Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Earthquake : ફરી એકવાર અફઘાનિસ્તાનની ધરતી ભૂકંપના આંચકાથી હચમચી ઉઠી

ગયા મહિને આવેલા ભૂકંપમાંથી અફઘાનિસ્તાન હજુ પણ બહાર આવ્યું નથી. આ દરમિયાન ફરી એકવાર અફઘાનિસ્તાનની ધરતી ભૂકંપના આંચકાથી હચમચી ઉઠી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના રિપોર્ટ અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.2 હતી. ગયા મહિને આવેલા ભૂકંપના અનેક આંચકાઓમાં...
10:44 AM Dec 12, 2023 IST | Hiren Dave

ગયા મહિને આવેલા ભૂકંપમાંથી અફઘાનિસ્તાન હજુ પણ બહાર આવ્યું નથી. આ દરમિયાન ફરી એકવાર અફઘાનિસ્તાનની ધરતી ભૂકંપના આંચકાથી હચમચી ઉઠી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના રિપોર્ટ અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.2 હતી. ગયા મહિને આવેલા ભૂકંપના અનેક આંચકાઓમાં 4000થી વધુ લોકોના મોત થયા હતા.

અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકાથી લોકો ડર્યા છે અને તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી.આ ભૂકંપ આજે સવારે 7.35 કલાકે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)એ આ માહિતી આપી હતી.તમને જણાવી દઈએ કે ભૂકંપના કારણે હાલ કોઈ જાનહાનિની ​​માહિતી નથી.

 

ભૂકંપ કેમ આવે છે ?

પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે

આ પણ વાંચો-યુક્રેનની રાજધાનીમાં મોડી રાતે હવાઈ હુમલા, બે લોકો ઘવાયા, ઘણી ઇમારતોને થયું નુકસાન

 

Tags :
Afghanistanearthquakeworld news
Next Article