Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત માટે શું છે Google નો પ્લાન, Sundar Pichai એ કરી આ જાહેરાત

PM  નરેન્દ્ર મોદી 21 થી 23 જૂન દરમિયાન અમેરિકાના ત્રણ દિવસીય રાજ્ય પ્રવાસ પર હતા. આ દરમિયાન તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, ઉપપ્રમુખ કમલા હેરિસ અને અન્ય અગ્રણી નેતાઓ તેમજ અગ્રણી અમેરિકન કંપનીઓના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા. જેમાં ગૂગલના ભારતીય...
ગુજરાત માટે શું છે google નો પ્લાન  sundar pichai એ કરી આ જાહેરાત

PM  નરેન્દ્ર મોદી 21 થી 23 જૂન દરમિયાન અમેરિકાના ત્રણ દિવસીય રાજ્ય પ્રવાસ પર હતા. આ દરમિયાન તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, ઉપપ્રમુખ કમલા હેરિસ અને અન્ય અગ્રણી નેતાઓ તેમજ અગ્રણી અમેરિકન કંપનીઓના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા. જેમાં ગૂગલના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈનો સમાવેશ થાય છે. પીએમ મોદીને મળ્યા બાદ પિચાઈએ કંપની વતી મોટી જાહેરાત કરી છે.

Advertisement

ગૂગલના સીઇઓએ જણાવ્યું કે, કંપની ગુજરાતમાં તેનું ગ્લોબલ ફિનટેક (ફાઇનાન્સિયલ ટેક્નોલોજી) ઓપરેશન સેન્ટર ખોલશે. આ સાથે સુંદર પિચાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમની પણ પ્રશંસા કરી હતી.

Advertisement

ડિજિટલ ઈન્ડિયાને વિઝનરી પ્લાન જણાવ્યો
મીડિયા સાથે વાત કરતાં પિચાઈએ કહ્યું કે, PM મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેમને મળવું સન્માનની વાત છે. અમે વડા પ્રધાનને કહ્યું કે Google ભારતના ડિજિટાઇઝેશન ફંડમાં $10 બિલિયનનું રોકાણ કરી રહ્યું છે. અમે ગુજરાત ઈન્ટરનેશનલ ફિન-ટેક (GIFT) સિટી, ગુજરાત ખાતે અમારા ગ્લોબલ ફિનટેક ઓપરેશન્સ સેન્ટરની શરૂઆતની જાહેરાત કરી રહ્યા છીએ.

Advertisement

ડિજિટલ ઈન્ડિયાના વખાણ કરતાં Google CEOએ કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયા માટે વડાપ્રધાનનું વિઝન તેના સમય કરતાં આગળ હતું અને હવે હું તેને એક બ્લુપ્રિન્ટ તરીકે જોઉં છું જેને અન્ય દેશો અનુસરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ટીમ કૂક, એલોન મસ્ક પણ મળ્યા

સુંદર પિચાઈ ઉપરાંત એલોન મસ્ક સહિત ટોચના અમેરિકન ઉદ્યોગપતિઓ, એપલના સીઈઓ ટિમ કૂક, સ્પેસ એક્સ, ટેસ્લા અને ટ્વિટર સહિત અનેક કંપનીઓના બોસ પીએમ મોદીને મળ્યા હતા. પીએમ મોદીને મળ્યા બાદ એલોન મસ્કે પોતે તેમના ફેન હોવાની વાત કરી હતી. એલોન મસ્કે કહ્યું કે હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. મને લાગે છે કે, વિશ્વના કોઈપણ મોટા દેશ કરતાં ભારતમાં વધુ સંભાવનાઓ છે. ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ એલોન મસ્કનું કહેવું છે કે તેમની ઇલેક્ટ્રિક કાર કંપની ભારતમાં શક્ય તેટલું જલ્દી રોકાણ કરવાની તકો શોધી રહી છે.

આપણ  વાંચો -પહેલા સેલ્ફી અને ઓટોગ્રાફ, હવે અમેરિકાના સાંસદોના TWITTER પર છવાયા PM MODI

Tags :
Advertisement

.