Russia-Ukraine war : રશિયાએ યુક્રેન પર ફરી કર્યો હુમલો, બાળક સહિત 23 લોકો ઘાયલ
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. 550 દિવસથી વધુ ચાલેલા યુદ્ધમાં હજારો સૈનિકો અને લોકોએ જીવ ગુમાવ્યા છે. શુક્રવારે ફરી એકવાર રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવાની માહિતી સામે આવી છે.
રશિયન હુમલો ખાર્કિવના પૂર્વ વિસ્તારમાં રહેણાંક મકાનોને નિશાન બનાવામાં આવ્યું છે. આ હુમલામાં એક 10 વર્ષના બાળકનું મોત થયું હતું, જ્યારે 23થી વધુ લોકો ઘાયલ થયા હતા. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી અહીં રોજેરોજ ગોળીબાર થઈ રહ્યો છે. અધિકારીઓએ એક નિવેદનમાં કહ્યું હતું કે, રશિયા દ્વારા નાગરિકો પર બીજો હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 10 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાદેશિક ગવર્નર ઓલેગ સિનેગુબોવે જણાવ્યું હતું કે બાળક સહિત 23 લોકો ઘાયલ થયા છે અને હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે.
24 કલાકથી ઓછા સમયમાં બીજો હુમલો
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, રશિયન ક્રૂઝ મિસાઇલોએ શહેર પર બે વખત હુમલો કર્યો હતો. આમાં એક મિસાઈલ રસ્તા પર પડી, જેના કારણે ઘરોની બારીઓ તૂટી ગઈ. બીજી મિસાઈલ ત્રણ માળની રહેણાંક ઈમારત પર પડી, જેના કારણે આગ લાગી. યુક્રેનના ખાર્કિવ પ્રદેશ પર રશિયાના સૌથી ઘાતક હુમલામાં 50 થી વધુ લોકો માર્યા ગયાના 24 કલાકથી ઓછા સમયમાં આ બીજો હુમલો હતો. આ હુમલામાં માર્યા ગયેલાઓમાં એક 6 વર્ષનો બાળક પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. રશિયાએ યુક્રેન વચ્ચે ચાલી રહેલા હુમલામાં સામાન્ય જનતાને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આખરે આ યુદ્ધનો અંત ક્યારે આવે તેની સૌ કોઇ રાહ જોઇ રહ્યા છે.