Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

US Department of State: અમેરિકાએ પાકિસ્તાન અને ચીનની નાપાક હરકતો પર લગાવી પ્રતિબંધની મહોર

US Department of State: પાકિસ્તાન (Pakistan) ના મિસાઈલ પરિક્ષણને લઈ મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકા (America) એ પોકિસ્તાન (Pakistan) ને લાંબા અંતરની અને બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ માટે ટેકનિકલ વસ્તુઓ સપ્લાય કરતી ચીની અને બેલારુસિયન કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાએ...
us department of state  અમેરિકાએ પાકિસ્તાન અને ચીનની નાપાક હરકતો પર લગાવી પ્રતિબંધની મહોર

US Department of State: પાકિસ્તાન (Pakistan) ના મિસાઈલ પરિક્ષણને લઈ મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકા (America) એ પોકિસ્તાન (Pakistan) ને લાંબા અંતરની અને બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ માટે ટેકનિકલ વસ્તુઓ સપ્લાય કરતી ચીની અને બેલારુસિયન કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

Advertisement

  • અમેરિકાએ ને બેલારુસિયન કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો
  • ઈસ્લામાબાદના આતંકીઓને હથિયારો મળતા હતા
  • MTCR બેલિસ્ટિક મિસાઈલોના વિકાસ માટે જવાબદાર

આ પ્રતિબંધ Xi'an Longde Technology Development, ચીનના તિયાનજિન ક્રિએટિવ સોર્સ ઈન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ગ્રાનપેક્ટ કંપની લિમિટેડ અને બેલારુસના મિન્સ્ક વ્હીલ ટ્રેક્ટર પ્લાન્ટ પર લગાવવામાં આવ્યો છે. આ કંપનીઓ પાકિસ્તાન (Pakistan) ને વિનાશકારી હથિયારો બનાવવામાં મદદ કરતી હતી. અમેરિકી વિદેશ મંત્રાલય (United States Imposes Sanctions) ના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે આ કંપનીઓ પાકિસ્તાન (Pakistan) ને મિસાઈલ બનાવવામાં મદદ કરી રહી છે.

આ પણ વાંચો: Iran- Israel તણાવ વચ્ચે Air India નો મોટો નિર્ણય

Advertisement

ઈસ્લામાબાદના આતંકીઓને હથિયારો મળતા હતા

મિલરે કહ્યું કે અમેરિકા કોઈપણ ખોટા પગલાને રોકવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે. ચીન (China) હંમેશાથી પાકિસ્તાન (Pakistan) નું સાથી રહ્યું છે અને ઈસ્લામાબાદના સૈન્ય આધુનિકીકરણ કાર્યક્રમ માટે હથિયારો અને સંરક્ષણ ઉપકરણો પ્રદાન કરતું રહ્યું છે. આમાંની એક કંપની, મિન્સ્ક વ્હીલ ટ્રેક્ટર પ્લાન્ટ, પાકિસ્તાન (Pakistan) ને લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ માટે વિશેષ વાહન ચેસીસ સપ્લાય કરે છે.

Advertisement

આ પણ વાંચો: BrahMos: ભારતે ફિલિપાઈન્સને બ્રહ્મોસની પ્રથમ બેચ મોકલી, 2022માં થયો હતો 2,966 કરોડનો સોદો

MTCR બેલિસ્ટિક મિસાઈલોના વિકાસ માટે જવાબદાર

State Department Fact Sheet અનુસાર, આવી ચેસિસનો ઉપયોગ પાકિસ્તાન (Pakistan) ના નેશનલ ડેવલપમેન્ટ કોમ્પ્લેક્સ (NDC) દ્વારા બેલેસ્ટિક મિસાઈલો (Ballistic Missile) માટે લોન્ચ સપોર્ટ ઈક્વિપમેન્ટ તરીકે કરવામાં આવે છે. જે મિસાઈલ ટેક્નોલોજી કંટ્રોલ રેન્જ (MTCR) બેલિસ્ટિક મિસાઈલોના વિકાસ માટે જવાબદાર છે. Xi'an Longde Technology Development Co., Ltd.એ NDC માટે પાકિસ્તાનના લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલ (Ballistic Missile) પ્રોગ્રામ માટે ફિલામેન્ટ વિન્ડિંગ મશીન સહિત મિસાઇલ-સંબંધિત સાધનો પૂરા પાડ્યા હતા. તે ઉપરાંત ગ્રાનપેક્ટ કંપની લિમિટેડે પાકિસ્તાન (Pakistan) ના NDCને મોટા રોકેટ મોટર્સના પરીક્ષણ માટે સાધનો પણ પૂરા પાડ્યા હતા.

આ પણ વાંચો: પાકિસ્તાનની પડતા પર પાટું જેવી સ્થિતિ, ભારે વરસાદના કારણે 80 થી વધુ લોકોના મોત

Tags :
Advertisement

.