Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel Hamas War : યુદ્ધમાં ઈઝરાયલને મળી મોટી સફળતા! હમાસનો બીજા ક્રમનો ટોચનો લીડરને કર્યો ઠાર

Israel Hamas War : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ (Israel Hamas War) શરૂ થયાને લગભગ 3 મહિના થઈ ચૂક્યા છે. યુદ્ધમાં 22 હજારથી વધુ પેલેસ્ટિની નાગરિકો અત્યાર સુધીમાં જીવ ગુમાવી ચૂક્યા છે. દરમિયાન, ઇઝરાયેલી સેનાએ લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓને નિશાન બનાવવાના...
israel hamas war   યુદ્ધમાં ઈઝરાયલને મળી મોટી સફળતા  હમાસનો બીજા ક્રમનો ટોચનો લીડરને કર્યો ઠાર

Israel Hamas War : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ (Israel Hamas War) શરૂ થયાને લગભગ 3 મહિના થઈ ચૂક્યા છે. યુદ્ધમાં 22 હજારથી વધુ પેલેસ્ટિની નાગરિકો અત્યાર સુધીમાં જીવ ગુમાવી ચૂક્યા છે. દરમિયાન, ઇઝરાયેલી સેનાએ લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓને નિશાન બનાવવાના અહેવાલ સામે આવ્યા છે જેમાં હમાસના બીજા ક્રમના સૌથી મોટા નેતા સાલેહ અલ અરુરી (Saleh al-Arouri )ને ઠાર મરાયાની માહિતી મળી રહી છે.

Advertisement

ઈઝરાયલી સૈન્યને ટાંકીને કરાયો દાવો

ઈઝરાયલી સેનાના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં આ દાવો કરાયો હતો. જો કે, ઈઝરાયેલા સૈન્યએ હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી. ઈઝરાયેલ પર હુમલાના પ્લાનિંગમાં સાલેહની મહત્વની ભૂમિકા હતી. માહિતી અનુસાર ઈઝરાયેલ(Israel Hamas War)ની સેનાએ મંગળવારે રાત્રે ગાઝામાં હમાસના કમાન્ડ સેન્ટર પર કબજો કરી લીધો હતો.

Advertisement

સાલેહ કસ્સામ બ્રિગેડનો વડો હતો

આ હુમલામાં સાલેહ (Saleh al-Arouri ) ઉપરાંત હમાસના 2 ટોચના કમાન્ડર અને 4 અન્ય લોકો પણ માર્યા ગયા છે. સાલેહ હમાસની સશસ્ત્ર પાંખ કસ્સામ બ્રિગેડનો વડો હતો. તે હમાસના નેતા ઈસ્માઈલ હનાયાનો ખાસ હતો. તેણે લેબનોનમાં હમાસ અને હિઝબુલ્લાહ વચ્ચે મજબૂત કડી તરીકે સેવા આપી હતી. હુમલા બાદ લેબેનોનના વડાપ્રધાને કહ્યું કે આ હુમલો લેબનીઝ સાર્વભૌમત્વ પર કરાયેલો હુમલો છે. ઈઝરાયલ (Israel Hamas War) પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે ઈઝરાયેલ બિનજરૂરી રીતે લેબનોનને આ સંઘર્ષમાં ખેંચી રહ્યું છે તેમ છતાં તેને આ યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી.

Advertisement

કોણ હતો સાલેહ અરોરી?

અલ ઝઝીરાના અહેવાલ મુજબ, સાલેહ અરોરી (Saleh al-Arouri  હમાસના રાજકીય બ્યુરોના નાયબ વડા હતા અને પેલેસ્ટિનિયન જૂથની સશસ્ત્ર પાંખ કાસમ બ્રિગેડના સ્થાપકોમાંના એક હતા. તેમનો જન્મ 1966માં વેસ્ટ બેન્કમાં થયો હતો. ઇઝરાયલ (Israel Hamas War) ની જેલમાં 15 વર્ષ વિતાવ્યા બાદ સાલેહ અરોરી લાંબા સમયથી લેબનોનમાં નિર્વાસિત જીવન જીવી રહ્યા હતા.ગયા વર્ષે ઓક્ટોબરમાં ઇઝરાયલની સેનાએ તેનું ઘર તોડી પાડ્યું હતું. યુએસ સરકારે તેને 2015 માં વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો અને તેના વિશે માહિતી આપનારને 5 મિલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું.

હમાસની ઓફિસ બેરૂતમાં છે

હિઝબુલ્લાહ અને પેલેસ્ટિનિયન જૂથો બેરૂતના દક્ષિણ વિસ્તારમાં સક્રિય છે. હમાસની ઓફિસ પણ ત્યાં છે. અલઝઝીરાના અહેવાલ મુજબ, હિઝબુલ્લાહે લેબનોનમાં થયેલી હત્યાઓ અંગે ઈઝરાયલને અગાઉથી ચેતવણી આપી હતી.ગયા વર્ષે જ્યારે ઇઝરાયલના (Israel Hamas War) વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ લેબનોનમાં પેલેસ્ટિનિયન નેતાઓને ધમકી આપી હતી ત્યારે હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહે કહ્યું હતું કે લેબનીઝની ધરતી પર કોઈપણ લેબનીઝ, પેલેસ્ટિનિયન, ઈરાની અથવા સીરિયન વ્યક્તિની હત્યા પર કડક પ્રતિક્રિયા આપવામાં આવશે.

આ પણ વાંચો-પ્લેન રનવે પર આગના ગોળાની જેમ દોડતું રહ્યું, મુસાફરો સળગતા પ્લેનમાંથી કૂદી પડ્યા… VIDEO

Tags :
Advertisement

.