ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

USA : ક્રિસમસ પહેલા કોલોરાડોમાં બેફામ ગોળીબાર, એકનું મોત, જાણો કારણ

ભારત સહિત દેશભરમાં આજે નાતાલની ઊજવણી કરવામાં આવી રહી છે. જો કે, નાતાલના એક દિવસ પહેલા અમેરિકાના કોલોરાડોથી એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. કોલોરાડોના એક શોપિંગ મોલમાં 24 ડિસેમ્બરે ગોળીબારની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું...
04:05 PM Dec 25, 2023 IST | Vipul Sen

ભારત સહિત દેશભરમાં આજે નાતાલની ઊજવણી કરવામાં આવી રહી છે. જો કે, નાતાલના એક દિવસ પહેલા અમેરિકાના કોલોરાડોથી એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. કોલોરાડોના એક શોપિંગ મોલમાં 24 ડિસેમ્બરે ગોળીબારની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. માહિતી મુજબ, શોપિંગ સેન્ટરમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેના પછી ગોળીબારની આ ઘટના બની હતી. પોલીસે માહિતી આપી કે આ ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થાય છે.

કોલોરાડો સ્પ્રિંગ્સ પોલીસ વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી માહિતી આપી કે આ ગોળીબારમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. જ્યારે ઇજાગ્રસ્ત લોકોમાં એક મહિલામાં પણ સામેલ છે. પોલીસે માહિતી આપી કે આ ઘટના બાદ કેટલાક લોકોની ઘરપકડ કરવામાં આવી છે અને હાલ પણ તપાસ ચાલી રહી છે. પોલીસે વધુ માહિતી આપતા જણાવ્યું કે, શોપિંગ મોલને હાલ સંપૂર્ણ રીતે સીલ કરી દેવાયો છે. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, કોલોરાડો સ્પ્રિંગ્સ ડેનવરથી લગભગ 114 કિમી દક્ષિણમાં છે.

 

આ પણ વાંચો - China : કોરોનાએ ચીનમાં મચાવ્યો હાહાકાર, હોસ્પિટલો અને સ્મશાનગૃહોમાં લાગી લાંબી લાઈનો…

Tags :
AmericaChristmasColoradoColorado Springs Police DepartmentGUJARAT FIRST NEWSUSA
Next Article