Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પુતિનના દિવસો ભરાઈ ગયા ?, હોટ ડોગ વેચનારે પુતિનને આપી દીધી ધમકી

24 ફેબ્રુઆરી, 2022ના દિવસે પુતિનના એક આદેશથી રશિયાએ યુક્રેન પર હુમલા શરૂ કર્યા અને યુદ્ધની ઘોષણા થઈ. આ યુદ્ધ શરૂ થયું ત્યારે સરમુખત્યાર પુતિને તેને ઓપરેશન તરીકે ઓળખાવ્યું હતું. પુતિન માટે આ એક લશ્કરી મિશન હતું, જેનો મુખ્ય હેતુ સમગ્ર...
પુતિનના દિવસો ભરાઈ ગયા    હોટ ડોગ વેચનારે પુતિનને આપી દીધી ધમકી

24 ફેબ્રુઆરી, 2022ના દિવસે પુતિનના એક આદેશથી રશિયાએ યુક્રેન પર હુમલા શરૂ કર્યા અને યુદ્ધની ઘોષણા થઈ. આ યુદ્ધ શરૂ થયું ત્યારે સરમુખત્યાર પુતિને તેને ઓપરેશન તરીકે ઓળખાવ્યું હતું. પુતિન માટે આ એક લશ્કરી મિશન હતું, જેનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વમાં એક સ્પષ્ટ સંદેશો આપવાનો હતો કે રશિયા પોતાના સાર્વભૌમત્વ, ભૌગોલિક સરહદો અને રાષ્ટ્રીય હિતો સાથે કોઈપણ પ્રકારની છેડછાડ સહન નહીં કરે.

Advertisement

પરંતુ હાલ સ્થિતિ કઈ એવી છે કે યુક્રેન યુદ્ધમાં રશિયાને સાથ આપી રહેલા પ્રાઈવેટ આર્મી વેગનર ગ્રુપે રશિયા સામે ખુલ્લેઆમ બળવો પોકાર્યો છે અને પ્રેસિડન્ટ પુતિન સંકટમાં આવી ગયા છે. વેગનર ગ્રુપ 50,000થી વધુ સૈનિકોવાળી રશિયાની પ્રાઈવેટ આર્મી છે જેના વડા છે યેવજેની પ્રિગોઝીન.

તમને જણાવી દઈએ કે, આ યેવજેની પ્રિગોઝીને રશિયન સરકાર અને મિલિટરી સામે જંગનું એલાન કરી દીધું છે અને તેમનો દાવો છે કે તેમણે યુક્રેનની સરહદ છોડીને રશિયાના મોટા શહેર અને મિલિટરી પ્લેસ રોસ્તોવનો કબજો કરી લીધો છે. પ્રિગોઝીને એવી પણ ધમકી આપી છે કે જે કોઈ પણ અમારા માર્ગમાં આવશે તે તેને માટે જવાબદાર રહેશે.

Advertisement

કોણ છે યેવજેની પ્રિગોઝીન

Advertisement

યેવજેની પ્રિગોઝીનનો જન્મ 1961માં રશિયાના લેનિનગ્રાડમાં થયો હતો. લેનિનગ્રાડ આજે સેન્ટ પીટર્સબર્ગ તરીકે ઓળખાય છે. 1981માં યેવજેનીને હુમલો, લૂંટ અને છેતરપિંડીના ગુનામાં દોષિત સાબિત થયા બાદ 13 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જો કે સોવિયત સંઘના પતન બાદ યેવજેનીને 9 વર્ષની સજા બાદ જ મુક્ત કરવામાં આવ્યો હતો. વધુમાં તમેને જણાવી દઈએ કે, વેગનર પ્રાઈવેટ આર્મીનો વડો યેવજેની પ્રિગોઝીન ઘોષિત ગુનેગાર છે. તે ઘણા મોટા ગુનાઓમાં વોન્ટેડ હતો. તે જેલમાં ગયો. ત્યાંથી નીકળ્યા બાદ તેણે હોટ-ડોગ્સ વેચવાનું શરૂ કર્યું હતું. બાદમાં તેઓ પુતિનના શેફ બન્યા હતા. આજે તેની પાસે રેસ્ટોરાંની આખી ચેઈન છે અને હાલમાં તે યુક્રેન સામે રશિયા તરફથી લડી રહ્યો હતો પરંતુ હાલ તેમણે રશિયા સમક્ષ બળવો પોકાર્યો છે.

જેલમાંથી બહાર આવીને પોતાનો ધંધો શરુ કર્યો

જેલમાંથી બહાર આવીને પ્રિગોઝીને હોટ ડોગ વેચવાનું કામ શરુ કર્યું હતું. તે પછી એક રેસ્ટોરન્ટ ખોલી હતી જે થોડાક જ સમયમાં ખૂબ લોકપ્રિય બની હતી અને પછી તો ખુદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પોતે વિદેશી મહેમાનોને આ રેસ્ટોરાંમાં જમવા લઈ જવા લાગ્યા. આ રીતે યેવજેની રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની નજીક આવી ગયા હતા. પુતિન સાથેની નિકટતાનો લાભ લઈને પ્રિગોઝીને કેટરિંગનો ધંધો શરૂ કર્યો હતો અને રશિયન લશ્કર અને શાળાના બાળકોને ખવડાવવા માટે સરકારી કોન્ટ્રાક્ટ લેવાનું શરુ કર્યું હતું. આ કારણે યેવજેનીની ઓળખ પુતિનના રસોઈયા તરીકે થઈ હતી. યેવજેની પ્રિગોઝીને કેટરિંગના બિઝનેસથી ઘણા પૈસા કમાયા છે.

રશિયન લશ્કરના સપોર્ટથી વેગનર આર્મી બનાવી

પ્રિગોઝીને રશિયન લશ્કરના સપોર્ટથી એક પ્રાઈવેટ આર્મી નિર્માણ કર્યું જેનું નામ વેગનર ગ્રુપ રાખવામાં આવ્યું. આ પ્રાઈવેટ આર્મીમાં રિટાયર્ડ લશ્કરી અધિકારીઓ અને સૈનિકોની ભરતી કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ વેગનર ગ્રુપમાં ગુનેગારોને પણ સામેલ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા હતા. વેગનર ગ્રુપને રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનનો પણ ટેકો મળ્યો હતો. આરોપ છે કે વેગનર ગ્રુપે સીરિયા, લિબિયા, માલી અને મધ્ય આફ્રિકાના દેશોમાં પણ ક્રૂર મિશન ચલાવ્યા છે. રશિયાએ જ્યારે યુક્રેન પર હુમલો કર્યો ત્યારે માત્ર વેગનર ગ્રુપના લડવૈયાઓને જ ફ્રન્ટલાઈન પર તૈનાત કરવામાં આવ્યા હતા. વેગનર ગ્રુપના વધતા પ્રભાવને કારણે રશિયાના ટોચના નેતાઓમાં પ્રિગોઝીનનો પ્રભાવ વધ્યો હતો અને પ્રિગોઝીનને પુતિનના આગામી અનુગામી તરીકે પણ જોવામાં આવતા હતા. પ્રિગોઝીને રશિયાના સંરક્ષણ મંત્રાલય વિરુદ્ધ વારંવાર જાહેરમાં નિવેદનો આપ્યા છે. હવે બળવાનું બ્યુગલ ફૂંકીને પ્રિગોઝીને પુતિનની સાથે સાથે પોતાની મુશ્કેલીઓ પણ વધારી દીધી છે.

બધું સારું ચાલતું હતું તો વાંધો ક્યાં પડ્યો ?

ફેબ્રુઆરી 2022 માં જ્યારે રશિયાએ યુક્રેન સામે યુદ્ધ માંડ્યું ત્યારે સૌથી પહેલા આ જ વેગનર ગ્રુપને ઉતારાયું હતું ત્યારથી માંડીને અત્યાર સુધી તે રશિયન આર્મી સાથે મળીને લડતું હતું. પરંતુ તાજેતરમાં યુક્રેનના બખમુતમાં વેગનર કેમ્પમાં મિસાઈલ એટેક થયા હતા, હવે વેગનર ચીફ પ્રિગોઝીનનું કહેવું છે આ હુમલા રશિયન સેના અને ક્રેમિલને કરાવ્યાં છે બસ આટલી વાતે પ્રિગોઝીનનો પિત્તો છટક્યો અને તેણે રશિયા સામે ખુલ્લા બળવાનું એલાન કરી દીધું.

આ પણ વાંચો : US President Joe Biden એ PM Modi ને ભેટમાં આપ્યું ખાસ મેસેજ લખેલું T-shirt

Tags :
Advertisement

.