ટ્રમ્પ સરકારમાં 5 ભારતીય મંત્રી પાક્કા! વિવેક રામાસ્વામીને મળશે મહત્વની જવાબદારી
નવી દિલ્હી : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બનવાનું હવે લગભગ નિશ્ચિત થઇ ચુક્યું છે. લોકો હવે જાન્યુઆરી મહિનામાં તેઓ શપથગ્રહણ સમારોહ આયોજીત થશે. જો કે અમેરિકન સરકારમાં મુળ ભારતીય અમેરિકનોનો દબદબો રહે તેવી શક્યતાઓ છે. ડોનાલ્ડ ટ્રમ્પ બાદ તેમની કેબિનેટમાં કૂલ 7 ભારતવંશીયોનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય મુળના અમેરિકનોનો ડોનાલ્ડ ટ્રમ્પને સાથ મળ્યો હતો. જેના કારણે ટ્રમ્પનો ભવ્ય વિજય થયો હતો.
વિવેક રામાસ્વામી (Vivek Ramaswamy)
ટ્રમ્પના પ્રતિદ્વંદીમાંથી સહયોગી બનેલા વિવેક રામાસ્વામીને મહત્વનું સ્થાન મળી શકે છે. એક સમયે તેમના રનિંગ મેટ શોર્ટલિસ્ટ રોસ્ટર અને ટ્રમ્પનો વિકલ્પ મનાતા રામાસ્વામીને પક્ષના દબાણના કારણે ટ્રમ્પ મહત્વનું સ્થાન આપી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય મુળના રામાસ્વામી રાષ્ટ્રપતિપદના મજબુત ઉમેદવાર હતા. તેઓ બાયોટેક્નોલોજી ક્ષેત્રના દિગ્ગજ છે. રામાસ્વામીને ટ્રમ્પે અંગત રીતે મળીને પોતાનું નામ પરત ખેંચવા અને સરકાર આવે તો હોમલેન્ડ સિક્યુરિટી વિભાગમાં મહત્વની જવાબદારી આપવાનું વચન આપી ચુક્યા છે.
તુલસી ગેબ્બાર્ડ (Tulsi Gabbard)
ભૂતપૂર્વ ડેમોક્રેટ પહેલેથી જ ટ્રમ્પની ખુબ જ નજીકથી તેમના તરફે કામ કરતા મુખ્ય ખેલાડીઓમાંના એક છે. આ વર્ષે રિપબ્લિકન નેતાઓની ઝુંબેશને ટેકો આપ્યા પછી, તેણી પહેલેથી ટ્રમ્પની ગુડ બુકમાં આવી ચુક્યા છે. એક દિવસ પહેલા ફ્લોરિડાના 21 કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટમાં સતત પાંચમી ટર્મ જીતી છે. તેઓ ટ્રમ્પની ગુડબુકમાં હોવા ઉપરાંત પોતાના વિસ્તારમાં સારુ એવું પ્રભુત્વ ધરાવે છે. આ ઉપરાંત એક ઇન્ટરવ્યું દરમિયાન કોઇ ડિપ્લોમેટિક રોલ મળે તો ટ્રમ્પની સાથે કામ કરવાની તૈયારી પણ દર્શાવી હતી.
View this post on Instagram
કાશ પટેલ (Kash Patel)
નિષ્ણાંતો મુળ ભારતીય અમેરિકન અને વ્યવસાયે વકીલ કશ્યપ પટેલ (Kash Patel) અંગે પણ સકારાત્મક છે. ટ્રમ્પની ટીમમાં કાશ પટેલને મહત્વનું સ્થાન મળી શકે છે. કાશ પટેલ પૂર્વમાં રિપબ્લિકન હાઉસ સ્ટાફર રહી ચુક્યા છે. તેઓ ડિફેન્સ અને ઇન્ટેલિજન્સનો બહોળો અનુભવ છે. ટ્રમ્પ પ્રત્યે ખુબ જ ઇમાનદાર કાશ પટેલને ટ્રમ્પ CIA ના ચીફ બનાવી શકે છે. પટેલ 2019 માં નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં પણ જોડાયા હતા. ટુંક જ સમયમાં તેઓ સિનિયર ડાયરેક્ટર ઓફ કાઉન્ટર ટેરેરિઝમ ડાયરેક્ટરેટની પોસ્ટ સુધી પહોંચ્યો હતો. ત્યાર બાદ તેઓ ચીફ ઓફ એક્ટિંગ ડિફેન્સ સિક્યુરિટી ક્રિસ્ટોફર મિલર સાથે પણ જોડાયા હતા.
બોબી જિન્દલ (Bobby Jindal)
લુસિયાનાના પૂર્વ ગવર્નર બોબી જિન્દલ પણ ખુબ જ મહત્વના રોલમાં જોવા મળી શકે છે. ખાસ કરીને તેઓ હેલ્થ અને હ્યુમન સર્વિસ સેક્રેટરી તરીકે જોવા મળી શકે છે. હાલ તેઓ હેલ્થી અમેરિકા સેન્ટરમાં કાર્યરત છે. આ સેન્ટર ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ પોલિસી અંતર્ગત અફોર્ડેબલ સારવાર વિભાગમાં કાર્યરત છે. આ ઉપરાંત જિન્દલ પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ બુશના કાર્યકાળમાં આસિસ્ટન્ટ સેક્રેટરી પણ રહી ચુક્યા છે. તેઓની હેલ્થ વિભાગનો અનુભવ ઉપરાંત રાજકીય અનુભવ તેમને ખુબ જ મદદગાર સાબિત થઇ શકે છે.
View this post on Instagram
નિક્કી હેલી (Nikki Haley)
સાઉથ કેરોલિનાના પૂર્વ ગવર્નર અને યુએનમાં ટ્રમ્પ સરકારના પ્રથમ બે વર્ષ દરમિયાન એમ્બેસેડર તરીકે સેવા આપી ચુક્યા છે. જો કે વર્ષની શરૂઆતમાં ટ્રમ્પ સામે તેમણે પણ રાષ્ટ્રપતિ પદની દાવેદારી નોંધાવી ત્યારે તેમના સંબંધોમાં થોડી ખટાશ આવી હતી. જો કે મુળ ભારતીય અમેરિકી મહિલા ત્યાર બાદ ટ્રમ્પના પ્રચાર પ્રસારમાં સારી ભુમિકામાં રહ્યા હતા. તેમની બોલવાની મીઠાશના કારણે તેમને મહત્વનું પદ મળી શકે છે.