US Visa Policy: ભારતીયો... અમેરિકા વિદ્યાર્થીઓ માટે વિઝા પોલિસીમાં કર્યા ફેરફારો
અમેરિકાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ ફેરફારો કર્યા
અમેરિકાએ વિદ્યાર્થીઓ માટે નવી વિઝા પોલિસી તૈયાર કરી છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) એ F વિઝા પર અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે.
USCIS એ જાહેર કર્યું છે કે F1 વિઝાના વિદ્યાર્થીઓ કાયમી લેબર સર્ટિફિકેશન એપ્લિકેશન અથવા ઇમિગ્રન્ટ વિઝા પિટિશનના લાભાર્થી બની શકે છે. તેના અંતર્ગત તેઓ તેમની ઈચ્છા મુજબ અમેરિકામાં રહી શકે છે. ત્યારે અમેરિકાની ઇમિગ્રેશન સર્વિસે F અને M વિઝા માટે માર્ગદર્શન જારી કર્યું છે. વિઝા નીતિમાં થયેલા ફેરફારોથી યુએસમાં STEM ડિગ્રી પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓ માટે તકો વધી છે.
F-1 વિઝા
એફ-1 વિઝા એ યુનાઇટેડ સ્ટેટ્સમાં શૈક્ષણિક કાર્યક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા સૌથી વધુ ઉપયોગમાં લેવાતો વિઝા છે. આ વિઝા ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેઓ તેનો સંપૂર્ણ સમય શૈક્ષણિક અભ્યાસક્રમોમાં ઉપયોગ કરે છે. આ વિઝામાં અગાઉના નિયમ પ્રમાણે તમને પ્રોગ્રામની શરૂઆતના 30 દિવસ પહેલા યુએસ પહોંચવાની અને તમારો અભ્યાસ પૂર્ણ કર્યા પછી 60 દિવસ સુધી રહેવાની મંજૂરી આપે છે. પરંતુ હવે આમાં બદલાવ કરવામાં આવ્યો છે.
એમ-1 વિઝા
આ વિઝા એવા વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યો છે જેઓ યુએસમાં વ્યાવસાયિક અથવા બિન-શૈક્ષણિક અભ્યાસક્રમો તરીકે પ્રવેશ મેળવે છે. M-1 વિઝા ધારકોને મર્યાદિત સમય માટે યુએસમાં પ્રવેશની મંજૂરી છે. M-1 વિઝા ધારકો પાસે F-1 વિઝા ધારકોની સરખામણીમાં વાધારે પ્રમાણમાં રોજગાર મેળવવાના વિકલ્પો ઉપલ્બદ્ધ હોય છે.
આ પણ વાંચો: નવાઝ શરીફ વારંવાર ભારતના કરી રહ્યા છે વખાણ! ચંદ્રયાન મિશન, ઇકોનોમી પર કહી આ વાત