ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Bangladesh: ભારતે બાંગ્લાદેશને આપ્યો ઝટકો,ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા કરી બંધ

ભારતે બાંગ્લાદેશને આપ્યો ઝટકો ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા પાછી ખેંચી ભારતના વેપાર હિતોને પ્રાથમિકતા અપાઈ યુનુસના વિવાદાસ્પદ બાદ ભારતે આ પગલું ભર્યું Bangladesh : ભારતે 8 એપ્રિલથી બાંગ્લાદેશને આપવામાં આવેલી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા (Bangladesh Transshipment Facility)પાછી ખેંચી લીધી છે. આ નિર્ણયથી ભારતીય...
08:03 PM Apr 09, 2025 IST | Hiren Dave
featuredImage featuredImage
Bangladesh Transshipment Facility

Bangladesh : ભારતે 8 એપ્રિલથી બાંગ્લાદેશને આપવામાં આવેલી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા (Bangladesh Transshipment Facility)પાછી ખેંચી લીધી છે. આ નિર્ણયથી ભારતીય (India)બંદરો પર ભીડ, વિલંબ અને ખર્ચમાં વધારાનો પ્રશ્ન ઉકેલાશે. બાંગ્લાદેશને હવે પોતાના બંદરો પર આધાર રાખવો પડશે. જે તેની નિકાસને અસર કરી શકે છે. બાંગ્લાદેશી નેતા મોહમ્મદ યુનુસના વિવાદાસ્પદ નિવેદન બાદ ભારતે આ પગલું ભર્યું છે. જેમાં ભારતના વેપાર હિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે.

યુનુસ પર ભારતનો પડ્યો હથોડો

ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યો અંગે બાંગ્લાદેશના વડા મોહમ્મદ યુનુસની બડાઈ મોંઘી સાબિત થઈ છે. બાંગ્લાદેશને આંચકો આપતાં, ભારતે બાંગ્લાદેશને આપવામાં આવતી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા પાછી ખેંચવાનો મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય 8 એપ્રિલથી અમલમાં આવ્યો છે. વિદેશ મંત્રાલય (MEA) એ સ્પષ્ટતા કરી છે કે આ સુવિધા ભારતીય બંદરો અને એરપોર્ટ પર અતિશય ભીડ, લોજિસ્ટિકલ વિલંબ અને ખર્ચમાં વધારોનું કારણ બની રહી છે. જેના કારણે ભારતની પોતાની નિકાસ પર અસર પડી રહી છે.

આ પણ  વાંચો -US-China Trade War: USA અને ચીન વચ્ચે ટ્રેડ વોર, ડ્રેગને અમેરિકા પર લગાવ્યો 84 ટકા ટેરિફ

આ ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા શું હતી?

ટ્રાન્સ-શિપમેન્ટનો અર્થ એ છે કે, એક દેશથી બીજા દેશમાં માલ ખસેડવા માટે ત્રીજા દેશના બંદર, એરપોર્ટ અથવા પરિવહન સુવિધાનો કામચલાઉ ઉપયોગ. ભારતે બાંગ્લાદેશને આ સુવિધા પૂરી પાડી હતી. જેથી બાંગ્લાદેશ ભારતીય બંદરો અથવા એરપોર્ટ દ્વારા વિશ્વના બાકીના ભાગોમાં પોતાનો માલ મોકલી શકે અને કેટલાક કિસ્સાઓમાં ભારતીય બંદરો પર પણ પોતાનો માલ ઉતારી શકે. ઉદાહરણ તરીકે, બાંગ્લાદેશથી માલ કોલકાતા બંદર અથવા મુંબઈ બંદર દ્વારા યુરોપ, અમેરિકા અથવા આફ્રિકા મોકલવામાં આવતો હતો. તે જ સમયે, ચેન્નાઈ એરપોર્ટથી કેટલીક હેરફેર પણ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય બાંગ્લાદેશને ટેકો આપવાનો હતો. કારણ કે તેના કેટલાક બંદરો અને લોજિસ્ટિક્સ માળખામાં મર્યાદાઓ છે.

આ પણ  વાંચો -ભારતને મળશે 26 રાફેલ એરક્રાફ્ટ, ફ્રાન્સ સાથે 63000 કરોડની ડિફેન્સ ડીલને મળશે મંજૂરી

શું આ બાંગ્લાદેશને સંપૂર્ણપણે લાગુ પડે છે?

ના, ભારતે સ્પષ્ટતા કરી છે કે આ પ્રતિબંધ ફક્ત એવા ટ્રાન્સ-શિપમેન્ટ પર લાગુ થશે જે ભારતીય બંદરો/એરપોર્ટ દ્વારા ત્રીજા દેશોમાં જઈ રહ્યા છે. પરંતુ બાંગ્લાદેશથી નેપાળ અને ભૂટાન જતા માલ પર કોઈ પ્રતિબંધ નથી, જે ભારતીય પ્રદેશમાંથી પસાર થાય છે. બાંગ્લાદેશને હવે તેના માલના વહન માટે ચિત્તાગોંગ અથવા મોંગલા બંદર પર આધાર રાખવો પડશે. આનાથી લોજિસ્ટિક્સ ખર્ચ અને શિપિંગનો સમય વધી શકે છે. બાંગ્લાદેશના નાના અને મધ્યમ નિકાસકારોને ખાસ સમસ્યાઓનો સામનો કરવો પડશે. ભારતીય બંદરો અને એરપોર્ટ પર દબાણ ઘટશે. ભારતીય નિકાસકારોને રાહત મળશે. આ નિર્ણય સ્થાનિક વ્યાપારિક હિતોને પ્રાથમિકતા આપવાની નીતિ પણ દર્શાવે છે. મોહમ્મદ યુનુસે ચીનમાં કહ્યું હતું કે બંગાળની ખાડી તેમની છે અને હવે આ નિર્ણયથી તેઓ સમજી શકશે કે હિંદ મહાસાગર દ્વારા વેપાર કરવા માટે ભારતની દયાની જરૂર છે.

Tags :
BangladeshBangladesh Transshipment FacilityIndiaMuhammad Yunus Bangladesh