Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

New Zealand News: New Zealand ના સંસદમાંથી MP નો વાયરલ વીડિયો

New Zealand News: New Zealand ના સંસદમાંથી એક સાંસદનો ભાષણ દરમિયાનનો વીડિયો Social Media પર વાયરલ થઈ રહ્યો છે. હાલમાં, તે લોકોમાં પણ ખૂબ ચર્ચાનો વિષય (New Zealand News) બન્યો છે. જે સાંસદનો આ વીડિયો છે તેનું નામ Hana Rawhiti...
09:14 PM Jan 05, 2024 IST | Aviraj Bagda
Viral video of MP from New Zealand Parliament

New Zealand News: New Zealand ના સંસદમાંથી એક સાંસદનો ભાષણ દરમિયાનનો વીડિયો Social Media પર વાયરલ થઈ રહ્યો છે. હાલમાં, તે લોકોમાં પણ ખૂબ ચર્ચાનો વિષય (New Zealand News) બન્યો છે. જે સાંસદનો આ વીડિયો છે તેનું નામ Hana Rawhiti Maipi-Clarke છે. હાના માત્ર 21 વર્ષની છે અને 170 વર્ષમાં New Zealand ની સૌથી યુવા સાંસદ છે. દેશના સૌથી વરિષ્ઠ અને આદરણીય સાંસદોમાંના એક નનૈયા મહુતાને હટાવીને તેઓ ગયા વર્ષે ઓક્ટોબરમાં સંસદમાં ચૂંટાયા હતા.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2024/01/e7467af4-6296-436d-8223-c49e5704e1f3.mp4

Hana Rawhiti Maipi-Clarke સૌથી યુવા સાંસદ

ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં આપવામાં આવેલા આ ભાષણમાં, Hana Rawhiti Maipi-Clarke મતદારોને આપેલા વચન વિશે વાત કરી રહ્યી છે. જેમાં તે કહી રહી છે કે, “હું તારા માટે જીવીશ અને મરીશ પણ.”

21 વર્ષીય ક્લાર્ક 1853 પછી સૌથી યુવા સાંસદ છે. દેશના સૌથી વરિષ્ઠ અને આદરણીય સાંસદોમાંના એક નનૈયા માહુતાને હરાવ્યા બાદ તે ગયા વર્ષે ઓક્ટોબરમાં New Zealand ની સંસદમાં ચૂંટાઈ હતી. Hana Rawhiti Maipi-Clarke ન્યુઝીલેન્ડના અધિકારો માટે લડી રહી છે. તેમના શક્તિશાળી ભાષણમાં ક્લાર્કે કહ્યું, "મને સંસદમાં આવતા પહેલા કેટલીક સલાહ આપવામાં આવી હતી, કે હું કોઈપણ વાતને વ્યક્તિગત રીતે ના સ્વીકારું, તો ત્યારે આ સંસદમાં હું દરેક વાતને વ્યક્તિગત રીતે સ્વીકાર્યા સીવાય કંઈપણ નહીં કરું."

 દ્વારા Maori ભાષા વિશે માર્ગદર્શન

ધ ગાર્જિયને કહ્યું કે તે પોતાને એક રાજકારણી તરીકે જોતી નથી. પરંતુ Maori ભાષાના રક્ષક તરીકે જુએ છે અને માને છે કે Maori ને નવી પેઢીના અવાજો સાંભળવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે Maori ભાષા ન્યુઝીલેન્ડમાં બોલાતી પોલિનેશિયન ભાષા છે. 21 વર્ષીય Hana Rawhiti Maipi-Clarke ઓકલેન્ડ અને હેમિલ્ટન વચ્ચેના નાના શહેર હંટલીની રહેવાસી છે. જ્યાં તે Maori

કોમ્યુનિટી યુનિયન ચલાવે છે. આ સમુદાય બાળકોને ચંદ્ર કેલેન્ડર અનુસાર બાગકામ વિશે શિક્ષિત કરે છે. તમને જણાવી દઈએ કે, Hana Rawhiti Maipi-Clarke નો અહીંની રાજનીતિ સાથે લાંબો સંબંધ છે. તેમના પરદાદા વિરેમુ કેટેન 1872 માં તાજના પ્રથમ માઓરી મંત્રી હતા.

આ પણ વાંચો: Jordan: Jordan માં 120 ભારતીય કામદારો અટવાયા

Tags :
GujaratFirsthakaHana Rawhiti Maipi-ClarkemaoriNewZealandViralNewsViralVideo
Next Article