Elon Musk ની કંપની ‘X’એ ભારત સરકાર સામે કર્યો કેસ,જાણો સમગ્ર મામલો
- X ભારત સરકાર સામે કર્યો કેસ
- કન્ટેન્ટ બ્લોક કરાવવાનો આરોપ
- કર્ણાટક હાઇકોર્ટમાં કેન્દ્ર કેસ કર્યો
Elon Musk: એલોન મસ્કની (Elon Musk)સોશિયલ મીડિયા કંપની 'X' (અગાઉ ટ્વિટર) એ ભારત સરકાર (Government of India)સામે કેસ દાખલ કર્યો છે. એક્સ કોર્પે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.અરજીમાં X એ કહ્યું હતું કે ભારત સરકાર IT એક્ટનો ઉલ્લેખ કરીને સામગ્રીને બ્લોક કરી રહી છે.કંપનીનું કહેવું છે કે આ નિયમ એક ગેરકાયદેસર અને અનિયમિત સેન્સરશીપ સિસ્ટમ બનાવે છે. જેના હેઠળ સામગ્રીને અવરોધિત કરવાથી પ્લેટફોર્મના સંચાલનને અસર થઈ રહી છે.
ઈલોન મસ્કની કંપની એક્સ કોર્પે કર્ણાટક હાઇકોર્ટમાં (Karnataka HighCourt)એક અરજી દાખલ કરીને કેન્દ્ર સરકાર સામે જ કેસ કર્યો છે. કંપનીએ ભારત સરકાર દ્વારા આઇટી અધિનિયમની ધારા 79 (3) (બી)ના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. કંપનીનો આરોપ છે કે સરકાર ગેરકાયદે તથા અનિયમિત સેન્સશીપ સિસ્ટમ બનાવી રહી છે. તથા X પર કોન્ટેન્ટ બ્લોક કરીને પ્લેટફોર્મનું સંચાલન પ્રભાવિત કરાઇ રહ્યું છે. નોંધનીય છે કે આ અરજીમાં 2015ના શ્રેયા સિંઘલ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું વર્ણન કરાયું છે.
આ પણ વાંચો - 'હમાસે સત્તા છોડી દેવી જોઈએ નહીંતર આપણે Gaza પર કબજો કરી લઈશું...', Israel રાજદૂતે ધમકી આપી
કેન્દ્ર સરકાર પણ મનફાવે તેમ કન્ટેન્ટ બ્લોક કરાવવાનો આરોપ
X કોર્પ કંપનીનું કહેવું છે કે સરકાર ધારા 79(3)(બી)ની ખોટી વ્યાખ્યા કરી રહી છે અને મનફાવે તેમ આદેશો આપી રહી છે, જે ધારા 69એના નિયમોનું ઉલ્લંઘન છે. કોન્ટેન્ટ હટાવવા માટે લેખિતમાં કારણ બતાવવું આવશ્યક છે અને આદેશ આપતા પહેલા સુનાવણીની વ્યવસ્થા કરવી જરૂરી છે. આટલું જ નહીં સરકારના આદેશને કાયદાકીય રીતે પડકાર પણ આપવાનો હક હોવો જોઈએ. જોકે સરકાર આ પ્રક્રિયાને નજરઅંદાજ કરી રહી છે. આ મામલે આગામી સુનાવણી 27મી માર્ચે થશે.
આ પણ વાંચો - Elon Musk & Grok Controversy: ગ્રોકે ખોટા સમાચાર ફેલાવતા મહા ખેલાડી એલન મસ્કને ગણાવતા મસ્ક મુશ્કેલીમાં મુકાયા
અગાઉ પણ આ જ મુદ્દે થયો હતો કેસ
નોંધનીય છે કે અગાઉ 2022માં પણ એક્સ કોર્પ કંપનીએ કેન્દ્ર સરકારના આદેશને કોર્ટમાં પડકાર આપ્યો હતો. તે સમયે કંપનીએ કહ્યું હતું કે સરકારના આદેશોમાં પારદર્શકતા નથી તથા અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.નોંધનીય છે કે બીજી તરફ કેન્દ્ર સરકાર પણ એક્સ કોર્પ કંપની સામે સવાલો ઉઠાવી રહી છે. કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ( X, અગાઉ ટ્વિટર ) પર AI ચેટબોટ ગ્રોક (Grok) દ્વારા સવાલના જવાબમાં અપશબ્દોના ઉપયોગનો મામલો ઉઠાવ્યો છે અને કંપની પાસે જવાબ માંગ્યો છે.