IRAN PRESIDENT EBRAHIM RAISI DEATH : હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિનું મોત, 17 કલાક બાદ મળ્યો હેલિકોપ્ટરનો કાટમાળ
IRAN PRESIDENT EBRAHIM RAISI DEATH : ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી હેલીકોપ્ટર ક્રેશમાં હવે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલીકોપ્ટર દુર્ઘટનામાં મોત નીપજ્યું છે. તેમની સાથે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયાને પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર ગઇકાલે સાંજે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ પછી ઈરાની સેનાએ હેલિકોપ્ટરની શોધમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં એરક્રાફ્ટનો કાટમાળ મળી આવ્યો હતો.
અઝરબૈજાન પ્રાંતમાં મુસાફરી કરી રહ્યા હતા રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી
Iranian President Ebrahim Raisi and his foreign minister died when their helicopter crashed as it was crossing mountain terrain in heavy fog, reports Reuters citing an Iranian official pic.twitter.com/CwXwrR53ge
— ANI (@ANI) May 20, 2024
રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરે ઈરાનની રાજધાની તેહરાનના ઉત્તરપશ્ચિમમાં લગભગ 600 કિલોમીટર (375 માઈલ) હાર્ડ લેન્ડિંગ કર્યું હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જો કે સ્થાનિક સરકારી અધિકારીએ તેને અકસ્માત ગણાવ્યો હતો. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહિયન, ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર અને અન્ય અધિકારીઓ અને અંગરક્ષકો પણ રાયસી સાથે મુસાફરી કરી રહ્યા હતા.
હેલિકોપ્ટર ક્રેશ અંગે અન્ય કારણોની તપાસ શરૂ
રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી ડેમનું ઉદ્ધાટન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના સર્જાઇ હતી. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ ખરાબ હવામાનથી આ દુર્ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. હેલિકોપ્ટર ક્રેશ અંગે અન્ય કારણોની પણ તપાસ હાલ કરવામાં આવી રહી છે.
કોણ હતા ઈબ્રાહિમ રાયસી?
ઈબ્રાહિમ રાયસીનો જન્મ 14 ડિસેમ્બર 1960ના રોજ ઉત્તર-પૂર્વ ઈરાનના મશહદ શહેરમાં થયો હતો. આ શહેરમાં એક મસ્જિદ પણ છે જે શિયા મુસ્લિમો માટે સૌથી પવિત્ર માનવામાં આવે છે. નાની ઉંમરમાં જ તેઓ ઉચ્ચ પદ પર પહોંચી ગયા હતા. જ્યારે, રાયસીના પિતા મૌલવી હતા. તે જ સમયે, જ્યારે રાયસી 5 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. આ પછી, 15 વર્ષની ઉંમરે, તેણે ક્યુમ શહેરમાં સ્થિત એક શિયા સંસ્થામાં અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું.
ઈબ્રાહિમ રાયસી વિશે કહેવાતુ હતું કે તેઓ કટ્ટરવાદી વિચારધારાના અનુયાયી હતા. રાયસી ઈરાનની સૌથી ધનિક સામાજિક સંસ્થા અને મશહાદ શહેરમાં આઠમા શિયા ઈમામ અલી રેઝાના પવિત્ર દરગાહ અસ્તાન-એ-કુદ્સના આશ્રયદાતા પણ રહી ચૂક્યા હતા.
શા માટે તેઓને ખાસ કરીને કટ્ટરપંથી કહેવામાં આવતા હતા ?
નોંધનીય છે કે વર્ષ 1988માં ઈબ્રાહિમ રાયસી તે ઈન્ટેલિજન્સ ટ્રિબ્યુનલમાં જોડાયા હતા જેને 'ડેથ કમિટી' તરીકે ઓળખવામાં આવે છે. આ સમિતિએ તે કેદીઓની 'રી-ટ્રાયલ' હાથ ધરી હતી જેઓ તેમની રાજકીય પ્રવૃત્તિઓના કારણે જેલમાં સજા ભોગવી રહ્યા હતા. કહેવાય છે કે આ કેદીઓ ઈરાનના પીપલ્સ મુજાહિદ્દીન ઓર્ગેનાઈઝેશનના સમર્થક હતા. આ લોકો ઈરાનમાં ડાબેરીવાદની હિમાયત કરતા હતા. આ લોકોને મોતની સજા આપવામાં આવી હતી.
આ પણ વાંચો : હેલિકોપ્ટર ક્રેશમાં IRAN PRESIDENT EBRAHIM RAISI નું મોત, ઈરાની મીડિયાનો દાવો