Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

China Taiwan: ચીનના પ્રખર વિરોધી લાઇ બન્યા તાઇવાનના રાષ્ટ્રપતિ, ચીનની મુશ્કેલીઓ વધી

China Taiwan: ચીન તાઈવાનના તણાવ વચ્ચે તાઈવાનની સત્તાધારી ડેમોક્રટિક પ્રોગ્રેસિવ પાર્ટીના વિલિયમ લાઈ ચિંગ-તે એ રાષ્ટ્રરપતિની ચૂંટણીમાં જીત મેળવી લીધી છે. લાઈ અને તેની પાર્ટી હંમેશાથી તાઇવાનને આઝાદ કરવા માટેની સમર્થન કરતા આવ્યા છે. તેવામાં હવે લાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી...
china taiwan  ચીનના પ્રખર વિરોધી લાઇ બન્યા તાઇવાનના રાષ્ટ્રપતિ  ચીનની મુશ્કેલીઓ વધી

China Taiwan: ચીન તાઈવાનના તણાવ વચ્ચે તાઈવાનની સત્તાધારી ડેમોક્રટિક પ્રોગ્રેસિવ પાર્ટીના વિલિયમ લાઈ ચિંગ-તે એ રાષ્ટ્રરપતિની ચૂંટણીમાં જીત મેળવી લીધી છે. લાઈ અને તેની પાર્ટી હંમેશાથી તાઇવાનને આઝાદ કરવા માટેની સમર્થન કરતા આવ્યા છે. તેવામાં હવે લાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લેતા ચીન અને તાઇવાન વચ્ચે તણાવ વધારે વધી શકે છે.

Advertisement

લાઇની જીત બાદ ચીનની પ્રતિક્રિયા સામે આવી

નોંધનીય છે કે, 24 વર્ષીય લાઈએ 23 મિનિયનની વસ્તી ધરાવતા દ્વીપ પર શનિવારે થયેલી ચૂંટણીમાં જીત મેળવી છે. તેમની જીત બાદ ચીનની પ્રતિક્રિયા સામે આવી છે. ચીને કહ્યું કે, ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી લોકોનું સિધુ પ્રતિનિધિત્વ નથી કરતી અને ભલે ગમે તે થઈ જાય પરંચુ તેનાથી ચીનની રી-યૂનિફિકેશન પર કોઈ અસર નહીં પડે.

લાઈ પોતાની તાઇવાનની આઝાદીનો પક્ષધર માને છે

ઉલ્લેખનીય છે કે, લાઈ અલગ તાઈવાનની ઓળખને સમર્થન કરે છે અને ચીન સાથે જોડાવાનો ચોખ્ખો વિરોધ કરે છે. ચીનની જગ્યાએ તે અમેરિકા સાથે સંબંધો વધારવાનો પક્ષમાં છે. આ જ કારણે ચીન આ પાર્ટીને અલગાવવાદી માને છે. એટલું જ નહીં પરંતુ 2017માં આવેલા એક બયાન પ્રમાણે ચીન લાઈને પોતાનો કટ્ટર દુશ્મન પણ માને છે. કારણે કે,લાઈ પોતાને તાઇવાનની આઝાદી માટેનો કાર્યકર્તા ગણાવ્યો હતો. જેના પર ચીન ભારે ભડકી ગયું હતું. જો કે, ચીને કેટલીય વાર કહ્યું છે કે તાઇવાનની આઝાદી માટે કોઈ પણ પગલું ભરવામાં આવશે તો તેને યુદ્ધનો સંકેટ માનવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: માયાવતીએ કહ્યું ના INDIA, કે ના NDA! અમે ચૂંટણી એકલા જ...

લાઇ ચીનના છે પ્રખર વિરોધી

નોંધનીય છે કે, શનિવારે થયેલી ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ લાઇએ પાતાના સમર્થકો સામે કહ્યું કે, "તાઇવાન વિશ્વના લોકતાંત્રિક દેશોની સાથે ચાલવાનું ચાલું રાખશે" આ સાથે સાથે લાઇએ દ્વીપની રક્ષા અને અર્શવ્યવસ્થાને મજબૂત કરવાની વાત કરી હતી, જે ચીન સાથેના વ્યાપાર પર સીધી રીતે અસર કરે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે બીજિંગ વાંરવાર ન માત્ર જીડીપી આલોચના કરી છે, પરંતુ લાઇ પર પણ કેટલીય વાર વ્યક્તિગત હુમલો કર્યો છે. આ પહેલા તાઇવાનના ઉપરાષ્ટ્રપતિના રૂપે લાઇએ આંતરરાષ્ટ્રીય સ્તર પર તાઇવાના હિતોની વાત કરી હતી.

Advertisement
Tags :
Advertisement

.