Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ram Mandir : પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સાહનો ઉત્સાહ, યુરોપથી લઈ US ના 10 જિલ્લામાં લાગ્યા પોસ્ટર

Ram Mandir News : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામ મંદિર (Ram Mandir) માં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે જેને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે હવે આ કાર્યક્રમને લઈને વિદેશમાં પણ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે,...
09:59 AM Jan 13, 2024 IST | Hiren Dave
shri ram billboards in US,

Ram Mandir News : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામ મંદિર (Ram Mandir) માં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે જેને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે હવે આ કાર્યક્રમને લઈને વિદેશમાં પણ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે, એફિલ ટાવરથી લઈને ટાઈમ્સ સ્કેવર સુધી હિન્દુ આ કાર્યક્રમને લઈને ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે. પેરિસમાં 21મી જાન્યુઆરીએ રામ રથયાત્રા કાઢવામાં આવશે જેમાં સમગ્ર યુરોપમાંથી લોકો જોડાશે.

 

યુરોપથી લઈને અમેરિકા સુધી આ ભવ્ય મહોત્સવની તૈયારી ચાલી રહી છે

એક તરફ જ્યાં ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરીમાં રામલલા( Ram Mandi) rના સ્વાગતની તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે સમગ્ર દેશમાં જ નહીં પણ યુરોપથી લઈને અમેરિકા સુધી આ ભવ્ય મહોત્સવની તૈયારી ચાલી રહી છે. ઉજવણીનો માહોલ ધીરે ધીરે વિદેશમાં પહોંચી રહ્યો છે. આ ભવ્ય ઉજવણીનો ઉત્સાહ અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેરથી લઈને યુરોપના એફિલ ટાવર સુધી જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ સરકાર આ કાર્યક્રમમાં કોઈ કસર છોડવા માંગતી નથી અને કાર્યક્રમને લઈને પુરજોશમાં તૈયારી કરી રહી છે ત્યારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં 21મી જન્યુઆરીએ રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર યુરોપમાંથી હજારો લોકો ઉમટશે. આ ઉપરાંત એફિલ ટાવર પાસે પણ ઉજવણી કરવામાં આવશે. આ સિવાય અમેરિકાના ટાઈમ્સ સ્કવેર ખાતે પણ રામ મંદિર થનારા પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું 22મી તારીખે જીવંત પ્રસારણ કરવામાં આવશે.

 

ઉત્તર અમેરિકાથી કેનેડા સુધી મંદિરોમાં દિપોત્સવનું આયોજન

આ સિવાય ઉત્તર અમેરિકાથી કેનેડા સુધીના પણ મંદિરોમાં દિપોત્સવનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં કેલિફોર્નિયા ઉપરાંત વોશિંગ્ટન, શિકાગો અને અમેરિકાના અન્ય શહેરોમાં પણ વિશાળ કાર રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રાણ પ્રતિષ્ઠા ભારતીય સમય અનુસાર બપોરે 12.30 વાગ્યે થશે. તે સમયે પેરિસમાં વહેલી સવાર અને અમેરિકામાં મોડી રાત હશે.

 

આ પણ વાંચો- Presidential elections: ચીન વિવાદ વચ્ચે આજે Taiwan માં રાષ્ટ્રપતિની ચૂંટણી

 

Tags :
AyodhyaIndiapm modipran-pratishtharam mandirram mandir openingshri ram billboards in USunied statesuttra pradesh
Next Article