Donald Trump ને રાષ્ટ્રપતિ બનાવી પછતાઈ રહ્યા છે અમેરિકનો, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
- ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનાવવાનો અમેરિકરોને અફસોસ
- CBS દ્વારા કરાયેલા સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
- ટ્ર્પના નિર્ણયોથી અમેરિકનો નાખુશ
Shocking revelations in the survey : અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી, ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. આમાં મુખ્યત્વે યુક્રેનમાં સૈન્ય પુરવઠો રોકવાનો અને ટેરિફની જાહેરાતનો સમાવેશ થાય છે. ટ્રમ્પ અને તેમના સમર્થકો આ નિર્ણયોને અમેરિકાની પ્રગતિ સાથે જોડી રહ્યા છે, પરંતુ અમેરિકન લોકો ટ્રમ્પના આ નિર્ણયોથી ખુશ નથી જણાઈ રહ્યા.
સર્વેમાં ચોંકાવનારા ખુલાસા
અમેરિકન મીડિયા CBSએ એક સર્વે હાથ ધર્યો છે, જેમાં અમુક ચોંકાવનારા ખુલાસા થયા છે. આ સર્વે મુજબ, અમેરિકાના લોકોનું કહેવું છે કે ટ્રમ્પ જે કામ માટે આવ્યા હતા તે સિવાય બાકીનું બધું જ કરી રહ્યા છે. અમેરિકન લોકો કહે છે કે જો ટ્રમ્પ મોંઘવારીમાંથી રાહત આપવાનો નિર્ણય લે તો જ કંઈક થઈ શકે.
ટ્રમ્પને સત્તા સોંપવાનો અમેરિકનોને અફસોસ
સીબીએસ દ્વારા સર્વે કરાયેલા 82 ટકા અમેરિકનોએ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે અર્થતંત્રમાં સુધારા વિશે વાત થવી જોઈએ. 80 ટકા લોકોએ કહ્યું કે સરકારે મોંઘવારીમાંથી રાહત આપવા માટે કામ કરવું જોઈએ. તેવી જ રીતે 59 ટકા લોકો ટેક્સમાં છૂટ ઇચ્છે છે. 51 ટકા લોકો માટે મેક્સિકો સરહદ એક મુદ્દો છે. તે જ સમયે, સર્વેમાં સામેલ 73 ટકા લોકોએ કહ્યું કે ટ્રમ્પ મેક્સિકો સરહદ વિવાદને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. 69 ટકા અમેરિકનોનું માનવું છે કે ટ્રમ્પ સરકાર નોકરીઓ છીનવી લેવામાં વધુ રસ ધરાવે છે. સર્વેમાં સામેલ 29 ટકા લોકોને લાગે છે કે ટ્રમ્પ મોંઘવારી અંગે ગંભીર છે.
આ પણ વાંચો : શું બાંગ્લાદેશ તુર્કી ડ્રોનથી ભારત પર નજર રાખી રહ્યું છે? પાકિસ્તાન સાથેના સંબંધોએ ચિંતા વધારી!
સર્વેની પેટર્ન પર એક નજર
જો આપણે સર્વેની પેટર્ન પર નજર કરીએ, તો તે સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પ અમેરિકનો જે ઇચ્છે છે તેનાથી બિલકુલ ઉલટુ કરી રહ્યા છે. ઘણા અમેરિકન લોકો ટ્રમ્પની વિદેશ નીતિમાં કરવામાં આવેલા ફેરફારો સાથે સહમત નથી. 42 ટકા અમેરિકનોએ સર્વેમાં કહ્યું કે, જે વિદેશ નીતિ ટ્રમ્પ અપનાવી રહ્યા છે તેનાથી દેશની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. જ્યારે 31 ટકા લોકોએ કહ્યું કે વિદેશ નીતિ સારી છે. આ સર્વેમાં સામેલ 52 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ યુક્રેનની સાથે છે. માત્ર 4 ટકા લોકોએ રશિયાને સમર્થન આપ્યું હતું. આ સર્વે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરી તે પહેલા હાથ ધરવામાં આવ્યો હતો.
યુક્રેનનું સમર્થન કરનારા લોકોનું કહેવું છે કે ટ્રમ્પ ઝેલેન્સકીને બદલે પુતિનને સમર્થન આપી રહ્યા છે જે ખોટું છે. 51 ટકા અમેરિકન નાગરિકોએ કહ્યું કે યુક્રેનને શસ્ત્રોનો સપ્લાય બંધ કરવો એ યોગ્ય નથી. જ્યારે ટ્રમ્પ સત્તામાં આવ્યા, ત્યારથી તેમના નજીકના મિત્ર એલોન મસ્ક વ્હાઇટ હાઉસમાં સક્રિય છે. ઉદ્યોગપતિ મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પની જોડી અમેરિકન નાગરિકોને પસંદ નથી આવી રહી.
આ પણ વાંચો : જર્મનીમાં કાર્નિવલની ભીડ પર કાર ફરી વળી, 2 ના મોત; અનેક ઘાયલ