Presidential elections: ચીન વિવાદ વચ્ચે આજે Taiwan માં રાષ્ટ્રપતિની ચૂંટણી
Presidential elections: આ વર્ષે ભારત અને અમેરિકા સહિત લગભગ 50 દેશોમાં રાષ્ટ્રીય ચૂંટણી યોજનાર છે અને આવું વિશ્વના ઈતિહાસમાં પ્રથમ વખત બનશે. આ ચૂંટણીઓમાં વિશ્વની અડધાથી વધુ વસ્તી ભાગ લેશે. આ દેશોનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વિશ્વના GDPના 60 ટકા જેટલું છે. પૂર્વ એશિયાના તાઈવાન (Taiwan)માં આજે રાષ્ટ્રપતિ અને સંસદીય ચૂંટણી માટે ત્યાં મતદાન થઈ રહ્યું છે.
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 2.3 કરોડ લોકો મતદાન કરશે
તાઈવાનમાં આજે રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential elections) છે ત્યારે 2 કરોડ 30 લાખ લોકો મતદાન કરશે. ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (DPP)ના લાઈ ચિંગ-તે (Lai Ching-te), કુઓમિન્ટાંગ પાર્ટી (KMT) ના હો યુ-એહ (Hou Yu-ieh) અને તાઈવાન પીપલ્સ પાર્ટી (TPP) ના કો વેન-જે (Ko Wen-je) વચ્ચે રાષ્ટ્રપતિ પદ માટે મતદાન થઈ રહ્યું છે.
તાઈવાનનું સંરક્ષણ મંત્રાલય એલર્ટ પર
તાઈવાનના સંરક્ષણ મંત્રાલયને ડર છે કે ચૂંટણી (Presidential elections) ના થોડા કલાકોમાં ચીન તરફથી મોટા સાયબર હુમલા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ચીન તાઈવાનમાં લોકશાહી શહન નથી કરી શક્તું. આ કારણે તાઈવાનનું સંરક્ષણ મંત્રાલય એલર્ટ પર છે. સાયબર હુમલાને કારણે તાઈવાનને અબજોનું નુકસાન થવાની ભીતિ છે. ચીન તાઈવાન પર કબજો કરવા માંગે છે પરંતુ તાઈવાન આવું થવા દેવા માંગતું નથી.
તાઈવાનના લોકો શું ઈચ્છે છે?
તાઈવાનના મોટાભાગના લોકો ખુદને ચીનના મેનલેન્ડથી અલગ માને છે. અનેક તાઈવાની પોતાને એક અલગ દેશનો હિસ્સો ગણે છે. જોકે મોટાભાગના લોકો સ્થિતિને યથાવત્ રાખવાના પક્ષધર છે. એ ન તો તાઈવાનને ચીનથી સ્વતંત્ર થયાની જાહેરાત કરે છે અને ન તો ચીન સાથે એકજૂટતા દર્શાવે છે પણ ચીન સરકાર કહે છે કે આ એક અલગ પ્રાંત છે જે છેવટે તો દેશનો હિસ્સો જ હશે. ચીન ધમકી આપવામાં પણ ચૂકતું નથી. ચીનના વિદેશ મંત્રાલયે અમેરિકા વિશે કહ્યું કે અમેરિકાએ આ મામલે દખલ કરતાં બચવાની જરૂર છે. જેથી બે દેશો વચ્ચેના સંબંધો બગડે નહીં.
આ પણ વાંચો - IND-UK News: જેન મેરિયટ Pakistan માં પહોંચનાર પ્રથમ મહિલા British હાઈ કમિશનર