Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

South Africa Capital: ભૌગોલિક સ્તરે વિશ્વનો સૌથી અનોખો દેશ, જાણો... કેમ તેની 3 રાજધાની ?

South Africa Capital: દરેક દેશની રાજધાની (Capital) તે દેશનું સૌથી વિશેષ શહેર ગણવામાં આવે છે. તે શહેર દેશની સરકાર ચાલાવે છે અને દરેક મોટા નિર્ણયો લેવામાં મુખ્ય ભૂમિતા ભજવે છે. વિશ્વ સ્તરે સામાન્ય રીતે દરેક દેશની એક રાજધાની હોય છે....
south africa capital  ભૌગોલિક સ્તરે વિશ્વનો સૌથી અનોખો દેશ  જાણો    કેમ તેની 3 રાજધાની

South Africa Capital: દરેક દેશની રાજધાની (Capital) તે દેશનું સૌથી વિશેષ શહેર ગણવામાં આવે છે. તે શહેર દેશની સરકાર ચાલાવે છે અને દરેક મોટા નિર્ણયો લેવામાં મુખ્ય ભૂમિતા ભજવે છે. વિશ્વ સ્તરે સામાન્ય રીતે દરેક દેશની એક રાજધાની હોય છે. પરંતુ વિશ્વમાં એક અનોખો દેશ છે, જેની એક સાથે 3 રાજધાની છે.

Advertisement

એક અહેવાલ અનુસાર દુનિયામાં ઘણા એવા દેશ છે જેની બે રાજધાની (Capital) છે. પરંતુ માત્ર એક જ દેશ છે. જેની પાસે 3 રાજધાની છે. આ એકમાત્ર દેશનું નામ દક્ષિણ આફ્રિકા (South Africa) છે. આ દેશની ત્રણ રાજધાની (South Africa Capital) છે - Pretoria, Cape Town અને Bloemfontein

South Africa Capital

South Africa Capital

Advertisement

દક્ષિણ આફ્રિકા (South Africa) માં પ્રિટોરિયા (Pretoria) એ વહીવટી રાજધાની છે અને સરકારની Executive Panel અહીં બેસે છે. રાષ્ટ્રપતિથી લઈને કેબિનેટ સુધીના લોકો પ્રિટોરિયા (Pretoria) માં રહે છે. પ્રિટોરિયા (Pretoria) માં અન્ય સરકારી કચેરીઓ અને વિદેશી દૂતાવાસો (Foreign Embassy) પણ છે.

  • દેશની 3 રાજધાની વિશે વિસ્તૃત માહિતી
  • પ્રથમ રાજધાનીમાં સરકારની એક્ઝિક્યુટિવ પેનલ બેસે છે
  • બીજી રાજધાનીમાં દેશનું સૌથી મોટું શહેર આવેલું છે
  • ત્રીજી રાજધાનીમાં દેશની સુપ્રીમ કોર્ટ આવેલી છે

દક્ષિણ આફ્રિકા (South Africa) માં કેપ ટાઉન (Cape Town) વિધાનસભાની રાજધાની ગણાય છે. આ તે છે જ્યાં દક્ષિણ આફ્રિકાની National Assembly હાજર છે અને National Council of Provinces પણ હાજર છે. ત્યાંના ભૌગોકિ વિસ્તારના આધારે વસ્તીના આધારે તે દેશનું બીજું સૌથી મોટું શહેર છે.

Advertisement

દક્ષિણ આફ્રિકા (South Africa) ની ત્રીજી રાજધાની બ્લૂમફોન્ટેન (Bloemfontein) ફ્રી સ્ટેટ પ્રાંતમાં છે. તે દેશના મધ્યમાં સ્થિત છે અને દેશની ન્યાયિક રાજધાની છે. દેશની સૌથી મોટી કોર્ટ અને Supreme Court of Appeal પણ ત્યાં હાજર છે.

શા માટે ત્યાં ત્રણ રાજધાની છે ?

દક્ષિણ આફ્રિકા (South Africa) માં સરકારની ન્યાયિક શાખા બ્લૂમફોન્ટેન (Bloemfontein) માં સ્થિત હતી. કારણ કે તે દેશના કેન્દ્રમાં હતી. પ્રિટોરિયા (Pretoria) માં Foreign Embassy બનાવવામાં આવી હતી અને ઘણી સરકારી ઓફિસો ત્યાં રાખવામાં આવી હતી. કારણ કે આઝાદી પહેલા પણ આ બધું એક જ શહેરમાં હતું. કારણ કે Pretoria દેશના સૌથી મોટા શહેર જોહાનિસબર્ગની નજીક હતું. અંતે, કેપટાઉન સંસદ માટે યોગ્ય માનવામાં આવતું હતું. કારણ કે બ્રિટિશ યુગ દરમિયાન અહીં સંસદ હતી.

આ પણ વાંચો: હવે આ મોટા દેશે પણ ગાંજાને લીગલ કર્યો, ઘરમાં પણ ઉઘાડવાની આપી મંજૂરી

Tags :
Advertisement

.