America: અમેરિકાએ ગુમ થયેલ ભારતીયની જાણકારી આપવા પર લાખોનું ઈનામ કર્યું જાહેર
FBI એ ભારતીય વિદ્યાર્થીના ગુમ થવા પર કડક કાર્યવાહી હાથ ધરી
યુએસ FBI એ ન્યૂ જર્સીમાંથી ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થી વિશે માહિતી આપનારને 10,000 યુએસ ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. જો કે ગત વર્ષે FBI એ ભારતીય વિદ્યાર્થી માયુષી ભગતને તેની 'મિસિંગ પર્સન્સ' યાદીમાં સામેલ કરી હતી.
FBI એ મહિલાની જાણકારી આપવા બદલ લાખોનું ઈનામ જાહેર કર્યું
માયુષી ભગત છેલ્લે 29 એપ્રિલ, 2019 ની સાંજે જર્સી સિટીમાં તેના એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. તેના પરિવારે 1 મે, 2019 ના રોજ તેના ગુમ થવા અંગે પોલીસને જાણ કરી હતી. ત્યારે આ વિકટ પરિસ્થિતિમાં અમેરિકન પોલીસે છેલ્લા 4 વર્ષથી તેની શોધ કરી રહી હતી. પરંતુ હવે FBI લાપતા ભારતીય વિદ્યાર્થી વિશે માહિતી આપનારને 10,000 યુએસ ડોલર એટલે કે સાડા આઠ લાખ રૂપિયા આપવાનું ઈનામ જાહેર કર્યું છે.
FBI નેવાર્ક ફિલ્ડ ઓફિસ અને જર્સી સિટી પોલીસ વિભાગે માયુષીના ગુમ થવાના રહસ્યને ઉકેલવા માટે સ્થાનિક લોકોની મદદ માંગી છે. જુલાઈ 1994 માં ભારતમાં જન્મેલી માયુષી ભગત સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગઈ હતી અને ન્યૂયોર્ક ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં અભ્યાસ કરતી હતી. એફબીઆઈના નિવેદન અનુસાર તે અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ બોલે છે અને પોલીસનું માનવું છે કે સાઉથ પ્લેનફિલ્ડ, ન્યૂ જર્સીમાં તેના મિત્રો છે.
FBI તેની વેબસાઈટ પર આ ભારતીય મહિલાને સૂચિબદ્ધ કરી
ઇન્ટેલિજન્સ એજન્સીએ જણાવ્યું હતું કે માયુષી વિશે અથવા તેના ગુમ થવા પર કોઈની પણ પાસે કોઈ માહિતી હોય તો તેણે FBI નેવાર્ક અથવા જર્સી સિટી પોલીસ વિભાગને કૉલ કરવો. માયુષી ભગત F1 સ્ટુડન્ટ વિઝા પર 2016માં અમેરિકા આવી હતી. FBI તેની વેબસાઈટ પર આ ભારતીય અપહરણ અને ગુમ થયેલ વ્યક્તિ તરીકે સૂચિબદ્ધ કરી છે.
આ પણ વાંચો: અમેરિકા પહોંચ્યા પાકિસ્તાનના આર્મી ચીફ ,ભારતે ચિંતા વ્યક્ત કરતા કહી આ વાત