ડિલિવરી ડ્રાઈવર Starbucks ની એક ભૂલથી બન્યો કરોડપતિ
- વેઈટરની ભૂલથી લૂંટાયું Starbucks
- કોર્ટે ફટકાર્યો કરોડોનો દંડ
- ડિલિવરી ડ્રાઈવર બન્યો કરોડપતિ
Starbucks:કેલિફોર્નિયામાં એક વ્યક્તિ સ્ટારબક્સ(Starbucks)માંથી ખરીદેલી ગરમ ચા પીવાથી દાઝી ગયો, ત્યારબાદ કોર્ટે તેને 50 મિલિયન ડોલર($50 million lawsuit) (લગભગ 386 કરોડ રૂપિયા)નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ચા પીવાથી માઈકલ ગાર્સિયા એટલી ગંભીર રીતે દાઝી ગયા કે તેમને ત્વચા પ્રત્યારોપણ કરાવવું પડ્યું અને તેમના પર કાયમી ડાઘ રહી ગયા.એવો આરોપ છે કે કર્મચારીએ ઉકળતી ચાને ટ્રેમાં યોગ્ય રીતે ફીટ કરી ન હતી, જેના કારણે ચા તેની કમર અને જાંઘ પર પડી ગઈ અને તે થર્ડ ડિગ્રી બળી ગયો.
શું હતો શખ્સ
2020ની સાલમાં માઈકલ ગાર્સિયા નામના ડિલિવરી ડ્રાઈવરે સ્ટારબક્સ આઉટલેટમાંથી કોફી ખરીદી હતી પરંતુ કોફીનું પેકેટ ખુલ્લું રહી ગયું હતું જે ઢોળાતાં તેના પ્રાઈવેટ પાર્ટ પર ઈજા પહોંચી હતી. તેણે 3 સુપર સાઈઝ ડ્રિંક્સનો ઓર્ડર આપ્યો.રિપોર્ટ અનુસાર તે ત્રણ પીણાંમાંથી એક યોગ્ય રીતે પેક કરવામાં આવ્યું ન હતું. જ્યારે માઈકલે ટ્રે હાથમાં લીધી.ત્યારે ગરમ પીણું તેના ખોળામાં ઢોળાઈ ગયું. જેના કારણે તેના પ્રાઇવેટ પાર્ટ કમર અને જાંઘના અંદરના ભાગમાં થર્ડ ડિગ્રી બર્ન થઈ ગઈ હતી.આ પછી,તેમણે કોર્ટનો સંપર્ક કર્યો અને કેલિફોર્નિયાની એક કોર્ટે પીડિતાના પક્ષમાં ચુકાદો આપ્યો અને કંપની પર 50 મિલિયન ડોલરનો દંડ ફટકાર્યો.ભારતીય રૂપિયામાં આ રકમ 435 કરોડમાં થાય છે.
આ પણ વાંચો -Sunita Williams ને પૃથ્વી પર લાવનાર ડ્રેગન કેપ્સ્યુલની આ છે ખાસિયતો!
બેદરકારીનો દાવો દાખલ
ગાર્સિયાએ સ્ટારબક્સ સામે બેદરકારીનો દાવો દાખલ કર્યો, જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે કંપનીએ તેના ગ્રાહકોની સુરક્ષા અંગે ઘોર બેદરકારી દાખવી છે. ટ્રાયલ દરમિયાન રજૂ કરાયેલા સીસીટીવી ફૂટેજમાં ગાર્સિયા પીણું પકડી રાખ્યા પછી અસ્વસ્થતા અનુભવતા દેખાતા હતા, પરંતુ સ્ટાફે તેમને કોઈ વધારાના સલામતીનાં પગલાં પૂરા પાડ્યા ન હતા.લોસ એન્જલસ કાઉન્ટીની જ્યુરીએ ગાર્સિયાની તરફેણમાં ચુકાદો આપ્યો અને સ્ટારબક્સને $50 મિલિયનનું નુકસાન ચૂકવવાનો આદેશ આપ્યો. તેમના વકીલ, નિક રોલીએ જણાવ્યું હતું કે આ ચુકાદો સ્ટારબક્સની બેદરકારીને પ્રકાશિત કરે છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે એક મહત્વપૂર્ણ સંદેશ મોકલે છે.
આ પણ વાંચો -PM Modi’s Podcast: PM મોદીની વાતથી ખુશ થઈ ગયા 'ટ્રમ્પ'! શેર કર્યો પોડકાસ્ટનો Video
જ્યુરીનો નિર્ણય ખોટો હતો :સ્ટારબક્સ
જોકે, સ્ટારબક્સે આ નિર્ણય સાથે અસંમતતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેઓ ફરીથી અપીલ કરશે."અમે ગાર્સિયા પ્રત્યે સહાનુભૂતિ ધરાવીએ છીએ,પરંતુ જ્યુરીનો ચુકાદો ખોટો છે અને નુકસાન અવાસ્તવિક રીતે વધારે છે.કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.અમે અમારા ગ્રાહકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ.આ કિસ્સો ગ્રાહકોની સુરક્ષાને હળવાશથી લેતી બ્રાન્ડ્સ માટે ચેતવણી છે.સ્ટારબક્સે નિર્ણય સામે અપીલ કરી હોવા છતાં.આ ઘટનાએ નબળી ગ્રાહક સેવા અને સલામતીના પગલાંના અભાવ અંગે મોટી ચર્ચા જગાવી છે.