Starship Rocket : Elonmusk ના સ્ટારશિપ રોકેટનું સફળ પરીક્ષણ, જુઓ અદભૂત Video
Starship Rocket : વિશ્વના દિગ્ગજ કારોબારી એલન મસ્કની (Elonmusk ) કંપની સ્પેસ એક્સે મોટી સિદ્ધિ મેળવી છે. સ્પેસ એક્સના (SpaceX) સૌથી મોટા શક્તિશાળી રોકેટ સ્ટારશિપનું (Starship Rocket) ત્રીજું પરીક્ષણ લગભગ સફળ રહ્યું હતું. જો કે પરીક્ષણ દરમ્યાન સ્ટારશિપ જ્યારે અવકાશમાં ઉડયા બાદ ફરી ધરતી પર પરત આવતા વાતાવરણણાં દાખલ થઈ રહ્યું હતું તે દરમિયાન સ્ટારશિપનો સંપર્ક તૂટી ગયો હતો. પરીક્ષણની સફળતા પર એલન મસ્કે સોશિયલ મીડિયા પર લખ્યું કે સ્ટારશિપ માનવતાને મંગળ ગ્રહ પર લઈ જશે.
પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતી વખતે સંપર્ક તૂટી ગયો
સ્પેસએક્સના સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપે ગુરુવારે ટેક્સાસમાં કંપનીના સ્ટારબેઝ બોકા ચિકાથી સ્થાનિક સમય મુજબ સવારે 8.25 વાગ્યે ઉડાન ભરી હતી. આ ફ્લાઈટનું લાઈવ વેબકાસ્ટ પણ કરવામાં આવ્યું હતું, જેને સોશિયલ મીડિયા પર કરોડો લોકોએ જોયું હતું. પરીક્ષણ દરમિયાન બધું બરાબર રહ્યું, સિવાય કે પૃથ્વીના વાતાવરણમાં પુનઃપ્રવેશ દરમિયાન કંટ્રોલ રૂમનો રોકેટ સાથેનો સંપર્ક તૂટી ગયો. જ્યારે સ્ટારશીપ હિંદ મહાસાગર ઉપર હતું ત્યારે આ સંપર્ક તૂટી ગયો હતો. જોકે રોકેટ સમુદ્રમાં ઉતરવામાં સફળ રહ્યું હતું.
As I am going to sleep, thinking of how it would feel and look to fly up there, across the planet and gaze down … 🌎 @SpaceX pic.twitter.com/5IVzItD5IH
— Thomas Zurbuchen (@Dr_ThomasZ) March 15, 2024
સ્ટારશિપ એ વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ છે
સ્પેસએક્સનું રોકેટ સ્ટારશીપ એ વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ છે, જે 397 ફૂટ ઊંચું છે અને સુપર હેવી બૂસ્ટરથી સજ્જ છે જે 16.7 મિલિયન પાઉન્ડનું થ્રસ્ટ જનરેટ કરે છે. નાસાની સ્પેસ લોંચ સિસ્ટમ એ વિશ્વનું બીજા નંબરનું સૌથી શક્તિશાળી રોકેટ છે, પરંતુ તે સ્ટારશિપના માત્ર અડધા થ્રસ્ટનું ઉત્પાદન પણ કરે છે. સ્ટારશિપ હજુ પ્રોટોટાઇપ સ્ટેજમાં હોવા છતાં, નાસાનું રોકેટ પ્રમાણિત અને કાર્યરત છે. ત્રીજા પરીક્ષણમાં, સ્ટારશિપે તેના મોટાભાગના ઉદ્દેશ્યોને પૂરા કર્યા અને કંપનીએ પણ આ અંગે ખુશી વ્યક્ત કરી અને પરીક્ષણને લગભગ સફળ ગણાવ્યું. સ્ટારશિપ રોકેટ ફરીથી વાપરી શકાય તેવું છે અને તે 150 મેટ્રિક ટન લોડને અવકાશમાં લઈ જવા માટે સક્ષમ છે. સ્ટારશિપમાં એક સાથે 100 લોકોને મંગળ પર લઈ જઈ શકાય છે.
Liftoff of Starship! pic.twitter.com/FaNcasuKaq
— SpaceX (@SpaceX) March 14, 2024
સ્ટારશિપ રોકેટનું પ્રથમ પરીક્ષણ એપ્રિલ-2023માં કરવામાં આવ્યું હતું, પરંતુ તે દરમિયાન ટેક ઓફ થયાની થોડી જ મિનિટોમાં વિસ્ફોટ સાથે સ્ટારશિપ નાશ પામ્યું હતું. સ્ટારશિપનું બીજું ટેસ્ટ નવેમ્બર-2023માં લેવામાં આવી હતી. જોકે, અવકાશમાં પહોંચ્યા બાદ બીજા ટેસ્ટમાં રોકેટ નાશ પામ્યું હતું. સ્ટારશિપનીા ત્રીજી ટેસ્ટ પ્રથમ બે ટેસ્ટની સરખામણીમાં ઘણી સફળ રહી છે. સ્ટારશિપનું આ પરીક્ષણ એટલા માટે પણ મહત્વનું છે કારણ કે આ દાયકાના અંતમાં અમેરિકન સ્પેસ એજન્સી નાસા સ્ટારશિપ રોકેટની મદદથી ચંદ્ર પર તેના અવકાશયાત્રીઓને મોકલવાની યોજના બનાવી રહી છે.
આ પણ વાંચો - British મંત્રીનું પ્લેન રશિયાની સીમા નજીક ઉડી રહ્યું હતું, અચાનક સિગ્નલ જામ થઈ ગયું અને પછી…
આ પણ વાંચો - Vatican City: માત્ર 800 લોકોનો દેશ છે ખુબ જ અજીબ, અહીં બાળકોનો જન્મ જ નથી થતો
આ પણ વાંચો - Israel Gaza war : ગાઝામાં આકાશથી મોત , રાહત પેકેટ નાખતા પેરાશૂટ ન ખૂલતા પાંચનાં મોત