Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Japan Earthquake: જાપાનમાં ફરી એકવાર ભારે તીવ્રતા સાથે કુદરતી હોનારત સર્જાઈ

જાપાનમાં ત્રીજી વાર ભૂકંપના આંચકા આવ્યા 28 ડિસેમ્બર જાપાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જાપાનના કુરિલ ટાપુઓમાં ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. આમાં કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી. તેમજ જાપાનમાં સુનામીને લઈને કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. મીડિયા...
japan earthquake  જાપાનમાં ફરી એકવાર ભારે તીવ્રતા સાથે કુદરતી હોનારત સર્જાઈ

જાપાનમાં ત્રીજી વાર ભૂકંપના આંચકા આવ્યા

Advertisement

28 ડિસેમ્બર જાપાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જાપાનના કુરિલ ટાપુઓમાં ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. આમાં કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી. તેમજ જાપાનમાં સુનામીને લઈને કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લા 3 દિવસમાં ત્રીજી વખત ભૂકંપ આવ્યો છે.

જાપાનમાં આવેલ ભૂકંપ દરમિયાનની સ્થિતિ

Advertisement

જાપાનના કુરિલ ટાપુઓમાં ભૂકંપના કારણે અફરા-તફરી મચી ગઈ હતી. લોકો ઘર છોડીને બહાર દોડી આવ્યા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, અડધા કલાકની અંદર અહીં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો પહેલો આંચકો બપોરે 2.45 કલાકે આવ્યો હતો. આ પછી બપોરે 3.07 કલાકે 5.0ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો.

અગાઉ જાપના આવેલ ભૂકંપની તિવ્રતા

Advertisement

અહેવાલો અનુસાર, જાપાનમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ભૂકંપ આવી રહ્યા છે. આ પહેલા જાપાનમાં 26 ડિસેમ્બર અને 27 ડિસેમ્બરે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનના ઇઝુ આઇલેન્ડમાં 26 ડિસેમ્બરે અને હોક્કાઇડોમાં 27 ડિસેમ્બરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનની જિયોફિઝિક્સ એજન્સીના જણાવ્યા અનુસાર, 26 ડિસેમ્બરે જાપાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 હતી અને 27 ડિસેમ્બરે આવેલા ભૂકંપની તીવ્રતા 5 પોઈન્ટ હતી.

આ પણ વાંચો: કેમ ઈન્ડોનેશિયામાં રોહિંગ્યા શરણાર્થીઓનો વિરોધ કરવામાં આવી રહ્યો

Tags :
Advertisement

.