ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sri Lanka: શ્રીલંકાએ વધુ 14 માછીમારોને કર્યા કેદ, આ વર્ષે શ્રીલંકન સરકારે 240 ભારતીયોને ઝડપ્યાં

શ્રીલંકા દ્વારા ભારતીય માછીમારો વિરુદ્ધ ગેરકાયદેસર માછીમારી કરવાનો આરોપ શ્રીલંકન નેવીએ 14 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. શ્રીલંકન સરકાર દ્વારા ભારતીય માછીમારો વિરુદ્ધ ગેરકાયદેસર માછીમારી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. શ્રીલંકન નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉત્તરી જાફના દ્વીપકલ્પના...
07:30 PM Dec 18, 2023 IST | Aviraj Bagda

શ્રીલંકા દ્વારા ભારતીય માછીમારો વિરુદ્ધ ગેરકાયદેસર માછીમારી કરવાનો આરોપ

શ્રીલંકન નેવીએ 14 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. શ્રીલંકન સરકાર દ્વારા ભારતીય માછીમારો વિરુદ્ધ ગેરકાયદેસર માછીમારી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. શ્રીલંકન નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉત્તરી જાફના દ્વીપકલ્પના કરાઈનગરના દરિયાકાંઠેથી માછીમારોની ધરપકડ કરી હતી. તે ઉપરાંત તમામ માછીમારોની બોટ જપ્ત કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે શ્રીલંકન સરકાર દ્વારા ભારતીય માછીમારોની ધરપકડનો આંકડો 240 પર પહોંચી ગયો છે.

તે ઉપરાંત અગાઉ 6 ડિસેમ્બરે મન્નાર અને કોવિલાન નજીક ઉત્તર-પૂર્વીય જળસીમામાં 21 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની ચાર બોટ જપ્ત કરવામાં આવી હતી.

માછીમારોની સમસ્યાને કારણે ભારત-શ્રીલંકા વચ્ચે વઘી રહ્યો તણાવ

ભારત દેશના મત્સ્યોદ્યોગ મંત્રી ડૌગલ દેવાનંદે શ્રીલંકાના જળસીમામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરતા ભારતીય માછીમારોની સમસ્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સંસદમાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય રાજદ્વારી ઉકેલની જરૂર છે. કારણ કે... આ ભારત અને શ્રીલંકા વચ્ચેનો વિવાદાસ્પદ મુદ્દો છે.

જો કે અગાઉ પણ શ્રીલંકાના નૌકાદળના જવાનોએ પાલ્ક સ્ટ્રેટમાં ભારતીય માછીમારો પર ગોળીબાર કર્યો હતો અને શ્રીલંકાના જળસીમામાં ગેરકાયદે પ્રવેશની અનેક કાનૂન વિરોધી ઘટનાઓમાં માછીમારોની બોટ જપ્ત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે... પાલ્ક સ્ટ્રેટએ ભારતના તમિલનાડુને શ્રીલંકાથી અલગ કરતી પાણીની એક સાંકડી પટ્ટી છે. તે બંને દેશોના માછીમારો માટે સમૃદ્ધ માછીમારી ક્ષેત્ર છે.

આ પણ વાંચો: દાઉદને ઝેર આપવાની ખબર પર જમાઈએ આપી પ્રતિક્રિયા

 

Next Article