Bolivia Bus Accident: બોલિવિયામાં બે બસ વચ્ચે ભીષણ અકસ્માત,37 લોકોના મોત
- બોલિવિયામાં 2 બસ વચ્ચે સર્જાયો અકસ્માત
- અકસ્માતમાં 37 લોકોના મોત
- લગભગ 40 લોકો ઘાયલ થયા છે.
- ટક્કર બાદ એક બસ પલટી ગઈ હતી.
Bolivia Bus Accident:દક્ષિણ અમેરિકામાં દક્ષિણ બોલિવિયામાં (Bolivia Bus Accident) એક હાઇવે પર થયેલા માર્ગ અકસ્માતમાં 37 લોકોના મોત થયા છે. લગભગ 40 લોકો ઘાયલ થયા છે. બે બસો (Bus Accident)વચ્ચે ટક્કરને કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માત સંતુલન ગુમાવવાને કારણે થયો હતોજેના કારણે એક બસ ડિવાઇડર તોડીને બીજી લેનમાં આવી ગઈ અને બીજી બસ સાથે અથડાઈ ગઈ. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા
પોલીસ કમાન્ડર વિલ્સન ફ્લોરેસે અકસ્માતની પુષ્ટિ કરી અને કહ્યું કે એક બસના ડ્રાઇવરની હાલત ગંભીર છે અને બીજી બસના ડ્રાઇવરની હાલત હવે સ્થિર છે. ઘાયલ લોકો પણ ખતરાની બહાર છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે. અને મૃતકોના પરિવારજનોને જાણ કરાઇ છે.
Scenes after 2 buses headed to a carnival collided in Bolivia, killing 33 people on spot
Accident happened in Potosí region on the Uyuni Colchani route. Authorities suspect drivers were drunk. Investigation on #Bolivia #boliviana #uyuni pic.twitter.com/diIeUSInnI
— Nabila Jamal (@nabilajamal_) March 1, 2025
આ પણ વાંચો -UK Loan Support Ukraine: બ્રિટને યુક્રેનને આપ્યો ટેકો! આટલા અબજો ડોલરની આપી સહાય!
ડ્રાઇવરોના થશે ટેસ્ટ
એક મીડિયા અહેવાલ મુજબ પોલીસ કમાન્ડર વિલ્સન ફ્લોરેસે જણાવ્યું હતું કે આ અકસ્માત ઉયુની અને કોલચાની વચ્ચેના હાઈવે પર થયો હતો. અકસ્માતનો ભોગ બનેલી બસ ઉયુનીથી લગભગ 5 કિલોમીટર દૂર ઓરુરો શહેર તરફ જઈ રહી હતી જ્યાં લેટિન અમેરિકાના સૌથી મોટા તહેવારોમાંનો એક પ્રખ્યાત ઓરુરો કાર્નિવલ યોજાઈ રહ્યો હતો. લોકો આ કાર્નિવલમાં ભાગ લેવા જઈ રહ્યા હતા અને અકસ્માતનો ભોગ બન્યા. આ કાર્નિવલમાં હજારો લોકો ભાગ લેતા હોય છે. ત્યારે પોલીસ અધિકારીઓએ પ્રાથમિક તપાસના ભાગરૂપે બંને ડ્રાઇવરોના આલ્કોહોલ ટેસ્ટ કરવા માટે મોકલી અપાયા છે. જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમને કડક સજા આપવામાં આવશે.
આ પણ વાંચો -લંડન પહોંચતા જ નરમ પડ્યા ઝેલેન્સકી, કહ્યું- ટ્રમ્પના સમર્થન બદલ તેમનો આભારી છું
2 મહિનામાં 2 મોટા અકસ્માતો
બોલિવિયાના મીડિયામાં પ્રસારિત થયેલી તસવીરોમાં બસનો કાટમાળ દેખાઈ રહ્યો છે. ઇમરજન્સી ટીમોએ બંને વાહનો જપ્ત કર્યા છે. ઘાયલોને ઓરુરો અને પોટોસીની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી અને ઘાયલોની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. બોલિવિયાના પર્વતીય પોટોસી પ્રદેશમાં વારંવાર અકસ્માતો થાય છે. ગયા મહિને જ પોટોસી અને ઓરુરો વચ્ચે લગભગ 800 મીટર ઊંડી ખાડીમાં એક બસ પડી ગઈ. આ અકસ્માતમાં 30 થી વધુ લોકોના મોત થયા હતા. જાન્યુઆરીમાં આવી જ એક દુર્ઘટનામાં 19 લોકોના મોત થયા હતા.