTAM ADANI એ ભુતાનના વડાપ્રધાન શેરિંગ તોબગે સાથે મુલાકાત કરી હતી. આ બેઠકની સાથે, ચુકા પ્રાંતમાં 570 મેગાવોટના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ માટે દેશના ડ્રુક ગ્રીન પાવરMOU કોર્પોરેશન સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ગૌતમ અદાણીએ આ બાબત અંગે ટ્વિટર ઉપર પોસ્ટ શેર કરી હતી. ગૌતમ અદાણીએ પણ દેશમાં હાઈડ્રો અને અન્ય પ્રોજેક્ટ પર સહકાર આપવાની આતુરતા વ્યક્ત કરી હતી.
ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી શેર
Honoured to meet His Majesty King Jigme Khesar Namgyel Wangchuck of Bhutan. Inspired by his vision for Bhutan and the ambitious ecofriendly masterplan for Gelephu Mindfulness City, including large computing centers and data facilities. Excited to collaborate on these… pic.twitter.com/YlTNJEZwfD
— Gautam Adani (@gautam_adani) June 16, 2024
ગૌતમ અદાણી ભૂટાનના રાજાને પણ મળ્યા હતા. તેમણે મળ્યા બાદ ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'ભુતાનના મહામહિમ રાજા ખેસર નામગ્યેલ વાંગચુકને મળીને હું સન્માનિત છું. હું ભૂટાન માટેના તેમના વિઝન અને ગેલેફુ માઇન્ડફુલનેસ સિટી માટેના તેમના મહત્વાકાંક્ષી ઇકો-ફ્રેન્ડલી માસ્ટરપ્લાનથી પ્રેરિત છું, જેમાં મોટા કમ્પ્યુટિંગ કેન્દ્રો અને ડેટા સુવિધાઓનો સમાવેશ થાય છે. કાર્બન નેગેટિવ રાષ્ટ્ર માટે આ પરિવર્તનકારી પહેલ તેમજ ગ્રીન એનર્જી મેનેજમેન્ટ પર સહયોગ કરવા માટે આતુર છીએ!
ભારત અને ભૂતાન વચ્ચે મજબૂત સંબંધો
નોંધનીય છે કે, ભારત અને ભૂટાન વચ્ચેના સંબંધો પણ સારા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચે જ ભૂટાનની મુલાકાત લીધી હતી.ભૂટાનમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત પણ ગુજરાતી ગરબાથી કરાયું હતું.ભૂટાનની મુલાકાત દરમિયાન તેમણે ભૂતાનની રાજધાની થિમ્પુમાં ભારતના સહયોગથી બનેલી આધુનિક હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓ હિમાલય દેશના લોકોને સમર્પિત ભૂટાન-ભારત મિત્રતા પ્રોજેક્ટનો ભાગ હતા.
આ પણ વાંચો : પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટના, માલગાડીએ પેસેન્જર ટ્રેનને મારી ટક્કર