Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

USA: રાષ્ટ્રપતિ માટે દાવો કરનારા રામાસ્વામીને હિંદુ ધર્મ પર પૂછાયો સવાલ તો કહ્યું- હું એક હિંદુ છું અને હું..!

આગામી વર્ષે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. ત્યારે રિપબ્લિકન પાર્ટીથી રાષ્ટ્રપતિના ઉમ્મેદવાર તરીકે દાવો કરનારા ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ કહ્યું કે, તેમનો ધર્મ આમાં કોઈ અડચણ નથી. બુધવારે એક કાર્યક્રમ દરમિયાન વિવેક રામાસ્વામીથી તેમના હિંદુ ધર્મ વિશે સવાલ કરવામાં આવ્યો...
03:46 PM Dec 14, 2023 IST | Vipul Sen

આગામી વર્ષે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. ત્યારે રિપબ્લિકન પાર્ટીથી રાષ્ટ્રપતિના ઉમ્મેદવાર તરીકે દાવો કરનારા ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ કહ્યું કે, તેમનો ધર્મ આમાં કોઈ અડચણ નથી. બુધવારે એક કાર્યક્રમ દરમિયાન વિવેક રામાસ્વામીથી તેમના હિંદુ ધર્મ વિશે સવાલ કરવામાં આવ્યો હતો.

બુધવારે આયોવા પ્રાંતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં દરમિયાન રામાસ્વામીને ધર્મ, અમેરિકા આવતા ઈમિગ્રન્ટ્સ, બોર્ડર સિક્યુરિટી, આર્થિક અસમાનતા જેવા મુદ્દાઓ પર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન એક શખ્સે તેમને પૂછ્યું હતું કે, કેટલાક લોકો કહે છે કે, તમે ખ્રિસ્તી ધર્મના નથી, તેથી તમે રાષ્ટ્રપતિ ન બની શકો. કારણ કે અમારા પૂર્વજોએ આ દેશ ખ્રિસ્તી ધર્મના આધારે બનાવ્યો હતો, જેના જવાબમાં રામાસ્વામીએ કહ્યું કે, તેઓ આ વાત સાથે બિલકુલ સહમત નથી. રામાસ્વામીએ કહ્યું કે, 'તેમના હિંદુ ધર્મના કેટલાક સિદ્ધાંતો યહુદી-ક્રિશ્ચિયન મૂલ્યો જેવા જ છે'. જો કે, તેમણે કહ્યું કે, 'તેઓ કદાચ ખ્રિસ્તી ધર્મ ફેલાવવા માટે યોગ્ય વ્યક્તિ નથી.'

'હિંદુ ધર્મ અને ઇસાઇ ધર્મ સમાન મૂલ્યો ધરાવે છે'

રામાસ્વામીએ વધુમાં કહ્યું કે,'હું એક હિંદુ છું અને હું મારી નકલી ઓળખ બનાવીશ નહીં. મારું રાજનીતિક ભવિષ્ય બનાવવા માટે હું કોઈ જૂઠું બોલવાનો નથી. મારી ધાર્મિક માન્યતાઓ મુજબ હું સમજું છું કે ભગવાન દરેકમાં રહે છે. મને લાગે છે કે આપણે બધા સમાન છીએ. વિવેક રામાસ્વામીને કહ્યું કે, હિંદુ ધર્મ અને ઇસાઇ ધર્મ સમાન મૂલ્યો ધરાવે છે. રામાસ્વામીએ ખાતરી આપી છે કે તેઓ એ મૂલ્યો માટે ઊભા રહેશે, જેના પર અમેરિકાની સ્થાપના થઈ છે.

આ પણ વાંચો- US રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ તપાસને મંજૂરી, બાઇડેને કહ્યું – તેઓ મારા પર..!

Tags :
AmericaHindu PresidentJudeo Christian ValuesRepublicanUSAVivek Ramaswamy
Next Article