Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

North Korea: ઉત્તર કોરિયાએ ઘન ઈંધણ પર મહારથ હાંસિલ કરી, બનાવી વિનાશકારી મિસાઈલ

ઉત્તર કોરિયાની ઘન ઈંધણમાં હાસિલ કરી જીત ઉત્તર કોરિયાએ પૂર્વ સમુદ્રમાં બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. આ ઉત્તર કોરિયાની અત્યાર સુધીની સૌથી વિકસિત અને શક્તિશાળી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) હોવાનું કહેમાં આવી રહ્યું છે. એક અહેવાલ અનુસાર, તે 15,000 કિલોમીટરથી...
north korea  ઉત્તર કોરિયાએ ઘન ઈંધણ પર મહારથ હાંસિલ કરી  બનાવી વિનાશકારી મિસાઈલ

ઉત્તર કોરિયાની ઘન ઈંધણમાં હાસિલ કરી જીત

Advertisement

ઉત્તર કોરિયાએ પૂર્વ સમુદ્રમાં બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. આ ઉત્તર કોરિયાની અત્યાર સુધીની સૌથી વિકસિત અને શક્તિશાળી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) હોવાનું કહેમાં આવી રહ્યું છે. એક અહેવાલ અનુસાર, તે 15,000 કિલોમીટરથી વધુનું અંતર કાપી શકે છે. આ વખતે જે મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે તે ઘન ઈંધણ પર આધારિત છે અને આ મિસાઈલનું નામ Hwasong-18 ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક રાખવામાં આવ્યું છે.

ઘન ઈંધણ પ્રવાહી ઈંધણ કરતાં વધારે ઉત્તમ

Advertisement

ઘન ઇંધણની મિસાઇલો પ્રવાહી ઇંધણ કરતાં ઘણી સારી સાબિત થઈ છે. લોન્ચ પહેલા તરત જ ઇંધણ ભરવાની જરૂર નથી. તે પ્રવાહી ઇંધણ કરતાં સરળ અને સલામત સાબિત થાય છે. ઘન ઇંધણમાં  ઓક્સિડાઇઝરનું મિશ્રણ છે. એલ્યુમિનિયમ જેવો મેટાલિક પાવડર તેમાં ઇંધણનું કામ કરે છે. જ્યારે એમોનિયમ પરક્લોરેટ સામાન્ય રીતે ઓક્સિડાઇઝર માટે વપરાય છે.

ક્યા દેશમાં ઘન ઈંધણથી હથિયારો તૈયાર કરવામાં આવ્યાં છે

Advertisement

ઘન ઈંધણનો ઈતિહાસ ઘણો જૂનો છે. તો બીજી તરફ ચીનના લોકો ફટાકડામાં તેનો ઉપયોગ કરતા હતા. 20મી સદીના મધ્યમાં અમેરિકાએ આ ઈંધણમાં વધુ સુધારો કર્યો અને એક શક્તિશાળી પ્રોપેલન્ટ વિકસાવ્યું છે. સોવિયેત સંઘે 1970 ના દાયકાની શરૂઆતમાં તેની પ્રથમ ઘન ઇંધણ મિસાઇલ લોન્ચ કરી હતી. ફ્રાન્સ અને ચીન ઘન ઇંધણ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલોથી સજ્જ હોવાનું પણ કહેવાય છે. દક્ષિણ કોરિયાનું કહેવું છે કે તેણે "કાર્યક્ષમ અને અદ્યતન" ઘન ઇંધણ બેલેસ્ટિક મિસાઇલ ટેકનોલોજી પણ મેળવી છે.

આ પણ વાંચો: ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાના કાવતરા અંગે પીએમ મોદીનું પહેલું નિવેદન

Tags :
Advertisement

.