Pyramid Mystery: નાઇલની ખોવાયેલી શાખા પિરામિડની નજીક મળી આવી
Pyramid Mystery: વૈજ્ઞાનિકો (Scientist) એ નાઇલ નદી (Nile river) ની એક લાંબી શાખા શોધી કાઢી છે. જે એક સમયે ઇજિપ્ત (Egypt) માં 30 થી વધુ પિરામિડ (Pyramid) માંથી પસાર થતી હતી. આ શોધથી પ્રાચીન ઇજિપ્તવાસીઓ તેમના પ્રખ્યાત સ્મારકો બનાવવા માટે વિશાળ પથ્થરોનું પરિવહન કેવી રીતે કરતા હતા તેનું રહસ્ય ઉકેલવાનું સરળ બન્યું છે. (Egypt) ના Pyramid વિશેનો સૌથી આશ્ચર્યજનક પ્રશ્ન એ છે કે જ્યારે આવા ભારે પથ્થરોને ખસેડવા માટે કોઈ મશીનો કે વાહનો ન હોતા. ત્યારે પ્રાચીન Egyptian ઓ આવા ભારે પથ્થરોને આવી જગ્યાએ કેવી રીતે ખસેડવામાં આવતા હતા.
ગીઝા પિરામિડ પાસે નાઇલ નદીની દાટેલી શાખા મળી
નદીની હાજરીને કારણે તે હરિયાળો વિસ્તાર હતો
ગંભીર દુષ્કાળના કારણે નદીનો આ ભાગ સુકાઈ ગયો
હવે વૈજ્ઞાનિકોને Egypt ના Giza Pyramids પાસે Nile river ની દાટેલી શાખા મળી છે. સદીઓ પહેલા Nile river અહીંથી પસાર થતી હતી. Giza ના Pyramids ની નજીક મળેલી શાખા હજારો વર્ષોથી રણ અને ખેતરોમાં દટાયેલી હતી. આ અંગેના અહેવાલ ગુરુવારે પ્રકાશિત કરવામાં આવ્યા છે. નિષ્ણાતોના મતે Nile river ની આ શાખા એ પણ સમજાવે છે કે શા માટે આ Pyramids 3,700 થી 4,700 વર્ષ પહેલાં એક ચોક્કસ શ્રેણીમાં બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Red Sea Fashion Week: સાઉદી અરેબિયાએ પહેલીવાર સ્વિમસૂટ ફેશન શો કરીને ઈતિહાસ રચ્યો
નદીની હાજરીને કારણે તે હરિયાળો વિસ્તાર હતો
નિષ્ણાતો કહે છે કે તે સમયે નદીની હાજરીને કારણે તે હરિયાળો વિસ્તાર હતો. અહીં 31 પિરામિડ બનાવવામાં આવ્યા હતા. પ્રાચીન Egypt ની રાજધાની Memphis નજીકની પટ્ટીમાં Giza Pyramids, વિશ્વની સાત અજાયબીઓમાં એકમાત્ર હયાત રચના છે. જેમાં ખાફ્રે, ચેઓપ્સ અને માયકેરિનોસ Pyramids નો પણ સમાવેશ થાય છે. પુરાતત્વવિદો લાંબા સમયથી માનતા હતા કે પિરામિડની નજીક એક જળમાર્ગ હોઈ શકે છે, જેનો ઉપયોગ પ્રાચીન ઇજિપ્તવાસીઓ મકાન સામગ્રીના પરિવહન માટે કરતા હતા.
આ પણ વાંચો: Kyrgyzstan Riots: 10 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ પર Kyrgyzstani લોકોએ કર્યો હુમલો
ગંભીર દુષ્કાળના કારણે નદીનો આ ભાગ સુકાઈ ગયો
સંશોધકોની આંતરરાષ્ટ્રીય ટીમે નદીના માર્ગને ટ્રેસ કરવા માટે રડાર સેટેલાઇટ ઇમેજનો પણ ઉપયોગ કર્યો હતો. રડાર દ્વારા રેતીની અંદર નદીની રચનાઓ શોધી કાઢવામાં આવી હતી. કોમ્યુનિકેશન અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં Pyramids ની નજીક રેતીની નીચે દટાયેલી નાઈલ નદીની હાજરીની પુષ્ટિ થઈ છે. સંશોધકોનું કહેવું છે કે શક્ય છે કે 4,200 વર્ષ પહેલા નદીમાં ગંભીર દુષ્કાળના કારણે નદીનો આ ભાગ સુકાઈ ગયો અને રેતીની નીચે દટાઈ ગયો હતો.
આ પણ વાંચો: Crypto King Alleged: યુવાનો સાથે છેતરપિંડીના મામલે Aiden Pleterski ની કરાઈ ધરપકડ