Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bangladesh: સુપ્રીમ કોર્ટેનો મહત્વનો નિર્ણય,નોકરીમાં ક્વોટા કર્યો રદ્દ

Bangladesh: પાડોશી દેશ બાંગ્લાદેશ(Bangladesh )માં છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી જે અનામત પ્રથા વિરોધી હિંસક તાંડવ થઈ રહ્યું છે. તેને લઈ સુપ્રીમ કોર્ટે આજે મહત્ત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે સરકારી નોકરીના અરજદારો માટે વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમમાં કાપ મૂકી દીધો...
bangladesh  સુપ્રીમ કોર્ટેનો મહત્વનો નિર્ણય નોકરીમાં ક્વોટા કર્યો રદ્દ

Bangladesh: પાડોશી દેશ બાંગ્લાદેશ(Bangladesh )માં છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી જે અનામત પ્રથા વિરોધી હિંસક તાંડવ થઈ રહ્યું છે. તેને લઈ સુપ્રીમ કોર્ટે આજે મહત્ત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે સરકારી નોકરીના અરજદારો માટે વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમમાં કાપ મૂકી દીધો છે. આ ક્વોટાને લીધે દેશભરમાં અશાંતિ ફેલાઈ હતી.

Advertisement

ટીવી ચેનલની ઓફિસમાં આગચંપી કરી

પોલીસ અને વિરોધ પ્રદર્શનકારીઓ વચ્ચે ઠેર-ઠેર હિંસક ઝડપો સર્જાઈ હતી. જેમાં કુલ 133 લોકોનાં મોત થઈ ચુક્યા હતા. જેથી સરકારે કર્ફયૂ લાદીને દેખો ત્યાં ઠારના આદેશ આપી દીધા હતા. બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટના ક્વોટા કાપના નિર્ણયને લીધે કદાચ હિંસક તોફાનો બંધ થઈ જશે. અને સ્થિતિ ફરી પૂર્વવત થાય તેવી શક્યતા છે.

30 ટકા ક્વોટાનો નિર્ણય પાછો ફર્યો

સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયમાં 93 ટકા સરકારી નોકરીઓ મેરિટ આધારિત સિસ્ટમના આધારે ફાળવવાનો આદેશ આપ્યો હતો, જ્યારે બાકીની 7 ટકા નોકરીઓ અન્ય કેટેગરીઓ અને બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં લડનારા લડવૈયાઓના સંબંધીઓ માટે છોડી દેવામાં આવી હતી. 1971માં અગાઉ, સિસ્ટમે આવી 30 ટકા નોકરીઓ યુદ્ધ નિવૃત્ત સૈનિકોના સંબંધીઓ માટે અનામત કરી હતી.

Advertisement

બાંગ્લાદેશમાં હિંસક પ્રદર્શનનું કારણ શું છે?

બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીના સરકારે સ્વાતંત્ર્ય સંગ્રામના પરિવારોને નોકરીમાં અનામત આપવાની જાહેરાત કરી છે. દેશમાં સેનાનીઓને અનામત આપવાના વિરોધમાં મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ માર્ગો પર ઉતરી પડી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન અત્યંત હિંસાત્મક થઈ ગયું છે. આ ઉપરાંત તોડફોડ અને આગચંપી પણ કરવામાં આવી રહી છે. સમગ્ર બાંગ્લાદેશ હિંસામાં ધકેલાઈ ચુક્યું છે.

અનામતની પ્રથા અમલમાં છે

વડાપ્રધાન શેખ હસીનાએ પ્રદર્શનકારીઓની હત્યાને વખોડી બાંગ્લાદેશના વડાપ્રધાન હસીનાએ ગુરુવારે રાત્રે વિરોધીઓની "હત્યા"ની ટીકા કરી અને પ્રતિજ્ઞા લીધી કે જવાબદારોને તેમના રાજકીય જોડાણને ધ્યાનમાં લીધા વિના સજા કરવામાં આવશે.

Advertisement

ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી

બાંગ્લાદેશની સ્થિતિને જોતા ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી છે અને ભારતીય લોકો ખાસ કરીને વિદ્યાર્થીઓને સાવધાની વર્તવાનું કહેવાયું છે. ભારત સરકાર બાંગ્લાદેશમાં રહેતા ભારતીયોને પોતાના રૂમમાંથી બહાર નહીં જવાની સલાહ આપી છે. ઉપરાંત કહેવાયું છે કે ભારતીય હાઈ કમિશનરના સંપર્કમાં રહે. વળી ઈમરજન્સી નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ  વાંચો  -MADHYA PRADESH : પાલતુ કુતરાના ભસવા સામે વાંધો ઉઠાવ્યો તો કુતરાના માલિકોએ લીધો વ્યક્તિનો જીવ, જાણો શું છે ઘટના

આ પણ  વાંચો  -KEDARNATH માં ભૂસ્ખલન થતાં 3ના મોત અને ગુજરાતના 3 ભક્તો ઘાયલ

આ પણ  વાંચો  -Kangana Ranaut હવે જઈ શકે છે જેલમાં! જાવેદ અખ્તર સાથે સંકળાયેલો છે મામલો

Tags :
Advertisement

.