Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Japan Airport: જાપાનમાં બે વિમાનો વચ્ચે થઈ ટક્કર, સવાર હતા 289 યાત્રીઓ

Japan Airport: જાપાનથી એક મહત્વના સમાયાર સામે આવી રહ્યા છે. જાપાનના હોક્કાઇડોમાં બે વિમાનો વચ્ચે ટક્કર થઈ છે. આ ટક્કર કેથ પેસિફિક એરવેઝ અને કોરિયન એરલાઇન્સ વિમાનો વચ્ચે થઈ છે. આ અકસ્માતની ઘટના ત્યારે બની જ્યારે બન્ને વિમાનો જમીન પર હતા....
08:06 PM Jan 16, 2024 IST | VIMAL PRAJAPATI
japan airport

Japan Airport: જાપાનથી એક મહત્વના સમાયાર સામે આવી રહ્યા છે. જાપાનના હોક્કાઇડોમાં બે વિમાનો વચ્ચે ટક્કર થઈ છે. આ ટક્કર કેથ પેસિફિક એરવેઝ અને કોરિયન એરલાઇન્સ વિમાનો વચ્ચે થઈ છે. આ અકસ્માતની ઘટના ત્યારે બની જ્યારે બન્ને વિમાનો જમીન પર હતા. જોકે, મળતી વિગતો પ્રમાણે આ ઘટનામાં કોઈને પણ ઈજા થયાના કોઈ સમાચાર સામે નથી આવ્યા. જાપાનની એરલાઇન કેથે પેસિફિકે કહ્યું કે તેનું એક વિમાન જાપાન એરપોર્ટ પર કોરિયન એરલાઇન્સના પ્લેન સાથે અથડાયું.

વિમાનમાં મોજુદ હતા 289 જેટલા યાત્રીઓ

કેથે પેસિફિકે આપેલા બયાનમાં કહ્યું કે, કેથે પેસિફિક દ્વારા એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે આ ઘટના સાપોરોના ન્યૂ ચિટોઝ એરપોર્ટ પર પાર્ક કરેલા કેથે પેસિફિક એરક્રાફ્ટ સાથે બની હતી. અમારું વિમાન ત્યાં હાજર કોરિયન એર A330 પ્લેન સાથે અથડાયું હતું. તે નસીબદાર છે કે અમારા વિમાનમાં કોઈ મુસાફરો ન હતા. પરંતુ આ ઘટના સમયે કોરિયન એરલાઈન્સના વિમાનમાં 289 મુસાફરો હાજર હતા. જોકે, વિમાનમાં સવાર કોઈ મુસાફરને કોઈ હાની થઈ નથી.

કઈ રીતે થઈ આ ટક્કર

એક અધિકારીએ જણાવ્યું કે, કેથે પેસિફિક એરવેઝ અને કોરિયાઈ એરલાઈન્સના વિમાનના પંખો Japan હોક્કાઇદોના ન્યૂ ચિટોઝ Airport પર એકબીજા સાથે આ ટક્કર થઈ હતી. આ ઘટનાના એરપોર્ટના રન-વે પર જામેલી બરફના કારણે થઈ હોવાનું કારણ બતાવ્યું છે. મળતી વિગતો પ્રમાણે આ ઘટના વખતે કેથે પેસિફિક વિમાનમાં કોઈ યાત્રી સવાર નહોતા પરંતુ કોરિયન એરલાઇન વિમાનમાં 289 જેટલા યાત્રીઓ હતા. જોકે, આ યાત્રીઓમાંથી કોઈને પણ કોઈ ઈજા કે હાની થઈ નથી.

આ પણ વાંચો: નહીં બચી શકે Deepfake ના આરોપીઓ, સરકારે બનાવ્યો કડક કાયદો! આ તારીખે થશે...

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Gujarati NewsInternational NewsJapanJapan Airlines
Next Article