અમેરિકામાં નાઇટ્રોજનથી પ્રથમ વખત મૃત્યુદંડ અપાયો, વાંચો સમગ્ર ઘટના
અમેરિકામાં નાઇટ્રોજનથી મૃત્યુદંડ : અમેરિકામાં પ્રથમ વાર નાઇટ્રોજન ગૅસ થકી મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. અમેરિકન રાજ્ય અલાબામાએ કેનેથ યુજેન સ્મિથને કે જે હત્યાનો ગુનેગાર હતો તેણે આ સજા આપવામાં આવી છે.
અમેરિકીના ઇતિહાસમાં પહેલી વાર આ રીતે દંડની સજાનો અમલ થઈ રહ્યો છે. કેનેથ યુગિન સ્મિથ નામના આરોપીને 1996 માં મૃત્યુદંડની સજા ફટકારાઈ હતી. સ્મિથને હત્યાકેસમાં આરોપી ઠેરવ્યો હતો. તેની સામે 1988માં એક વ્યક્તિ પાસેથી રૂપિયા લઈને તેની પત્નીની હત્યા કર્યાનો આરોપ લગાવાયો હતો. આ કેસમાં 2 વ્યક્તિને આરોપી ઠેરવાઈ હતી.
સમગ્ર બાબત એમ છે કે, પાદરીએ કેનેથનો ઉપયોગ ભાડૂતી હત્યારા તરીકે કર્યો હતો અને પોતાની પત્નીની હત્યા બદલ 1000 અમેરિકન ડોલર ચુકવ્યા હતા. કેનેથે ચાકુના ઘા મારીને એલિઝાબેથની હત્યા કરી હતી. જ્યારે પાદરીએ બાદમા આત્મહત્યા કરી લીધી હતી.
એ પછી તેની ધરપકડ થઈ હતી અને સ્થાનિક કોર્ટમાં કેસ ચાલ્યો હતો. 1996માં તેને આજીવાન કારાવાસની સજા થઈ હતી. જોકે જ્યુરીના આ ચુકાદાને જજે નકારી કાઢ્યો હતો અને બાદમાં સ્મિથને મોતની સજા અપાી હતી.
પહેલા પણ સ્મિથને અપાયો હતો મૃત્યુદંડ પણ તે બચી ગયો હતો
કેનેથ યુજેન સ્મિથને પહેલા પણ સજા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તે પ્રયાસમાં તેનો જીવ બચી ગયો હતો. આ વર્ષ 2022 માં સ્મિથને જ્યારે પહેલીવાર મૃત્યુદંડની સજા આપવા લઈ જવાયો ત્યારે જલ્લાદોએ તેમની મૃત્યુદંડની સજાનો અમલ કરવામાં ઘણા કલાકો ગાળ્યા, પણ તેઓ સફળ ન થયા, અને કેનેથ બચી ગયો. તેમણે કેનેથને હોલમૅન કરેક્શનલ સેન્ટરની "ડેથ ચેમ્બર"માં સ્ટ્રેચર સાથે બાંધી દીધો હતો અને તેને રસાયણોનાં ઘાતક મિશ્રણવાળાં ઇન્જેક્શન આપવાનો પ્રયાસ કર્યો. તેઓ જે નસ પકડવા માગતા હતા તેમાં સફળતા ના મળી. ત્યારવ બાદ તેને જીવતો છોડી દેવામાં આવ્યો હતો.
આ પદ્ધતિમાં શ્વાસમાં લેવાયેલા ઓક્સિજનને નાઇટ્રોજન સાથે બદલવા માટે દોષિતના નાક અને મોં પર માસ્ક મૂકવામાં આવે છે, જેના કારણે તે ઓક્સિજનના અભાવે મૃત્યુ પામે છે. સ્મિથને પણ સ્ટ્રેચર ઉપર તેના હાથ અને પગ યોગ્ય રીતે બાંધી તેના માસ્કમાં નાઈટ્રોજન ગેસ છોડવામાં આવ્યો હતો, અને થોડા જ સમયમાં તે ઓક્સિજનના અભાવે મૃત્યુ પામ્યો હતો.
આ પણ વાંચો -- Australia ના દરિયાકાંઠે ડૂબી જવાથી 4 ભારતીયોના મોત, રજા માણવા ફિલિપ આઇલેન્ડ પહોંચ્યા હતા…