Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દુનિયાની સૌથી મોંઘી કીટલી : સોના-હીરાથી બનેલી આ ચાની કીટલીની કિંમત ઉડાવી દેશે તમારા હોશ

તમને દુનિયાના દરેક ખૂણે ચાના પ્રેમીઓ જોવા મળશે, જેમાંથી કેટલાક એવા લોકો છે જેમનો દિવસ ચાથી શરૂ થાય છે અને માત્ર ચા પર જ સમાપ્ત થાય છે. દરેક વ્યક્તિને પોતાના સ્વાદ પ્રમાણે ચા પીવી ગમે છે  ઘરે ઘરે તો હવે...
દુનિયાની સૌથી મોંઘી કીટલી   સોના હીરાથી બનેલી આ ચાની કીટલીની કિંમત ઉડાવી દેશે તમારા હોશ

તમને દુનિયાના દરેક ખૂણે ચાના પ્રેમીઓ જોવા મળશે, જેમાંથી કેટલાક એવા લોકો છે જેમનો દિવસ ચાથી શરૂ થાય છે અને માત્ર ચા પર જ સમાપ્ત થાય છે. દરેક વ્યક્તિને પોતાના સ્વાદ પ્રમાણે ચા પીવી ગમે છે  ઘરે ઘરે તો હવે આ કીટલી જોવા પણ નથી મળતી. ધનિક લોકોના ઘરમાં ચીનીઇ  માટીથી બનેલી કિટલીઓ જોવા મળી જશે. ત્યારે આજે વાત કીટલીની એટલા માટે કરી રહ્યાં છીએ, કારણ કે, એક કીટલી ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં (Guinness World Record )સ્થાન મેળવ્યુ છે. તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ @GWR દ્વારા શેર કરવામાં આવ્યો છે.

Advertisement

તમે અત્યાર સુધી ઘણા પ્રકારની ચાની કીટલી જોયા હશે, પરંતુ આજે અમે તમને વૈભવી ચાની કીટલી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તે ખૂબ જ મૂલ્યવાન છે. આ એક એવી કીટલી છે (Most expensive kettle in the world), જેમાં ચા નાખતા પહેલા લોકો સો વખત વિચારશે. ખરેખર, આ છે દુનિયાની સૌથી મોંઘી ચાની કીટલી, તેની કિંમત સાંભળીને તમે ચોંકી જશો. મોટે ભાગે તમે એલ્યુમિનિયમની કીટલી જોઈ હશે, જે સામાન્ય રીતે રેલવે સ્ટેશનો પર ચા વેચનારાઓના હાથમાં જોવા મળે છે. આ સિવાય તમે અમીર લોકોના ઘરોમાં પોર્સેલિન ટીપૉટ્સ તો જોયા જ હશે, જેની કિંમત એકથી બે હજાર આંકી શકાય છે.

Advertisement

9 ઓગસ્ટના રોજ ટ્વિટર પર શેર કરવામાં આવેલી આ પોસ્ટમાં તમે કીટલીનો ફોટો જોઈ શકો છો, જે અદ્ભુત છે. પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, 'આ દુનિયાની સૌથી મોંઘી ચાની કીટલી છે.' એવું કહેવામાં આવી રહ્યું છે કે 18 કેરેટ પીળા સોનાથી બનેલી આ ચાની કીટલી યુકેના એન સેઠિયા ફાઉન્ડેશનની માલિકીની છે, જેની કિંમત 2016માં 30,00,000 મિલિયન ડોલર (248,008,418.15 રૂપિયા) હતી. ખાસ વાત એ છે કે કીટલીનું હેન્ડલ મેમથના હાથીદાંત એટલે કે અશ્મિમાંથી બનાવવામાં આવ્યું છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં 76.9K વ્યુઝ મળ્યા છે. જે લોકોએ પોસ્ટ જોઈ છે તેઓ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Advertisement

આ પણ  વાંચો-AIR INDIA NEW LOGO : એર ઈન્ડિયાએ લોન્ચ કર્યો પોતાનો નવો લોગો, એરલાઇન નવા લૂકમાં જોવા મળશે

Tags :
Advertisement

.