Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UN માં ભારતે પાકિસ્તાને આપ્યો ધારદાર જવાબ, એસ. જયશંકરે કહ્યું - હવે માત્ર POK પર ચર્ચા થશે

શાહબાદ શરીફે સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મામલે આજીજી કરી ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આપ્યો ધારદાર જવાબ હવે પાકિસ્તાન સાથે માત્ર એક જ મુદ્દે વાતચીત થઈ શકે Bharat in UN: ભારતના ઉત્તરી ભાગના રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહીં ચે. જમ્મુ-કાશ્મીરમાં...
un માં ભારતે પાકિસ્તાને આપ્યો ધારદાર જવાબ  એસ  જયશંકરે કહ્યું   હવે માત્ર pok પર ચર્ચા થશે
  1. શાહબાદ શરીફે સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મામલે આજીજી કરી
  2. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આપ્યો ધારદાર જવાબ
  3. હવે પાકિસ્તાન સાથે માત્ર એક જ મુદ્દે વાતચીત થઈ શકે

Bharat in UN: ભારતના ઉત્તરી ભાગના રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહીં ચે. જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીમાં લોકોએ ઉલ્લાસભેર ભાગ લઈ રહ્યો છે, જે ભારત (Bharat) સરકાર માટે એક સકારાત્મક સંકેત છે. પાંચ વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી દેવામાં આવ્યો હતો. જેથી ભારત (Bharat)એ વારંવાર વિશ્વભરના દેશોને કહ્યું છે કે, કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય છે. આ ચૂંટણી દ્વારા મળેલી જનતાના પ્રતિસાદે આ સંદેશાને વધુ મજબૂત બનાવ્યો છે.

Advertisement

પાકિસ્તાન સામે મજબૂત રણનીતિ

નોંધનીય છે કે, ભારત સરકારની કાશ્મીર માટેની રણનીતિમાં મોટો ફેરફાર આવ્યો છે. ભારત વૈશ્વિક મંચ પર પડકાર ફેંકી રહ્યું છે કે, હવે પાકિસ્તાન સાથે માત્ર એક જ મુદ્દે વાતચીત થઈ શકે છે. તે છે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર. પાકિસ્તાને પણ ભારતની આ રણનીતિ સમજવાનું શરૂ કરી દીધું છે. એટલા માટે શનિવારે તેના પીએમ શાહબાદ શરીફ સંયુક્ત રાષ્ટ્રમાં આજીજી કરતા જોવા મળ્યા હતા.

Advertisement

પાકિસ્તાનને નિશ્ચિત પરિણામોનો ચેતવણી

શાહબાદ શરીફને જવાબ આપતા યુનાઇટેડ નેશન્સના સામાન્ય સંમેલનમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદનો ઉકેલ માત્ર પાકિસ્તાની કબ્જાનો ઉકેલ કરવાનો માર્ગ પસંદ કરવા પર જ આધારિત છે. તેમણે કહ્યું કે, ‘પાકિસ્તાનનો સીમાપારનો આતંકવાદ ક્યારેય સફળ નહીં થાય. તેના પરિણામો તેણે ભોગવવા પડશે.’ ખાસ કરીને વાત કરવામાં આવે તો પાકિસ્તાને ભારતે ધારદાર જવાબ આપ્યો છે.

આ પણ વાંચો: Israel-Hezbollah War: નસરલ્લાહના મોતની હિજબુલ્લાહે કરી પૃષ્ટી, ઇરાને બોલાવી OIC દેશોની બેઠક

Advertisement

પાકિસ્તાનનો સીમાપારનો આતંકવાદ ક્યારેય સફળ નહીં થાયઃ એસ. જયશંકર

વાસ્તવમાં, આ કદાચ પ્રથમ વખત છે કે પાકિસ્તાન સિવાય અન્ય કોઈ દેશે સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો નથી. વૈશ્વિક સ્તરે કાશ્મીર પ્રત્યે બદલાયેલા વલણથી પ્રોત્સાહિત ભારત હવે વધુ આક્રમક બન્યું છે. આ કારણથી યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીને સંબોધિત કરતી વખતે વિદેશી દેશોએ બેફામપણે કહ્યું કે, હવે ચર્ચા માત્ર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર થશે.

આ પણ વાંચો: Nepal Floods: મેઘ કહેર..!તમામ શાળા-કોલેજો 3 દિવસ માટે બંધ,60 લોકોના મોત

ભારતે વિશ્વને કોરોના વેક્સિન મોકલી સંદેશ આપ્યો છે

તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, મધ્ય પૂર્વમાં સ્થિતિ ચિંતાજનક છે. આજે વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ જોખમમાં છે. વિશ્વાસમાં ઘટાડો થયો છે. બહુપક્ષીયતામાં સુધારો જરૂરી છે. તેમણે કહ્યું કે વિશ્વની સમસ્યાઓ વધુ સારી રીતે ઉકેલી શકાય છે. મુશ્કેલ સમયમાં લોકોમાં આશા જગાડવી મહત્વપૂર્ણ છે. મોટા ફેરફારો શક્ય છે. આ પહેલા તેમણે નમસ્કારથી સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે ડિજિટલ દ્વારા ભારતીયોના જીવનમાં આવેલા પરિવર્તનનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે જ્યારે ભારત ચંદ્ર પર પહોંચ્યું અને વિશ્વને વેક્સિન મોકલી તો તેનો એક સંદેશ છે. શાંતિ અને વિકાસ સાથે ચાલવો જોઈએ. તેમણે કહ્યું કે સંઘર્ષનો ઉકેલ લાવવો જોઈએ. વિશ્વએ યુક્રેન યુદ્ધ અને ગાઝા સંઘર્ષનો ઝડપથી ઉકેલ શોધવો જોઈએ.

આ પણ વાંચો: ACB Trap : લાખોની લાંચ લેતા પકડાયેલા વકીલના કેસમાં જજ થયા સસ્પેન્ડ

Tags :
Advertisement

.