Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

King Charles III : બ્રિટનના કિંગ ચાર્લ્સ-3 ને કેન્સર હોવાનો ઘટસ્ફોટ

King Charles III: બ્રિટનના કિંગ ચાર્લ્સ (III) કેન્સરથી પીડિત હોવાની જાણકારી મળી છે. હાલ તેમની સારવાર શરૂ થઈ ચૂકી છે. બકિંઘમ પેલેસે આ માહિતી આપી હતી. લંડનમાં બકિંગહામ પેલેસ એ બ્રિટિશ રાજવી પરિવારનું સત્તાવાર નિવાસસ્થાન છે.   A statement from...
king charles iii   બ્રિટનના કિંગ ચાર્લ્સ 3 ને કેન્સર હોવાનો ઘટસ્ફોટ

King Charles III: બ્રિટનના કિંગ ચાર્લ્સ (III) કેન્સરથી પીડિત હોવાની જાણકારી મળી છે. હાલ તેમની સારવાર શરૂ થઈ ચૂકી છે. બકિંઘમ પેલેસે આ માહિતી આપી હતી. લંડનમાં બકિંગહામ પેલેસ એ બ્રિટિશ રાજવી પરિવારનું સત્તાવાર નિવાસસ્થાન છે.

Advertisement

Advertisement

બકિંઘમ પેલેસે નિવેદન જાહેર કર્યું

Advertisement

બકિંઘમ પેલેસના એક નિવેદનમાં 75 વર્ષીય ચાર્લ્સને કયા પ્રકારનું કેન્સર છે તે જણાવવામાં આવ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે ચાર્લ્સ તેમની સારવાર અંગે સંપૂર્ણ રીતે સકારાત્મક છે અને શક્ય તેટલી વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થઈને જાહેર જીવનમાં પાછા ફરશે. બકિંઘમ પેલેસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, " કિંગ ચાર્લ્સને પ્રોસ્ટેટના વિસ્તરણને લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તપાસ બાદ કેન્સરના એક સ્વરૂપની ઓળખ કરાઈ હતી. હાલમાં તેમની નિયમિત સારવાર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, ડોકટરોએ તેમને જાહેર કાર્યક્રમોથી અંતર જાળવવાની સલાહ આપી હતી."

સાત દાયકા બાદ રાજા બન્યાં

સાત દાયકાથી વધુ સમયની રાહ જોયા બાદ ચાર્લ્સ બ્રિટનના રાજા બન્યા છે અને તેમના શાસનના 18 મહિના કરતાં પણ ઓછા સમયમાં તેમને કેન્સર હોવાની જાણકારી મળી છે. બકિંઘમ પેલેસે જાહેરાત કરી હતી કે 75 વર્ષીય કિંગ ચાર્લ્સ સારવારને કારણે અસ્થાયી રૂપે જાહેર કાર્યક્રમોમાં હાજરી નહીં આપી શકે અને તે સંપૂર્ણ સ્વસ્થ થયા પછી શક્ય તેટલી વહેલી તકે જાહેર કાર્યક્રમોમાં પાછા ફરશે.

આ  પણ  વાંચો  - Abu Dhabi Hindu Mandir: અબુ ધાબીમાં ભવ્ય હિંદુ મંદિર બનીને તૈયાર થઈ ગયું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.