Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AYODHYA IN THAILAND : થાઈલેન્ડમાં પણ અયોધ્યા, અહી વિવિધ ધર્મના લોકો છે રામ ભક્ત

અહેવાલ - રવિ પટેલ  ઉત્તર પ્રદેશની અયોધ્યાની જેમ થાઈલેન્ડમાં પણ અયોધ્યા છે. આ સ્થળનું નામ માત્ર અયોધ્યા જ નથી, પરંતુ અહીંના રાજાઓના નામ પર પણ રામનું બિરુદ છે, જે અહીંની જૂની પરંપરા છે. થાઈલેન્ડમાં અયુથયા શહેરનું નામ પ્રાચીન ભારતીય શહેર...
01:34 PM Dec 27, 2023 IST | Harsh Bhatt

અહેવાલ - રવિ પટેલ 

ઉત્તર પ્રદેશની અયોધ્યાની જેમ થાઈલેન્ડમાં પણ અયોધ્યા છે. આ સ્થળનું નામ માત્ર અયોધ્યા જ નથી, પરંતુ અહીંના રાજાઓના નામ પર પણ રામનું બિરુદ છે, જે અહીંની જૂની પરંપરા છે. થાઈલેન્ડમાં અયુથયા શહેરનું નામ પ્રાચીન ભારતીય શહેર અયોધ્યા પરથી રાખવામાં આવ્યું છે. અહીં એક એવો વંશ છે, જેના દરેક રાજાને રામનો અવતાર માનવામાં આવે છે. આટલું જ નહીં, આ શહેરમાં વિવિધ ધર્મના લાખો રામ ભક્તો છે, થાઈલેન્ડની આ અયોધ્યા કેમ છે ખાસ.

થાઈલેન્ડમાં અયોધ્યા

થાઈલેન્ડ ભલે ભારતની સીમાઓથી જોડાયેલા ન હોય પરંતુ તે હિંદુ ધર્મથી પ્રેરિત છે. અહીં રાજા રામને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. અહીં વાલ્મિકી દ્વારા લખાયેલી રામાયણને મહાકાવ્ય માનવામાં આવે છે. આ સ્થળ છોપ્રયા પાલાક અને લોબપુરી નદીની વચ્ચે આવેલું છે અને આ જગ્યાનું નામ ભારતની અયોધ્યાથી પ્રેરિત અયુથ્થયા છે.

કેવી રીતે વસ્યું આ નગર

કહેવાય છે કે, ભગવાન રામ થાઈલેન્ડની ધરતી પર કદી આવ્યા જ નહોતા. ભારતમાંથી ઘણી તમિલો અહીં આવીને વસ્યા છે. તમિલ લોકોએ અહીં વસીને હિંદુ ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો. અહીંના રાજા પણ ભગવાન રામ પર વિશ્વાસ કરવા લાગ્યા. વર્ષ 1360 સુધી અહીં બૌદ્ધ ધર્મ પાળવો જરૂરી હતો, પરંતુ જ્યારે રાજાએ જોયું કે સ્થાનિકો ભગવાન રામમાં પણ ખૂબ શ્રદ્ધા ધરાવે છે તો તેઓ પણ શ્રીરામમાં માનવા લાગ્યા.

થાઈલેન્ડનો રાષ્ટ્રીય ગ્રંથ આજે પણ ‘રામાયણ’

થાઈલેન્ડનું પ્રાચીન નામ ‘સિયામ’ હતું. ઈ.સ. 1612 સુધી સિયામની રાજધાની અયોધ્યા હતી. અહીંના સ્થાનિકો ત્યાંની ભાષામાં અયોધ્યાને અયુથ્થયા કહે છે. થાઈલેન્ડનો રાષ્ટ્રીય ગ્રંથ આજે પણ ‘રામાયણ’ છે. જેને અહીંની થાઈ ભાષામાં ‘રામિકિન્ને’ કહેવાય છે. તેનો અર્થ થાય છે રામની કીર્તિ. થાઈલેન્ડમાં રામિકિન્ને આધારિત નાટક અને કઠપૂતળીઓના પ્રદર્શનને ધાર્મિક કાર્ય માનવામાં આવે છે.

આ પણ વાંચો -- ભારત અને રશિયાના સંબંધ હંમેશાં મજબૂત રહેશે: વિદેશમંત્રી એસ. જયશંકર

Tags :
AyodhyaayutthayaHistoryIndiaramayanShree RamThailand
Next Article