Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈઝરાયલ પર સાયબર એટેકનો ભય! મધ્યરાત્રિએ મોબાઈલ પર આવ્યું એલર્ટ અને...

મોબાઈલ એલર્ટથી ઈઝરાયલમાં ફફડાટ, ઈરાનનો હાથ? અચાનક મોબાઈલ પર એલર્ટ: ઈઝરાયલમાં સાયબર હુમલાની આશંકા મોસાદના કથિત હુમલા પછી ઇઝરાયલ પર સાઇબર એટેક Fear of cyber attack : લેબનોનનું આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ (Lebanon's terrorist organization Hezbollah) પેજર અને વોકી-ટોકી હુમલા...
ઈઝરાયલ પર સાયબર એટેકનો ભય  મધ્યરાત્રિએ મોબાઈલ પર આવ્યું એલર્ટ અને
  • મોબાઈલ એલર્ટથી ઈઝરાયલમાં ફફડાટ, ઈરાનનો હાથ?
  • અચાનક મોબાઈલ પર એલર્ટ: ઈઝરાયલમાં સાયબર હુમલાની આશંકા
  • મોસાદના કથિત હુમલા પછી ઇઝરાયલ પર સાઇબર એટેક

Fear of cyber attack : લેબનોનનું આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ (Lebanon's terrorist organization Hezbollah) પેજર અને વોકી-ટોકી હુમલા (pager and walkie-talkie attacks) થી પીડિત છે. તેણે આરોપ લગાવ્યો છે કે ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદે (Mossad) આ સમગ્ર કૌભાંડ આચર્યું હતું. બંને હુમલાઓમાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા અને 4000 થી વધુ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ દરમિયાન ઈઝરાયેલ પર સાયબર હુમલા (Cyber Attack) ના સમાચાર છે.

Advertisement

ઇઝરાયેલી સેનાનું નિવેદન

સ્થાનિક મીડિયા અહેવાલ આપે છે કે, ઇઝરાયેલના ફોન અચાનક મધરાતે વાગવા લાગ્યા હતા. તેમના પર ઈમરજન્સી મેસેજ આવવા લાગ્યા. સંદેશમાં ઈઝરાયલીઓને સલામત સ્થળે ભાગી જવા માટે કહેવામાં આવ્યું હતું. આવા હજારો મેસેજ મળ્યા બાદ ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઈઝરાયેલના અધિકારીઓ આવા સંદેશાઓની તપાસ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઈરાની હેકર્સ દ્વારા પ્રાયોજિત હોઈ શકે છે. ઇઝરાયેલી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, સમગ્ર દેશમાં ઇઝરાયેલીઓને બુધવારે મોડી રાત્રે નકલી "ઇમરજન્સી એલર્ટ" સંદેશા મળ્યા હતા. જેમાં તેઓ જ્યાં હતા ત્યાંથી નીકળીને સલામત વિસ્તારમાં જવાનું કહેવામાં આવ્યું હતું. સંદેશો વ્યાપકપણે પ્રસારિત થયા પછી, KAN ન્યૂઝે અહેવાલ આપ્યો હતો કે તેની પાછળ ઈરાનનો હાથ હોવાની શક્યતાની તપાસ કરવામાં આવી રહી છે. વળી, ઇઝરાયેલની સેના IDF એ આવા સંદેશાઓને નકલી ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓએ ઇઝરાયેલને આવો કોઇ સંદેશ મોકલ્યો નથી. આ સાયબર એટેક (Cyber Attack) હોઈ શકે છે. IDF નિવેદનમાં જણાવાયું છે, "ઇમરજન્સી જાહેર કરતો સંદેશ અમારા દ્વારા મોકલવામાં આવ્યો ન હતો. હોમ ફ્રન્ટ કમાન્ડની સંરક્ષણ નીતિમાં કોઈ ફેરફાર નથી."

Advertisement

શું સંદેશ હતો?

બુધવારે મધ્યરાત્રિએ ઘણા ઇઝરાયેલીઓને કટોકટીના સંદેશા મળ્યા હતા. લોકોએ સોશિયલ મીડિયા પર આ મેસેજના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. મેસેજની હેડલાઈનમાં લખવામાં આવ્યું હતું - "OREFAlert. હિબ્રુ ભાષામાં તે હોમ ફ્રન્ટ કમાન્ડ જેવું છે. કહેવામાં આવી રહ્યું છે કે, ઈઝરાયલીઓએ IDF માટે આ મેસેજને ભૂલથી લીધો અને અરાજકતાની સ્થિતિ સર્જાઈ ગઈ. ઈઝરાયેલીઓને મળેલા ટેક્સ્ટ મેસેજમાં એક લિંક હતી. અને ઉપર તેની જોડણી ખોટી હતી, "તમારે સલામત વિસ્તારમાં જવાની જરૂર છે."

ઉલ્લેખનીય છે કે લેબનોનમાં સતત બે દિવસ સુધી પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટમાં 20થી વધુ લોકોના મોત થયા બાદ ઈઝરાયેલ પર સાયબર હુમલાના સમાચાર આવ્યા છે. હિઝબુલ્લાહના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેરૂત અને દક્ષિણ લેબનોનના કેટલાક વિસ્તારોમાં લોકોના ખિસ્સામાંથી પેજર અચાનક ફૂટવા લાગ્યા. લેબનોન મંગળવારના હુમલામાંથી ભાગ્યે જ બહાર આવ્યું હતું, જ્યારે બીજા દિવસે બુધવારે વોકી-ટોકી વિસ્ફોટમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ બંને હુમલા પાછળ ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદનો હાથ હોવાનું કહેવાય છે. પેજર અને વોકી-ટોકી વિસ્ફોટકોથી ભરેલી હતી.

Advertisement

આ પણ વાંચો:   Pager Blast in Lebanon : ઈઝરાયેલે યુદ્ધના નવા તબક્કાની કરી શરૂઆત, હિઝબુલ્લાને સ્પષ્ટ સંકેત

Tags :
Advertisement

.