Khalistan ઓએ ફરી એકવાર અમેરિકામાં હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું
ખાલિસ્તા (Khalistan) નીઓએ ફરી એકવાર અમેરિકામાં એક હિન્દુ મંદિર (Hindu Temple) ને નિશાન બનાવ્યું છે. આ વખતે કેલિફોર્નિયાના હેવર્ડ સ્થિત શેરાવાલી મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. અમેરિકામાં 14 દિવસમાં આ બીજો મામલો સામે આવ્યો છે જ્યારે ખાલિસ્તા (Khalistan) નીઓએ હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો.
ખાલિસ્તાનીઓની અવળચંડાઈ!
ખાલિસ્તા (Khalistan) નીઓએ ખાલિસ્તાન ઝિંદાબાદના નારાની સાથે મંદિરના બોર્ડ પર PM મોદી વિરુદ્ધ અપશબ્દો પણ લખ્યા હતા. અમેરિકામાં હિંદુઓ માટે કામ કરતી સંસ્થા હિંદુ (Hindu Temple) અમેરિકન ફાઉન્ડેશન દ્વારા હુમલાની માહિતી આપવામાં આવી છે. એક અઠવાડિયા પહેલા આ વિસ્તારમાં આવેલા શિવ દુર્ગા મંદિર પર હુમલાની ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ હવે શેરાવાલી મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે.
#Breaking: Another Bay Area Hindu temple attacked with pro-#Khalistan graffiti.
The Vijay’s Sherawali Temple in Hayward, CA sustained a copycat defacement just two weeks after the Swaminarayan Mandir attack and one week after a theft at the Shiv Durga temple in the same area.… pic.twitter.com/wPFMNcPKJJ
— Hindu American Foundation (@HinduAmerican) January 5, 2024
અગાઉ પણ થયો હતો હુમલો
આ પહેલા 22 ડિસેમ્બરે ખાલિસ્તાનીઓએ અમેરિકામાં વધુ એક હિન્દુ મંદિર (Hindu Temple) ને નિશાન બનાવ્યું હતું. ત્યારબાદ ખાલિસ્તાની ઓએ કેલિફોર્નિયાના નેવાર્કમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની તસવીરો શેર કરતી વખતે અમેરિકાના હિંદુ-અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર લખ્યું કે ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થાને નિશાન બનાવ્યું.
BALOCH PROTEST: શું BALOCHISTAN નું પાક. માંથી વિભાજન થશે ?
આ પણ વાંચો -BALOCH PROTEST: શું BALOCHISTAN નું પાક. માંથી વિભાજન થશે ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ