Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

America: અમેરિકાએ પોતાના નાગરિકોને રશિયા ના જવાની આપી ચેતવણી, જાણો શું છે મામલો?

America: રશિયામાં આવેલા અમેરિકી દુતાવાસે આગામી 48 કલાકમાં રશિની રાજધાની મોસ્કો પર સંભવિત ખતરાને લઈને ચેતવણી આપી હતીં. અમેરિકી અધિકારીઓને એક ખુફિયા રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો, કેટલાક ઉગ્રવાદી સંગઠનો મોસ્કોમાં ગીચ વિસ્તારો અને કોન્સર્ટ સહિતના મોટા મેળાવડાઓને નિશાન બનાવી...
america  અમેરિકાએ પોતાના નાગરિકોને રશિયા ના જવાની આપી ચેતવણી  જાણો શું છે મામલો

America: રશિયામાં આવેલા અમેરિકી દુતાવાસે આગામી 48 કલાકમાં રશિની રાજધાની મોસ્કો પર સંભવિત ખતરાને લઈને ચેતવણી આપી હતીં. અમેરિકી અધિકારીઓને એક ખુફિયા રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો, કેટલાક ઉગ્રવાદી સંગઠનો મોસ્કોમાં ગીચ વિસ્તારો અને કોન્સર્ટ સહિતના મોટા મેળાવડાઓને નિશાન બનાવી હુમલાની યોજના બનાવી રહ્યા હોવાનું માનવામાં આવે છે. આ નિકટવર્તી ખતરાને ધ્યાનમાં રાખીને દૂતાવાસે રશિયામાં હાજર અમેરિકન નાગરિકોને સાવચેતી રાખવા અને ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવા વિનંતી કરી છે.

Advertisement

અમેરિકી વિદેશ મંત્રાલયે આપી ચેતવણી

અમેરિકી દુતાવાસ તરફથી આ ચેતવણી મોસ્કોમાં અમેરિકી રાજદૂત લીન ટ્રેસીને રશિયન વિદેશ મંત્રાલય દ્વારા બોલાવવામાં આવ્યા બાદ આવી છે. બેઠક દરમિયાન, રશિયન અધિકારીઓએ દેશની આંતરિક બાબતોમાં દખલગીરીનો આરોપ લગાવીને રશિયામાં ત્રણ અમેરિકી સંસ્થાઓની પ્રવૃત્તિઓને બંધ કરવાની માંગ કરી હતી. વધુમાં, રશિયાએ વધતા તણાવ વચ્ચે અમેરિકી રાજદ્વારીઓની સંભવિત બરતરફીની ચેતવણી પણ જારી કરી છે.

રશિયાએ આ દેશ પર લગાવ્યો હુમલાનો આરોપ

રશિયાના વિદેશી મંત્રાયલને પશ્ચિમી દેશો ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ પર 15-17 માર્ચે યોજાનારી આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિક્ષેપ પાડવાના ઉદ્દેશ્યથી નોંધપાત્ર સાયબર હુમલા કરવાનો આરોપ લગાવ્યો છે. રશિયન અધિકારીઓનો દાવો છે કે પશ્ચિમી દેશોના હેકર્સ ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતાને નબળી પાડવા માટે ચૂંટણી સંબંધિત સંસ્થાઓ અને સરકારી વિભાગોને નિશાન બનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રમુખપદ માટે સ્પર્ધા કરી રહેલા ઉમેદવારોમાં આઉટગોઇંગ પ્રેસિડેન્ટ પુતિન, કોમ્યુનિસ્ટ પાર્ટીના નિકોલાઈ ખારીટોનોવ, લિબરલ ડેમોક્રેટ્સમાંથી લિયોનીદ સ્લુત્સ્કી અને ન્યૂ પીપલ્સ પાર્ટીના વ્લાદિસ્લાવ ડ્વાંકોવનો સમાવેશ થાય છે.

Advertisement

જાણો શું કહ્યું રશિયાના વિદેશ મંત્રાલયે?

ઉલ્લેખનીય છે કે, રશિયા અને અમેરિકાના સંબંધો અત્યારે ખુબ જ વણસેલા છે. બન્ને દેશાના વિદેશ મંત્રાલયો અત્યારે એકબીજા પર આરોપ લગાવી રહ્યાં છે. અત્યારે અમેરિકી દુતાવાસે રશિયામાં રહેતા પોતાના નાગરિકોને લઈને ખાસ સુચના જાહેર કરી અને ચેતવણી આપી છે. જેને જઈને અત્યારે રશિયાના વિદેશ મંત્રાયલ દ્વારા પણ અમેરિકા પર આરોપ લગાવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: Pm Shahbaz: જોણો વડાપ્રધાન મોદીના શુભેચ્છા સંદેશને લઈને શું બોલ્યો શહબાઝ?
આ પણ વાંચો: Viral Video : United airlines flightનું લોસ એન્જલસમાં ઈમરજન્સી લેન્ડિંગ
આ પણ વાંચો: Maha Shivratri : ટાઈમ્સ સ્ક્વેરમાં હર હર મહાદેવના નારા લાગ્યા, સદગુરુનો મહાશિવરાત્રી કાર્યક્રમ ન્યુયોર્ક સુધી ગુંજ્યો…
Advertisement
Tags :
Advertisement

.