ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બ્રિટનમાં 19 રેલવે સ્ટેશનો પર Cyber Attack, આતંકી હુમલાની મળી ચેતવણી

બ્રિટનમાં મોટો સાયબર એટેક રેલવે સ્ટેશનો પર Wi-Fi હેક હેકર્સે આપી છે આતંકવાદી હુમલાની ધમકી તાજેતરમાં બ્રિટન (Britain) માં મોટા પાયે સાયબર એટેક (cyber attack) થયો છે, જેમાં 19 રેલવે સ્ટેશનો (19 railway stations) ના પબ્લિક વાઈ-ફાઈ નેટવર્ક (public...
07:43 AM Sep 27, 2024 IST | Hardik Shah
Cyber ​​attack on 19 railway stations in Britain

તાજેતરમાં બ્રિટન (Britain) માં મોટા પાયે સાયબર એટેક (cyber attack) થયો છે, જેમાં 19 રેલવે સ્ટેશનો (19 railway stations) ના પબ્લિક વાઈ-ફાઈ નેટવર્ક (public Wi-Fi network) ને હેક (Hack) કરવામાં આવ્યા છે. આ ઘટના બુધવારે બની, જેનો પ્રભાવ ગુરુવારે પણ જોવા મળ્યો હતો. મળી રહેલી માહિતી અનુસાર, હજુ સુધી આ નેટવર્ક રિકવર થયું નથી. આ ઘટના અંગે બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસ (BTP) તપાસ કરી રહી છે.

હેકર્સે આપી આતંકવાદી હુમલાની ચેતવણી

વિશેષ ધ્યાન દોરતી બાબત એ છે કે હેકર્સે Wi-Fi નેટવર્ક હેક કર્યું હતું અને આતંકવાદી હુમલાની ચેતવણી આપી હતી. રેલવે દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, લંડનના કેટલાક સ્ટેશનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જ્યારે મુસાફરો Wi-Fi પર લૉગ ઇન કરવા પ્રયાસ કરતા હતા, ત્યારે તેમને યુરોપમાં સંભવિત આતંકવાદી હુમલાઓ વિશેનો મેસેજ મળ્યો હતો. આ ચેતવણીઓથી યાત્રીઓમાં વ્યાપક ડર વ્યાપી ગયો હતો. જ્યારે અધિકારીઓને આ માહિતી મળી, ત્યારે તેઓએ તરત જ Wi-Fi સેવાઓને બંધ કરી દીધી હતી. આ ઘટના વૈશ્વિક સ્તરે સુરક્ષા ચિંતા ઊભી કરી રહી છે, કારણ કે એક તરફ લોકોની સુરક્ષાનો વિચાર, તો બીજી તરફ ટેક્નોલોજી પર આધારિત સમાજમાં આવા હુમલાઓના ખતરા વધી રહ્યા છે. રેલવેના પ્રવક્તાએ જણાવ્યું કે, “આ ઘટના સંપૂર્ણ રીતે તપાસવામાં આવશે. Wi-Fi તૃતીય પક્ષ દ્વારા પ્રદાન કરવામાં આવે છે, અને તેમાં કોઈ વ્યક્તિગત માહિતી એકત્રિત નથી થતી.” તેમ છતાં, બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ, આશા છે કે આ સપ્તાહના અંત સુધીમાં સેવાઓ પુનઃસ્થાપિત થશે.

મહિના પહેલા પણ ટ્રાન્સપોર્ટ ફોર લંડન પર થયો હતો cyber attack

આ હેકિંગ સંબંધિત માહિતી મુજબ, આ હુમલો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરના એક ઇન્સાઈડરના એકાઉન્ટથી કરવામાં આવ્યો છે. આ નેટવર્ક તૃતીય પક્ષ દ્વારા સંચાલિત છે. ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે આ મહિને પહેલા ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) પર પણ એક સાયબર એટેક થયો હતો, જેના કારણે યૂઝર્સની માહિતી લિક થઈ શકે તેવી આશંકા હતી. TfL હેકિંગ મામલે, વેસ્ટ મિડલેન્ડના એક કિશોરની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:  Dubai Aquarium માં ભારતીય પત્રકારની શરમજનક હરકત, જલપરીને Kiss....

Tags :
BritainBritain Railway StationBritish Transport PoliceBTPcyber attackCyber ​​attack on 19 railway stations in BritainCyberSecurityDigital societyGujarat FirstHackHardik ShahIncident InvestigationInsider accountInternet service providerISPLondonPublic Wi-Fi networkrailway stationsRecoverySecurity concernsSuspicious pop-upsTerrorist warningTfLThreat assessmentTransport for LondonUser data leakWi Fi HackWi-FiWi-Fi services
Next Article
Home Shorts Stories Videos