ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Bangladesh એ India ને લખ્યો પત્ર, કરી એવી માગ કે...

શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે બાંગ્લાદેશે રાજદ્વારી સંદેશ મોકલ્યો તખ્તાપલટ બાદ શેખ હસીનાની પરતફેરની ચર્ચા ગરમાયી Bangladesh ના વચગાળાના PM યૂનુસનો મોટો નિર્ણય બાંગ્લાદેશ (Bangladesh)માં મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે ભારત સરકારને પત્ર લખ્યો છે. આ પત્રમાં બાંગ્લાદેશે (Bangladesh)...
05:44 PM Dec 23, 2024 IST | Dhruv Parmar
featuredImage featuredImage
  1. શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે બાંગ્લાદેશે રાજદ્વારી સંદેશ મોકલ્યો
  2. તખ્તાપલટ બાદ શેખ હસીનાની પરતફેરની ચર્ચા ગરમાયી
  3. Bangladesh ના વચગાળાના PM યૂનુસનો મોટો નિર્ણય

બાંગ્લાદેશ (Bangladesh)માં મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે ભારત સરકારને પત્ર લખ્યો છે. આ પત્રમાં બાંગ્લાદેશે (Bangladesh) પદભ્રષ્ટ PM શેખ હસીનાને પરત અથવા પ્રત્યાર્પણની માંગ કરી છે. બાંગ્લાદેશ (Bangladesh)ની વચગાળાની સરકારમાં શેખ હસીના વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે. તમને જણાવી દઈએ કે, શેખ હસીના ઓગસ્ટના અંતમાં બાંગ્લાદેશ (Bangladesh)માં તખ્તાપલટ બાદ ભારત આવ્યા હતા. જો કે, તેણે બાંગ્લાદેશ (Bangladesh)ના PM પદ પરથી રાજીનામું આપ્યું છે કે નહીં તેની પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

રાજદ્વારી સંદેશ મોકલ્યો...

બાંગ્લાદેશ (Bangladesh)ની વચગાળાની સરકારે સોમવારે માહિતી આપી હતી કે તેણે શેખ હસીનાને ઢાકા પરત મોકલવા માટે રાજદ્વારી સંદેશ મોકલ્યો છે. બાંગ્લાદેશ (Bangladesh)ની વચગાળાની સરકારમાં વિદેશ મંત્રી તૌહીદ હુસૈને કહ્યું, "અમે ભારત સરકારને રાજદ્વારી સંદેશ મોકલ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેને (હસીના) બાંગ્લાદેશમાં ન્યાયિક પ્રક્રિયા માટે ઢાકા પરત મોકલવામાં આવે."

આ પણ વાંચો : US : ટ્રમ્પ સરકારમાં ભારતીયોનો દબદબો! શ્રીરામ કૃષ્ણનને વ્હાઈટ હાઉસમાં AI ની મળી જવાબદારી

બાંગ્લાદેશે પ્રત્યાર્પણ સંધિ માટે દલીલ કરી હતી...

અગાઉ, બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના સલાહકાર જહાંગીર આલમે પણ માહિતી આપી હતી કે તેમના કાર્યાલયે બરતરફ કરાયેલી PM હસીનાના પ્રત્યાર્પણ માટે વિદેશ મંત્રાલયને પત્ર પણ મોકલ્યો છે. તેની પ્રક્રિયા ચાલી રહી છે. ગૃહ મંત્રાલયના સલાહકાર જહાંગીર આલમે દાવો કર્યો છે કે ઢાકા અને નવી દિલ્હી વચ્ચે પ્રત્યાર્પણ સંધિ પહેલાથી જ અસ્તિત્વમાં છે. આ સંધિ હેઠળ શેખ હસીનાને બાંગ્લાદેશ પરત લાવી શકાય છે.

આ પણ વાંચો : બ્રાઝિલના ગ્રામાડો શહેરમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 10 લોકોના મોત; 12 ઈજાગ્રસ્ત

શેખ હસીના ભારતમાં રહે છે?

ગત ઓગસ્ટ, બાંગ્લાદેશમાં મોટા પાયે વિરોધ અને હિંસા વચ્ચે, બાંગ્લાદેશના PM શેખ હસીનાએ 5 ઓગસ્ટે દેશ છોડી દીધો હતો. ત્યારથી તે ભારતમાં નિર્વાસિત જીવન જીવી રહી છે. શેખ હસીના અને તેમની સરકારના મંત્રીઓ પર માનવતા અને નરસંહાર વિરુદ્ધના ગુનાઓ અને ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Kuwait નાં સર્વોચ્ચ સન્માનથી PM Modi સન્માનિત, જાણો 'The Order of Mubarak Al Kabeer' વિશે

Tags :
BangladeshDhruv ParmarGUJARAT FIRST NEWSGujarati NewsIndiaIndia-BangladeshMuhammad YunusNationalSheikh HasinaSheikh Hasina BangladeshSheikh Hasina extraditionworld