Tulsi Gabbard : અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડની જાહેરાત
- અમેરિકન સાંસદ તુલસી ગબ્બાર્ડની એક્સ પર પોસ્ટ
- અમે ભારત સાથે મજબૂતીથી ઊભા છીએઃ તુલસી ગબ્બાર્ડ
- ભારત પર ભયાવહ ઈસ્લામિક આતંકવાદી હુમલો થયોઃ ગબ્બાર્ડ
- અમે વડાપ્રધાન મોદી અને ભારતની જનતા સાથેઃ ગબ્બાર્ડ
Tulsi Gabbard: પહેલગામમાં થયેલો આ આતંકવાદી હુમલો (PahalgamTerroristAttack)કાશ્મીરમાં અત્યાર સુધીના સૌથી ક્રૂર હુમલાઓમાંનો એક છે, જેમાં 26 પ્રવાસીઓને નિશાન બનાવીને માર્યા ગયા હતા. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે હુમલા માટે જવાબદાર લોકોને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. આ વિસ્તારમાં સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને (DNI)એલર્ટ પર રાખવામાં આવી છે.
ડિરેક્ટર તુલસી ગબાર્ડની જાહેરાત
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સમર્થન મળી રહ્યું છે. આ ક્રમમાં અમેરિકાએ એક મોટી જાહેરાત કરી છે. અમેરિકાએ કહ્યું છે કે તે પહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં ભારતને મદદ કરશે. ટ્રમ્પ વહીવટીતંત્રમાં નેશનલ ઇન્ટેલિજન્સ (DNI) ના ડિરેક્ટર તુલસી ગબાર્ડ (Tulsi Gabbard)દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે આ ભયાનક હુમલાની સખત નિંદા કરી અને ભારતના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી.
આ પણ વાંચો -આતંક મુદ્દે પાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસિફની બેશર્મીથી કબૂલાત
ભારતના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી
તુલસી ગબાર્ડે તેના X એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું, "પહલગામમાં 26 હિન્દુઓને નિશાન બનાવીને માર્યા ગયેલા આ ભયાનક ઇસ્લામિક આતંકવાદી હુમલા બાદ અમે ભારત સાથે છીએ. મારી પ્રાર્થના અને ઊંડી સંવેદના તે લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. અમે તમારી સાથે ઉભા છીએ અને આ જઘન્ય હુમલા માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવામાં તમારું સમર્થન કરીએ છીએ." તમને જણાવી દઈએ કે પહેલગામમાં થયેલો આ આતંકવાદી હુમલો કાશ્મીરમાં અત્યાર સુધીના સૌથી બર્બર હુમલાઓમાંનો એક છે, જેમાં 26 પ્રવાસીઓને નિશાન બનાવીને માર્યા ગયા હતા. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે હુમલા માટે જવાબદાર લોકોને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. આ વિસ્તારમાં સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. ભારતે આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો પણ લગાવ્યા છે.
આ પણ વાંચો -Pahalgam Terror Attack: આતંકવાદ સામેની લડાઈમાં ભારતને અમેરિકાનું ખુલ્લુ સમર્થન
ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે ફોન પર વાત કરી
આ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે ભારતને અમેરિકાનો સંપૂર્ણ ટેકો છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "કાશ્મીરથી ખૂબ જ ચિંતાજનક સમાચાર આવ્યા છે. આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે મજબૂતીથી ઉભું છે. અમે માર્યા ગયેલા લોકોના આત્માની શાંતિ અને ઘાયલોના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ. વડા પ્રધાન મોદી અને ભારતના અવિશ્વસનીય લોકો પ્રત્યે અમારું સંપૂર્ણ સમર્થન અને ઊંડી સંવેદના."ટ્રમ્પે બુધવારે વડા પ્રધાન મોદીને ફોન કરીને સંવેદના વ્યક્ત કરી અને સંપૂર્ણ સમર્થન આપ્યું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પે આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે અને આ જઘન્ય હુમલાના ગુનેગારોને ન્યાય અપાવવામાં ભારતને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. ભારત અને અમેરિકા આતંકવાદ સામેની લડાઈમાં સાથે ઉભા છે.