Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ISRAEL HAMAS WAR : હમાસ દ્વારા બનાવવામાં આવેલી ટનલ પર ઇઝરાયલે કર્યો રોકેટ હુમલો

આજે ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો 33મો દિવસ છે. ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલની સેના દ્વારા સતત સૈન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઇઝરાયેલી સેનાએ હમાસના દ્વારા બનાવવામાં આવેલી ટનલ પર રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે હાલમાં ઈઝરાયેલની સેનાએ...
israel hamas war   હમાસ દ્વારા બનાવવામાં આવેલી ટનલ પર ઇઝરાયલે કર્યો રોકેટ હુમલો

આજે ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો 33મો દિવસ છે. ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલની સેના દ્વારા સતત સૈન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઇઝરાયેલી સેનાએ હમાસના દ્વારા બનાવવામાં આવેલી ટનલ પર રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે હાલમાં ઈઝરાયેલની સેનાએ હમાસના મુખ્ય સ્થાનોને ચારે બાજુથી ઘેરી લીધા છે.

Advertisement

થોડા દિવસો પહેલા ઈઝરાયેલે માહિતી આપી હતી કે સૈનિકોએ ગાઝા શહેરને સંપૂર્ણ રીતે ઘેરી લીધું છે. ઇઝરાયેલી સૈનિકોએ દાવો કર્યો હતો કે સૈનિકો મધ્ય ગાઝા સુધી પહોંચી ગયા છે. ઇઝરાયલી દળોએ હમાસ દ્વારા બનાવવામાં આવેલી ટનલ પર રોકેટ છોડ્યા હતા. આ ટનલ હમાસની કમાન્ડ પોસ્ટ છે. તમને જણાવી દઈએ કે હાલમાં ઈઝરાયેલની સેનાએ હમાસના મુખ્ય સ્થાનોને ચારે બાજુથી ઘેરી લીધા છે. થોડા દિવસો પહેલા ઈઝરાયેલે માહિતી આપી હતી કે સૈનિકોએ ગાઝા શહેરને સંપૂર્ણ રીતે ઘેરી લીધું છે.

Advertisement

Advertisement

આતંકવાદી મહસીન અબુ ઝીના ઠાર

ઇઝરાયેલી સૈનિકોએ દાવો કર્યો હતો કે સૈનિકો મધ્ય ગાઝા સુધી પહોંચી ગયા છે. તે જ સમયે, હમાસે દાવો કર્યો છે કે ઇઝરાયેલના સૈનિકોને જબરદસ્ત નુકસાન થયું છે. ઈઝરાયેલની સેનાએ માહિતી આપી હતી કે હથિયારો તૈયાર કરનાર આતંકવાદી મહસીન અબુ ઝીના બે અલગ-અલગ હવાઈ હુમલામાં માર્યો ગયો છે. આ સાથે જ ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ રોકેટ ફાયરિંગમાં સામેલ આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.

ગાઝામાં અત્યાર સુધીમાં 10 હજારથી વધુ પેલેસ્ટિનિયનોના મોત

પેલેસ્ટિનિયન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ગાઝા શહેરમાં અલ-શાતી (બીચ) શરણાર્થી શિબિર નજીક હમાસ અને ઇઝરાયેલી દળો વચ્ચે અથડામણ થઈ હતી. તમને જણાવી દઈએ કે તાજેતરની માહિતી અનુસાર ગાઝામાં કુલ મૃત્યુઆંક વધીને 10,328 થઈ ગયો છે. મૃતકોમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન હેઠળ કામ કરતા 160 સ્વાસ્થ્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે. વેસ્ટ બેંકમાં 7 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 160થી વધુ લોકો માર્યા ગયા છે. ઑક્ટોબર ૨૦૧૬માં હમાસ દ્વારા ઇઝરાયેલ પરના હુમલામાં 1400 થી વધુ ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા હતા.

આ  પણ  વાંચો - માતૃભૂમિ કાજે આપ્યું પ્રાણનું બલિદાન, યુદ્ધભૂમિમાં ઉતરી વીરાંગના

Tags :
Advertisement

.