Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Maldivesboycott : મુઇઝુ સરકાર પર વિપક્ષનું દબાણ વધ્યું, કહ્યું- સોશિયલ મીડિયા પોસ્ટના કારણે..!

Maldivesboycott : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દ્વારા તાજેતરમાં લક્ષદ્વીપની (Lakshadweep) મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રવાસ પછી માલદીવના નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા પર પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાના કારણે બંને દેશો વચ્ચે સંબંધો વણસ્યા છે. ત્યારે...
03:08 PM Jan 10, 2024 IST | Vipul Sen

Maldivesboycott : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દ્વારા તાજેતરમાં લક્ષદ્વીપની (Lakshadweep) મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રવાસ પછી માલદીવના નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા પર પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાના કારણે બંને દેશો વચ્ચે સંબંધો વણસ્યા છે. ત્યારે હવે આ મામલે માલદીવના વિપક્ષ દ્વારા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ (Mohamed Muizzu) પર દબાણ વધારવામાં આવી રહ્યું છે.

પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરનારા માલદીવના નેતાઓ સામે ભારતીય નાગરિકો દ્વારા ભારે રોષ દાખવવામાં આવ્યો હતો અને સાથે જ મોટી સંખ્યામાં ભારતીય નાગરિકોએ પોતાનો માલદીવનો પ્રવાસ પણ રદ કર્યો હતો. આથી માલદીવને ભારે આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે. સોશિયલ મીડિયા પર બૉયકોટ માલદીવ (Maldivesboycott) ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. જો કે, વિવાદ વધતા માલદીવ સરકારે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા મંત્રીઓને સસ્પેન્ડ કર્યા હતા અને ડેમેઝ કન્ટ્રોલ કરતા માલદીવ સરકારે કહ્યું હતું કે, જે નેતાઓએ ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે, તે તેમના પોતાના મંતવ્યો છે. માલદીવ સરકારને તે નેતાઓના વિચારો સાથે કોઈ લેવાદેવા નથી.

'ટીપ્પણી કરનારા નેતાઓના વિચારો પોતાના'

બીજી તરફ માલદીવના વિપક્ષી નેતાઓમાંથી એક માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીના (Maldivian Democratic Party) અધ્યક્ષ ફૈયાઝ ઇસ્માઇલે (Faiyaz Ismail) કહ્યું કે, પીએમ મોદી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓને કારણે માલદીવની પ્રતિષ્ઠા બગડી રહી છે. માલદીવ સરકારે ભારત સહિત સમગ્ર વિશ્વને જણાવવું જોઈએ કે પીએમ મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણી કરનારા નેતાઓના પોતાના વિચારો હતા. માલદીવ સરકારને આ ટિપ્પણીઓ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે વધુમાં કહ્યું કે, માલદીવના સમજદાર નેતાઓના કારણે બંને દેશો વચ્ચે સંબંધો સારા રહ્યા અને માત્ર એક કે બે સોશિયલ મીડિયા પોસ્ટ (Maldivesboycott) સંબંધ બગડે તે યોગ્ય નથી. વિપક્ષી નેતાએ આગળ કહ્યું કે, હવે આ મુદ્દો સામાન્ય લોકો સુધી પહોંચી ગયો છે. અમારી સરકારે આ અંગે એક મજબૂત નિવદેન અથવા કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચો - Ecuador : TV સ્ટુડિયોમાં લાઇવ પ્રસારણ દરમિયાન બંદુકો સાથે ઘૂસ્યા નકાબપોશ, પછી થયું એવું કે..!

Next Article