Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel-Hamas war : યુદ્ધ હજુ ચાલુ છે પરંતુ હમાસ માટે આ અંતની શરૂઆત છે: Israel PM

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસને સરેન્ડર કરી દેવાની ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું કે હવે પેલેસ્ટિની સમૂહનો અંત નજીક છે. ઉલ્લેખનીય છે કે ગાઝા પટ્ટીમાં યુદ્ધ શરૂ થયાને બે મહિનાથી વધુ સમય વીતી જવાં છતાં હજુ યુદ્ધની સ્થિતિ યથાવત્...
israel hamas war   યુદ્ધ હજુ ચાલુ છે પરંતુ હમાસ માટે આ અંતની શરૂઆત છે  israel  pm

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસને સરેન્ડર કરી દેવાની ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું કે હવે પેલેસ્ટિની સમૂહનો અંત નજીક છે. ઉલ્લેખનીય છે કે ગાઝા પટ્ટીમાં યુદ્ધ શરૂ થયાને બે મહિનાથી વધુ સમય વીતી જવાં છતાં હજુ યુદ્ધની સ્થિતિ યથાવત્ છે.

Advertisement

શું બોલ્યા નેતન્યાહૂ?

Advertisement

નેતન્યાહૂએ ચેતવણી આપતા કહ્યું કે યુદ્ધ હજુ પણ ચાલુ જ છે પણ હમાસના અંતની શરૂઆત થઈ ચૂકી છે. હું હમાસના આતંકીઓને કહેવા માગુ છું કે આ ખતમ થઇ ગયું છે. યાહ્યા સિનવાર (ગાઝા પટ્ટીમાં હમાસનો પ્રમુખ) માટે ન મરશો. હવે આત્મસમર્પણ કરી દો. ગત છેલ્લા કેટલાક દિવસોથી ડઝનેક હમાસ આતંકીઓઅ અમારી સેના સામે આત્મસમર્પણ કર્યું છે.

બે મહિનાથી વધુ સમયથી યુદ્ધ યથાવત

Advertisement

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે બે મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે જે 7 ઓક્ટોબરે દક્ષિણ ઈઝરાયેલમાં ઉગ્રવાદી સંગઠન દ્વારા અચાનક ઘાતક હુમલા બાદ શરૂ થયું હતું. હમાસના હુમલામાં લગભગ 1,200 ઇઝરાયેલીઓ જેમાં મોટાભાગે નાગરિકો માર્યા ગયા હતા. હમાસે લગભગ 240 લોકોને બંધક બનાવ્યા હતા જેમાંથી 137 હજુ પણ ગાઝામાં છે.7 ઓક્ટોબરથી અત્યાર સુધી ઇઝરાયેલના હુમલામાં લગભગ 18,000 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને 49,500 ઘાયલ થયા છે. યુદ્ધમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોના મોત થયા છે.

યુદ્ધવિરામ દરમિયાન બંધક-કેદીઓની આપ-લે થઈ

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 1 ડિસેમ્બરે સમાપ્ત થયેલા સાત દિવસના યુદ્ધવિરામ દરમિયાન ઘણા બંધકો અને પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ હમાસે 78 ઈઝરાયેલી મહિલાઓ અને બાળકો સહિત 110 બંધકોને મુક્ત કર્યા છે જેમને ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના કરાર હેઠળ મુક્ત કરવામાં આવ્યા છે.

આ  પણ  વાંચો -જો બિડેને ઝેલેન્સકીને વ્હાઇટ હાઉસમાં મીટિંગ માટે આમંત્રણ આપ્યું, યુક્રેનની જરૂરિયાતો પર કરાશે બેઠકમાં ચર્ચા

Tags :
Advertisement

.