Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકાની આ સૌથી મોટી Air strike, હુથીઓ પર ફરી કર્યો હુમલો

Biggest Air strike: લાલ સાગરમાંમર્ચેટ શિપને વારંવાર ટાર્ગેટ કરવા પર અમેરિકાએ ફરી એકવાર યમનમાં હુતી સંગઠનના ઠેકાણા પર હુમલો કર્યો છે. નવેમ્બરથી, એડન અખાત અને લાલ સમુદ્રમાં પરિવહન કરતા જહાજો પર ઈરાન-સાથી સૈન્ય દ્વારા વારંવારના હુમલાઓને કારણે એશિયા અને યુરોપ...
અમેરિકાની આ સૌથી મોટી air strike  હુથીઓ પર ફરી કર્યો હુમલો

Biggest Air strike: લાલ સાગરમાંમર્ચેટ શિપને વારંવાર ટાર્ગેટ કરવા પર અમેરિકાએ ફરી એકવાર યમનમાં હુતી સંગઠનના ઠેકાણા પર હુમલો કર્યો છે. નવેમ્બરથી, એડન અખાત અને લાલ સમુદ્રમાં પરિવહન કરતા જહાજો પર ઈરાન-સાથી સૈન્ય દ્વારા વારંવારના હુમલાઓને કારણે એશિયા અને યુરોપ વચ્ચેનો વેપાર ધીમો પડી ગયો છે. યુએસ સૈન્યએ જણાવ્યું હતું કે નવા હુમલાઓથી લાલ સમુદ્ર, બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ અને એડનની ખાડીમાં વેપારી જહાજો પર તેમના હુમલા ચાલુ રાખવાની હુથીઓની ક્ષમતામાં ઘટાડો થશે.’

Advertisement

હુથીના લગભગ 30 જેટલા ઠેકાણા પર હુમલો

USCENTCOM કમાંડર જનરલ માઈલક એરિક કુરિલાએ કહ્યું કે, ‘ઈરાની સમર્થિત હુથી આતંકવાદીઓની ક્રિયાઓ આંતરરાષ્ટ્રીય ખલાસીઓને જોખમમાં મૂકે છે અને દક્ષિણ લાલ સમુદ્ર અને નજીકના જળમાર્ગોમાં વ્યાપારી શિપિંગ લેનને વિક્ષેપિત કરી રહી છે.’ થોડા સમય પહેલા યમન પર અમેરિકા અને બ્રિટન સાથે કેટલાય દેશો સાથે મળીને હુથીના લગભગ 30 જેટલા ઠેકાણા પર હુમલો કર્યો હતો. અમેરિકી સેનાએ બુધવારે યમનમાં હુથી વિદ્રોહિયો દ્વારા અદનની ખાડીમાં અમેરિકાના જહાજો પણ હુમલો કર્યો હતો.

હુથીઓને આતંકવાદી જાહેર કરાયા

ઉલ્લેખનીય છે કે, બુધવારે અમેરિકાએ યમનમાં રહેતા હુથી વિદ્રોહિયોને આતંકવાદીઓની યાદીમાં નાખ્યા હતા. હુથી સંગઠને થોડા સમય પહેલા જ લાલ સાગરમાં અમેરિકાના જહાજો પણ બીજા એક હુમલાનો દાવો કર્યો હતો. પ્રતિબંધો અને સૈન્ય હુમલો થવા છતા પણ હુતીએ વેપારીક અને સૈન્ય જહાજોને નુકસાન પહોચાડવાનું ચાલું રાખ્યું હતું

Advertisement

આ પણ વાંચો: પાકિસ્તાનની Airstrike કરી ઈરાનને આપ્યો વળતો જવાબ

અમેરિકાએ ઈરાનને આપી ચેતાવણી

નોંધનીય છે કે, અમેરિકાએ ઈરાનને હુથીઓને હથિયારો આપવાનું બંધ કરવાની ચેતાવણી આપી હતી. કારણ કે, હુથીઓને ઈરાન વારંવાર હથિયારો આપતા હોવાની વિગતો સામે આવી હતી, જેથી અમેરિકાએ ઈરાનને પણ ચેતાવણી આપી દીધી છે. બુધવારે પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી મેજર જનરલ પેટ રાયડરે કહ્યું કે અમેરિકા વધુ હુમલાઓને રોકવા માટે સૈન્ય કાર્યવાહી ચાલુ રાખશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

Tags :
Advertisement

.