Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Morocco Earthquake : મોરોક્કોમાં શોકનો માહોલ, ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 2000થી વધુ લોકોના મોત

મોરોક્કોમાં 60 વર્ષ પછીના સૌથી મજબૂત ભૂકંપે દેશને હચમચાવી નાખ્યો છે. મોટી સંખ્યામાં ઈમારતો ધરાશાયી થઈ હતી અને કાટમાળ નીચે જીવતા દટાયેલા લોકોને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. લોકોને શોધવા માટે સશસ્ત્ર દળો તૈનાત કરવામાં આવ્યા છે. આ ભૂકંપ...
morocco earthquake   મોરોક્કોમાં શોકનો માહોલ  ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 2000થી વધુ લોકોના મોત

મોરોક્કોમાં 60 વર્ષ પછીના સૌથી મજબૂત ભૂકંપે દેશને હચમચાવી નાખ્યો છે. મોટી સંખ્યામાં ઈમારતો ધરાશાયી થઈ હતી અને કાટમાળ નીચે જીવતા દટાયેલા લોકોને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. લોકોને શોધવા માટે સશસ્ત્ર દળો તૈનાત કરવામાં આવ્યા છે. આ ભૂકંપ શુક્રવારે રાત્રે આવ્યો હતો જેની તીવ્રતા 6.8 હતી. આ અકસ્માતમાં 2012થી વધુ લોકોના મોત થયા છે અને 2059 લોકો ઘાયલ થયા છે. સેંકડો લોકો બેઘર બન્યા છે. મોરોક્કોએ 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.

Advertisement

મોરોક્કોમાં આવેલા ભૂકંપના કારણે સૌથી વધુ વિનાશ મારાકેશમાં થયો હતો. અહીં ઈમારતો ધરાશાયી થવાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. શહેરની ઐતિહાસિક ઈમારતો અને મસ્જિદો ધ્રૂજતી જોવા મળી હતી. મોરોક્કોમાં 1960 પછીનો આ સૌથી મોટો ભૂકંપ છે. ઊંચી ઇમારતો ક્ષણવારમાં તૂટી પડી હતી.

Advertisement

મોરોક્કોમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે લોકો શોપિંગ કોમ્પ્લેક્સ અને રમતના મેદાનમાં હાજર હતા. ધરતી ધ્રૂજતાની સાથે જ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા હતા. ભયના કારણે લોકોએ આખી રાત રસ્તાઓ પર વિતાવી હતી. આ ભૂકંપથી આખા દેશમાં અફરા-તફરી મચી ગઈ હતી. મોરોક્કોમાં ભૂકંપના આંચકા છેક પોર્ટુગલ અને અલ્જીરિયા સુધી અનુભવાયા હતા.

Advertisement

ભૂકંપ બાદ વાતવરણ ગમગીન બન્યું

ભૂકંપ આવ્યા બાદ થોડી જ સેકન્ડોમાં સર્વત્ર ચીસો પડી ગઈ હતી. દરેક લોકો પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા. ભૂકંપ બાદ છેલ્લા ઘણા કલાકોથી બચાવ કામગીરી ચાલી રહી છે. કોંક્રીટના કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ મોટાભાગે કાટમાળમાંથી માત્ર મૃતદેહો જ બહાર આવી રહ્યા છે.

પહાડી ખડકો રસ્તા પર પટકાયા

ભૂકંપ બાદ તરત જ મોરોક્કન સેના અને ઈમરજન્સી સર્વિસ ક્ષતિગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ આસપાસના પર્વતીય વિસ્તારોમાં જતા રસ્તાઓ વાહનોથી જામ થઈ ગયા છે. આ સાથે જ રસ્તા પર અનેક પહાડી ખડકો આવી ગયા છે જેના કારણે આ વિસ્તારોમાં બચાવ કામગીરી ધીમી પડી છે.

આ  પણ  વાંચો -ભારત માટે ઉપલબ્ધિઓથી ભરપૂર રહ્યો G-20નો પ્રથમ દિવસ

Tags :
Advertisement

.