Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

America-Canada Relations: ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી પર જસ્ટિન ટ્રુડોનો પલટવાર

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી પર જસ્ટિન ટ્રુડોનો પલટવાર અમેરિકન ટેરિફ જોવા માંગતું નથી યુએસ-કેનેડા સરહદ પર સુરક્ષા વધારી America-Canada Relations:ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદથી પડોશી દેશો સાથેના સંબંધોમાં ખટાશ આવતી દેખાઈ રહી છે, જેનું મુખ્ય કારણ છે...
america canada relations  ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી પર જસ્ટિન ટ્રુડોનો પલટવાર
Advertisement
  • ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી પર જસ્ટિન ટ્રુડોનો પલટવાર
  • અમેરિકન ટેરિફ જોવા માંગતું નથી
  • યુએસ-કેનેડા સરહદ પર સુરક્ષા વધારી

America-Canada Relations:ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદથી પડોશી દેશો સાથેના સંબંધોમાં ખટાશ આવતી દેખાઈ રહી છે, જેનું મુખ્ય કારણ છે ટ્રમ્પની ટેરિફ નીતિ. ટ્રમ્પ વહીવટીતંત્રે શનિવાર (1 ફેબ્રુઆરી 2025) થી કેનેડા પર 25 ટકા અને ચીન પર 10 ટકા વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. કેનેડા સરકારે ટ્રમ્પના આ આદેશને લઈને સખત વિરોધ વ્યક્ત કર્યો છે.

અમેરિકન સમકક્ષો સાથે વાતચીત કરી હતી

કેનેડાના કાર્યકારી વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ટેરિફ અંગે ટ્વિટર પર પોસ્ટ કરતાં કહ્યું, "આગામી દિવસોમાં કેનેડાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તેનો જોરદાર જવાબ આપવામાં આવશે." ટ્રમ્પ સરકારે શુક્રવારે (31 જાન્યુઆરી 2025) ફરીથી ટેરિફ લાદવાની ધમકી આપી હતી. તાજેતરમાં અમેરિકા પહોંચેલા ત્રણ કેનેડિયન કેબિનેટ મંત્રીઓએ રાજધાની વોશિંગ્ટનમાં તેમના અમેરિકન સમકક્ષો સાથે વાતચીત કરી હતી. આમાં વિદેશ મંત્રી મેલાની જોલી, જાહેર સુરક્ષા મંત્રી ડેવિડ મેકગિંટી અને ઇમિગ્રેશન, શરણાર્થીઓ અને નાગરિકતા મંત્રી માર્ક મિલર સામેલ હતા.

Advertisement

Advertisement

મેક્સિકોના રાષ્ટ્રપતિ શેનબૌમ સાથે વાત કરશે

કેનેડાના કાર્યકારી વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ટ્વીટ કહ્યું, "યુનાઇટેડ સ્ટેટ્સે પુષ્ટિ કરી છે કે તે 4 ફેબ્રુઆરીથી મોટાભાગની કેનેડિયન ચીજવસ્તુઓ પર 25% ટેરિફ લાદવાનો ઇરાદો ધરાવે છે, જેમાં ઊર્જા પર 10% ટેરિફ લાદવાનો ઇરાદો છે. હું આજે પ્રીમિયર્સ અને અમારા કેબિનેટને મળ્યો છું, અને હું ટૂંક સમયમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ શેનબૌમ સાથે વાત કરીશ. અમે આ ઇચ્છતા ન હતા, પરંતુ કેનેડા તૈયાર છે. હું આજે સાંજે કેનેડિયનોને સંબોધિત કરીશ.

અમેરિકન ટેરિફ જોવા માંગતું નથી

અન્ય એક ટ્વીટ કરીને ટ્રુડોએ જણાવ્યું, "સરહદની બંને બાજુ કોઈ પણ વ્યક્તિ કેનેડિયન માલ પર અમેરિકન ટેરિફ જોવા માંગતું નથી. મેં આજે અમારી કેનેડા-યુએસ કાઉન્સિલ સાથે મુલાકાત કરી. અમે આ ટેરિફને રોકવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ, પરંતુ જો યુનાઇટેડ સ્ટેટ્સ આગળ વધે છે, તો કેનેડા મજબૂત અને તાત્કાલિક પ્રતિભાવ સાથે તૈયાર છે.

યુએસ-કેનેડા સરહદ પર સુરક્ષા વધારી

અમેરિકા સાથેના તણાવ વચ્ચે, કેનેડા તેની બોર્ડરને લઈને સચેત થઈ ગયું છે. અમેરિકા-કેનેડા સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઘુસણખોરોને રોકવા માટે, ડ્રોન દ્વારા સરહદ પર નજર રાખવામાં આવી રહી છે. ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશમાંથી હાંકી કાઢવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ અમેરિકામાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકા અને કેનેડા એક બોર્ડર ધરાવે છે. ટ્રમ્પની કડકાઈને કારણે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકા છોડીને અન્ય દેશોમાં આશરો લેવાની ફરજ પડી રહી છે.

Tags :
Advertisement

.

×