Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UNની રિપોર્ટમાં ખૂલાસો, આ બાબતે ભારતે ચીનને આપી મ્હાત, બન્યો વિશ્વમાં નંબર 1 દેશ

ભારત હવે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન પોપ્યુલેશન રિપોર્ટ)ના તાજેતરના અહેવાલમાં ભારતે આ મામલે ચીનને પાછળ છોડી દીધું છે. એક વર્ષમાં ભારતની વસ્તીમાં 1.56 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, હવે ભારતની વસ્તી...
unની રિપોર્ટમાં ખૂલાસો  આ બાબતે ભારતે ચીનને આપી મ્હાત  બન્યો વિશ્વમાં નંબર 1 દેશ
Advertisement

ભારત હવે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન પોપ્યુલેશન રિપોર્ટ)ના તાજેતરના અહેવાલમાં ભારતે આ મામલે ચીનને પાછળ છોડી દીધું છે. એક વર્ષમાં ભારતની વસ્તીમાં 1.56 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, હવે ભારતની વસ્તી વધીને 142.86 કરોડ થઈ ગઈ છે જ્યારે ચીન 142.57 કરોડ સાથે બીજા નંબર પર સરકી ગયું છે. યુએનના રિપોર્ટ અનુસાર એક વર્ષમાં ભારતની વસ્તીમાં 1.56 ટકાનો વધારો થયો છે.

ભારતમાં સૌથી વધુ યુવા વસ્તી છે

Advertisement

આ રિપોર્ટમાં વધુ એક ખુશીની વાત એ છે કે ભારતના 25 ટકા લોકોની ઉંમર 0-14 વર્ષની છે. આ પછી 10-19 વર્ષની વયજૂથમાં 18 ટકા લોકો છે. 10-24 વર્ષની વયજૂથના લોકોની સંખ્યા 26 ટકા છે. પરંતુ ભારતમાં તે 15-64 વર્ષની વચ્ચે લગભગ 68 ટકા છે. એટલે કે ભારતમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે.

Advertisement

ચીનની વૃદ્ધ વસ્તીથી પરેશાન

ચીન તેની વૃદ્ધ વસ્તીથી પરેશાન છે. ત્યાં વસ્તી વધારવા માટે સરકાર દ્વારા રોજ નવી નવી લાલચ આપવામાં આવી રહી છે. પરંતુ હજુ પણ અહીંના લોકો એકથી વધુ બાળકોને જન્મ નથી આપતા. હવે અવિવાહિત લોકો પણ અહીં બાળકને જન્મ આપી શકશે, તેને તે તમામ સુવિધાઓ મળશે જે વિવાહિત યુગલના બાળકને મળે છે. ચીનની એક કોલેજે એવા કપલ કે જે રિલેશનમાં હોય તેમને અઠવાડિયાની હનીમૂનની રજા પણ આપી દીધી છે. જેથી તેઓ એકલા સમય પસાર કરી શકે અને આનાથી વસ્તી વધશે. ચીનની લગભગ 40 ટકા વસ્તી 60 વર્ષથી વધુ વયની છે. અહીં એક સમયે વસ્તી નિયંત્રણ માટે નિયમો બનાવવામાં આવ્યા હતા.

Tags :
Advertisement

.

×