Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

USA: ટેક્સાસમાં થયેલ ગોઝારા અકસ્માતમાં ભારતીય મૂળના પરિવારના 6 સભ્યોના મોત

અમેરિકાના ટેક્સાસમાં બુધવારે મોડી રાતે સર્જાયેલ એક માર્ગ અકસ્માતમાં ભારતીય મૂળના પરિવારના 6 સભ્યોના મોત થયા છે. તેમની મિનીવાનને એક કિશોર દ્વારા ચલાવવામાં આવતી પીકઅપ ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટી (DPS) એ...
10:19 AM Dec 29, 2023 IST | Vipul Sen

અમેરિકાના ટેક્સાસમાં બુધવારે મોડી રાતે સર્જાયેલ એક માર્ગ અકસ્માતમાં ભારતીય મૂળના પરિવારના 6 સભ્યોના મોત થયા છે. તેમની મિનીવાનને એક કિશોર દ્વારા ચલાવવામાં આવતી પીકઅપ ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટી (DPS) એ જણાવ્યું હતું કે, મિનીવાનમાં મુસાફરી કરી રહેલી એક વ્યક્તિ અને ટ્રક ડ્રાઈવર અને તેનો સાથી અકસ્માતમાં બચી ગયા હતા.

ડીપીએસએ મિનીવાનના ડ્રાઈવરની ઓળખ ઈરવિંગ, ટેક્સાસના 28 વર્ષીય રુશિલ બેરી તરીકે કરી હતી. જ્યારે તેની સાથે મુસાફરી કરી રહેલા અન્ય બે જ્યોર્જિયાના અલ્ફારેટાના હતા. DPS અનુસાર, માર્યાં ગયેલા લોકોમાં 36 વર્ષીય નવીના પોટાબાથુલા, 64 વર્ષીય નાગેશ્વર રાવ પોન્નાડા, 60 વર્ષીય સીતામહાલક્ષ્મી પોન્નાડા, 10 વર્ષીય કૃતિક પોટાબાથુલા અને 9 વર્ષીય નિશિધા પોટાબાથુલાનો સમાવેશ થાય છે.

DPSએ જણાવ્યું કે, અકસ્માતમાં ઘાયલ થયેલા 43 વર્ષીય લોકેશ પોટાબાથુલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ટ્રકના ડ્રાઈવર અને તેમાં સવાર બે કિશોરને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલ અનુસાર, "તે નો પાસિંગ ઝોન હતો." DPS એ કહ્યું કે, "ખબર નથી કે શા માટે વાહન ઉત્તર તરફની લેનમાં ઘૂસી ગયું."

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્યા ગયેલા લોકોમાં લોકેશ પોટાબાથુલાની પત્ની અને બાળકો, સસરા અને પિતરાઈ બેરીનો સમાવેશ થાય છે. તેલુગુ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકાના અશોક કોલાએ જણાવ્યું હતું કે, "મૃતદેહોને ભારત મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે." રાકેશ બેરીએ એક ખાનગી મીડિયાને જણાવ્યું હતું કે, તેના ભાઈ રૂશીલે ટેક્સાસના ગ્લેન રોઝમાં ફોસિલ રિમ વાઈલ્ડલાઈફ સફારી પાર્કમાં સંબંધીઓ સાથે દિવસ વિતાવ્યો હતો અને તે ઘરે જઈ રહ્યો હતો. રાકેશ બારીએ પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે તેના ભાઈના મૃત્યુથી તેમની માતા હાલ પણ ગમગીન છે.

 

આ પણ વાંચો - Pakistan: વિશ્વ બેંકએ પાકિસ્તાનના આર્થિક વ્યવસ્થાતંત્રની કરી કડી નિંદા

Tags :
AccidentDPSGujarat FiGujarati NewsIndian origin familyInternational NewsTexasUSA
Next Article